________________
હોય છે, કારણ કે તેઓ પોતે મોહપ્રધાન હોય છે. સંસારની વાસનાના સર્વથા ક્ષયનો હેતુ તેમાં હોતો નથી. આવા લોકો જૂદા જૂદા પ્રકારે પોતપોતાનાં શાસ્ત્રોએ નક્કી કરી આપેલા કુલધર્મોનું અને નીતિધર્મોનું પાલન કરે, તો પણ તે મોક્ષસાધક બની શકે નહિ. માત્ર આમાંના કેટલાક લોકો, કે જેઓમાં મોક્ષનો આશય પ્રગટ થયો છે, તેઓ એ મોક્ષના આશયથી જે ધર્મોને આચરે તે ધર્મોને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય. કોઇ પણ ધર્માનુષ્ઠાન વસ્તુતઃ તો વિષયશુદ્વ પણ હોવું જોઇએ, સ્વરૂપશુદ્વ પણ હોવું જોઇએ અને અનુબન્ધશુદ્ધ પણ હોવું જોઇએઃ પણ જે અનુષ્ઠાનમાં સ્વરૂપશુદ્ધિ અને અનુબન્ધશુદ્ધિ ન હોય તોય વિષયશુદ્ધિ હોય તો તેનો અપલાપ નહિ કરવો જોઇએ. મોક્ષનો આશય, એ વિષયશુદ્ધિનો સૂચક હોઇને, સ્વરૂપાદિથી અશુદ્ધ એવા પણ ધર્મો જો મોક્ષના જ આશયથી આચરવામાં આવતા હોય, તો તેને અપેક્ષાએ શુદ્ધ કહી શકાય છે. ત્રીજું ચારિત્રરત્ન
હવે ત્રીજું રત્ન છે-ચારિત્ર. આ રત્ન અનુપમ છે. કર્મમલને દૂર કરવામાં આ અજોડ રત્ન છે. ભાવથી આ રત્નને પામ્યા વિના, કોઇ પણ આત્મા મુક્તિ પામ્યો ય નથી, પામતો ય નથી અને પામશે પણ નહિ. સઘળાય પાપના વ્યાપારોનો જે ત્યાગ, એનું નામ ચારિત્ર છે. આ ચારિત્રના સ્વીકાર માટે ઘરબાર, કુટુંબપરિવાર, રાજ્યઋદ્ધિ, સ્નેહી-સમ્બન્ધી, પૈસાટકા, ઋદ્ધિ-સિદ્ધિ, વિષયસામગ્રી અને માતા-પિતા આદિ સર્વનો ત્યાગ કરવો પડે છે. આ ચારિત્રના પાલન માટે ઇંદ્રિયો ઉપર પૂર્ણ કાબુ રાખવો પડે છે, મનના માલિક બનવું પડે છે, સદ્ગુરૂના ચરણોમાં ત્રણે યોગોનું સમર્પણ કરવું પડે છે. ધર્મોપકરણો અને શરીર ઉપરના પણ મમત્વભાવને તજવો પડે છે, ‘રસો, ઋદ્ધિ અને સાતા' -આ ત્રણની આસક્તિ ન લાગી જાય એથી સાવધ રહેવું પડે છે તેમજ વંદન, સત્કાર અને સન્માન આદિની અભિલાષાઓથી પર રહેવા માટેની પણ સતત જાગૃતિ રાખવી પડે છે. આ ચારિત્રના સુવિશુદ્ધ પાલનથી આત્મા ઘાતિકર્મોના નાશ માટે પણ સમર્થ બને છે. જ્યારે આત્મ ઘાતી કર્મોના નાશ દ્વારા કેવલજ્ઞાન પામીને સર્વસંવર રૂપ ચારિત્રને પામે છે, ત્યારે જ તે મોક્ષપદનો ભોક્તા બને છે.
તાળાં ઉઘાડવાની ચાવીઓ
પણ આ બધી વસ્તુ સમજાય કોને ? જે પાપભીરૂ હોય તેને જ ! અને સાચો પાપભીરૂ પણ કોણ બને ? તેજ, કે જેને શ્રી જિનેશ્વરદેવની વાણી જચે ! પાપના ભયો ગણાવતાં પહેલાં, ભગવાન શ્રી સુધર્માસ્વામિજીએ કહેલી છ વાતો ખાસ યાદ રાખજો. ગઇ કાલે એ વિચારી ગયા છીએ. આજે ીને એ છ વાતોનો તો જાપ કરો, મુદ્દો એ છે કે- આ વાતો હૈયામાં જેવી જોઇએ તેવી રહેતી નથી : જો હૈયામાં રહે તો ધર્મક્રિયાઓ માટે વાયદા કરવાનું મન ન જ થાય. આજે ીને એ છએ વાતો યાદ કરી લ્યો.
(૧) બોધિ, એટલે કે-શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થવી, એઆ વિશ્વમાં અતિશય દુર્લભ છે. (૨) આયુષ્ય ચંચળ છે, કારણ કે-શ્રી તીર્થંકરદેવો અને ચક્રવર્તી આદિ મહાપુરૂષો શિવાયના જીવોનું આયુષ્ય સોપક્રમ, એટલે નિમિત્ત પામીને તુટી પણ જાય તેવું છે.
(૩) માતા, પિતા કે વડીલ અથવા કોઇના માટે પણ પાપ કરવામાં આવે, તો પણ કર્મરાજા છોડશે નહિ અને તેના યોગે આ ભયંકર સંસારમાં પોતાને જ રૂલવું પડશે.
(૪) જેના માટે પાપ કરો છો, તે પાપના નતીજાથી-વિપાકથી બચાવવા નહિ આવે અને કદાચ કોઇ આવે તો પણ બચાવી શકે તેમ નથી.
Page 55 of 191