________________
તેહની ગુરૂતા હો આત્મામાં સમાય કે. બરાબર, એમાં કશું જ ખોટાપણું નથી : પણ એ તત્ત્વરમણતાની મર્યાદા સમજવા જેવી છે. જ્ઞાનિએ તત્ત્વરમણતા ચોથ, પાંચમે, છછું, સાતમે અને યાવત તેરમે માની : યાવ-સિદ્ધાવસ્થામાં પણ માની. પૂરેપૂરી તત્ત્વરમણતા છટ્ટે જ આવી જાય છે એમ નહિ. જ્ઞાનિના એક એક વચનને જે જે સ્થાને જેટલી જેટલી હદે હોય તે તે સ્થાને તેટલી તેટલી હદે વર્ણવવું, એનું નામ સમ્યગ વર્ણન છે. તત્ત્વરમણતા શબ્દ ચોથે ગુણઠાણેથી યાવત્ ચૌદમે, યાવત્ સિદ્ધપદે વિરાજેલા આત્મા માટે પણ વપરાય : કારણ કે-સિદ્ધ પરમાત્મામાં પણ આત્મરમણતા તો બેઠી જ છે. ચૌદમાં ગુણઠાણે રહેલા આત્માઓ અહિંસક, તરસે રહેલા આત્માઓ પણ અહિંસક અને છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા આત્માઓ પણ અહિંસક : પણ એ અહિંસામાં કેટલો ભેદ ? આભ-જમીન જેટલો ભેદ. તત્ત્વ-રમણતા શબ્દને સંપૂર્ણ અંશે, અમૂક જ સ્થળે પકડી લેવામાં આવે, તો. શબ્દના અર્થભેદ ગુણસ્થાનકને અંગે રહ્યા, તે સમજી શકાતા નથી. “HI | PI તુજ પણ ન ગોખી શકતા અને “માષ-તુષ' થઇ જતું, એ મુનિવરમાં કયી તત્ત્વરમણતા હતી, કે જેના યોગે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તે મહાપુરૂષ કરી શક્યા ? ચરમશરીરી “શ્રી અતિમુક્તક’ નામના મુનિવર, કે જેઓ અપકાયમાં પોતાની કાચલીને નાવડી તરીકે તરાવે, પોતાની નાવા તરે-એમ માની ખુશી થાય, એમાં હિંસા થાય-એ પણ જેઓ
ખ્યાલમાં રાખી શક્યા નથી, તે મુનિવરમાં કયી જાતિની તત્ત્વરમણતા હતી ? તમે પ્રશ્ન કર્યો તો. તત્ત્વરમણતાની વ્યાખ્યા આબાલ-ગોપાલ સમજે તેમ સમજાવો. જરૂર, તત્ત્વરમણતા વિના, ક્ષપકશ્રેણિએ ચઢયા વિના, ચારેય ઘાતી કર્મનો ક્ષય થયા વિના, કેવળજ્ઞાન થતું નથી ! –પણ અહીં કયી તત્ત્વરમણતા હતી, એ બતાવો ! તત્ત્વરમણતાની વ્યાખ્યા બાંધો ચોથે ગુણઠાણેથી માંડી, જ્યાં સુધી તે ઘટી શકે છે ત્યાં સુધીની તત્ત્વરમણતા એક સરખી માનો છો કે ઘણો ઘણો ભેદ છે એમ સમજો છો ? કે પછી તત્ત્વરમણતાના નામે કાંઇક બીજું જ કહેવા માંગો છો ? જ્ઞાનિપુરૂષાએ પૂજાઓમાં, રાસોમાં, સ્તવનોમાં, સઝાયોમાં અમૂક ગુણો, અમૂક ગુણોની વ્યાખ્યા અને બીજી જે જે વાત લખી, તેની મર્યાદા વિચારી પછી બોલો. અર્થની હદ ન સમજાય, ત્યાં સુધી માત્ર શબ્દને પડનાર, શ્રી જૈનશાસનમાં તત્ત્વને પામી શકતા નથી. તત્ત્વરમણતા શબ્દ એટલો સુંદર અને ગંભીર છે અને એટલી હદે એટલા સ્થાને યોજાયો છે કે-જેને એકતરફી ખેંચાય તો અનર્થ થાય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કાં તો જ્ઞાની મોક્ષમાર્ગ આરાધે : અને કાં તો જ્ઞાનિની નિશ્રાવાળા મોક્ષમાર્ગ આરાધે. જ્ઞાની તો તત્ત્વના જ્ઞાતા છે, એમાં શંકા છે જ નહિ, પણ બીજામાં તત્ત્વરમણતા કયી ? “જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું, જે તારક ગુરૂએ કહ્યું-તેજ સત્ય, એમાં જ મારા આત્માનો નિસ્તાર !' તારક ગુરૂ કહે કે- “તું નવકાર ભણ ! એમાં તારું કલ્યાણ' -તો એ એજ કરે. ગુરૂ જે કહે તેમાં જ શ્રેય: માને જ્ઞાનિની નિશ્રાએ ચાલે તેની આ ભાવના. એક આદમી અટવીનો જાણકાર હોય અને પાછળના એક હજાર અજાણ હોય. જાણકાર તો જોતો જોતો ચાલે, પણ પાછળના હજાર રહ્યા એ તો કહે છે કે- “ગરબડ ન કરો : આમની પાછળ ચાલો !' એમ કરવાથી પેલો જાણકાર પણ ઘેર જાય અને એક હજાર પણ ઘેર જાય. કોઇ પૂછે કે- “એક હજાર ને એક ગામમાં આવ્યા : તે બધાએ માર્ગના જાણકાર હતાં કે નહિ ?' પેલા કહે છે કે સમૂહમાં જાણકાર તો એક જ હતા, પણ હજાર એવા ડાહ્યા હતા કે એના કહ્યા. મુજબ ચાલતા, માટે આવ્યા.' કોઇ કહે કે- “માર્ગને જાણ્યા વગર તો અવાય જ નહિ, તો કેમ આવ્યા ?' ઉત્તરમાં એજ કહેવાય કે- “જાણકારની નિશ્રાએ ચાલનારા પણ જાણકાર જ કહેવાય !' પણ વિચારવાનું એ છે કે-પેલો જાણકાર પણ જાણકાર કહેવાયો અને જાણકારની નિશ્રાએ ચાલનારા પણ જાણકાર કહેવાયા, પણ એ એકની સાથે જોડાયેલો જાણકાર શબ્દ અને હજારની સાથે જોડાયેલ જાણકાર
Page 82 of 191