SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. 3. નકામા વચનો બોલ્યા કરવા એટલે કે વગર કારણે જેમ તેમ બોલ્યાજ કરવું હું શું બોલું છું એનું એને ભાન ન હોય. બસ હું બોલું છું ને બીજાને સંભળાવ્યા જ કરું છું ને ? એજ ભાવ એટલે વગર કારણે બોલવાની ટેવ પડેલી હોય. ૪. વગર કારણે હસ્યા જ કરવું અને ૫. દીનતા જણાય અથવા બીજાને દીનતા પેદા થાય એવા વચનો બોલવાથી બીજાને હાસ્ય પેદા થાય આવા પાંચ પ્રકારના કોઇપણ કારણમાંથી કોઇને કોઇ કારણો પેદા કરી પોતે હસ્યા કરે અથવા બીજાને હસાવ્યા કરે તે હાસ્ય મોહનીય કર્મ બાંધવાના કારણો કહેલા છે. આ બધા કારણોને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહીએ તો જ આ હાસ્ય દોષ દૂર થતો જાય તો જ એનાથી બચી શકાય. રતિ મોહનીય : એના ચાર કારણો છે. ૧. પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થોને વિષે એને ભોગવવા માટેનો કાળ નક્કી કરવો, અનેક પ્રકારની ક્રીડાઓ કરતા કરતા ભોગવવાની ઇચ્છાઓ પેદા કર્યા કરવી, ભોગવ્યા કરવું એનાથી રતિ મોહનીય કર્મ બંધાયા કરે છે. ૨. નાટક, સરકસ, પીક્ચર અનેક પ્રકારના નાચ, ગાન, રમત-ગમત, ટી.વી. સીરીયલો ઇત્યાદિ જોયા કરવું, જોવાનો ખુબ જ રસ પેદા કરવો અને વારંવાર જોઇ જોઇને રાજી થયા કરવું તે. 3. બીજા જીવોના ચિત્તનું વશીકરણ કર્યા કરવું એટલે કે વશીકરણ કરવું, મેલી વિધાઓ કરવી, બીજાને હેરાન પરેશાન કરીને રાજી થવું. કેવો દુ:ખી થાય છે એજ દાવનો છે. ઇત્યાદિ અનેક પ્રકારના વિચારો કરી રાજીપો પેદા કર્યા કરવો તે. ૪. જુદા જુદા દેશોને જોવાની ઇચ્છાઓ કરવી, જુદા જુદા દેશોમાં ફ્ક્ત કરવું અને આનંદ માનવો. આ ચાર કારણોથી અથવા ચારમાંથી કોઇપણ એકાદ કારણથી જીવો રતિ મોહનીય કર્મ તીવ્રરસે બાંધ્યા કરે છે અને સાથે ચારિત્ર મોહનીય કર્મનો બંધ પણ કર્યા કરે છે. અરતિ મોહનીય કર્મ : અરતિ મોહનીય કર્મ ચાર કારણોથી બંધાય છે. ૧. બીજાના ગુણોને ગુણરૂપે જોવાને બદલે દોષરૂપે જોઇને અનેક પ્રકારની વિચારણાઓ કર્યા કરવી-વિકલ્પો કર્યા કરવા તે અરતિના બંધનું કારણ કહેલું છે. એટલે કે બીજાના ગુણોને સાંભળતા કે જોતાં એમાં કાંઇને કાંઇ દોષારોપણ કર્યા કરવું તે અસૂયા કહેવાય છે. એટલે કે “ગુણોને દોષ રૂપે જોવા તે અસૂયા જ્યાર કોઇની બાહ્ય સાહ્યબી સંપત્તિ ન ખમાય તે ઇર્ષ્યા અથવા અદેખાઇ કહેવાય છે.” ૨. પોતે પાપ કરતો જાય અને બીજાને પાપ કરવાની ટેવ પાડ્યા કરે પાપમાં જોડે તે. 3. બીજા જીવોના અંતરમાં જે નિમિત્તથી આનંદ પેદા થયો હોય તે આનંદને નાશ કરવાનો પ્રયત્ન કરવો એટલે એના અંતરના આનદનો નાશ કરવો તે અને ૪. બીજા જીવોના દુઃખોને જોઇને આનંદ પેદા કર્યા કરવો, સારૂં થયું આવું થવું જ જોઇતું હતુ. Page 142 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy