________________
9,
ખાસ પ્રેરાય છે એ કારણે લોકોને પૂજ્યની પૂજા પ્રત્યે પ્રેરવા માટે પૂજ્ય એવા શ્રી તીર્થંકરદેવ પણ ગુણના સમુહરૂપ શ્રી સંઘની નમસ્કાર રૂપ પૂજા કરે છે. - ત્રીજો હેતુ એ છે કે- ધર્મનું મૂલ વિનય છે-એ પ્રગટ કરવાનો છે. જ્યારે શ્રી તીર્થંકરદેવ જેવા કૃતકૃત્ય થયા પછી પણ જેના યોગે તીર્થંકરપણાની પ્રાપ્તિ થઇ તેની પ્રત્યેના કૃતજ્ઞતા ભરેલા વિનયને નથી ચૂકતા. તો બીજાથી કેમ જ ચૂકાય ? એ જાતિની વિનયવૃત્તિ પેદા કરવા માટે કૃત કૃત્ય એવા પણ શ્રી તીર્થંકરદેવ ગુણના સમુહ રૂપ શ્રી સંઘને નમસ્કાર કરે છે.
આથી તમે સમજી શકશો કે-કૃતકૃત્ય થયેલા શ્રી તીર્થંકરદેવ પણ શ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી જન્ય જે ઉચિત પ્રવૃત્તિ તેનો અમલ કરવામાં ચૂકતા નથી અને ધર્મકથાના આરંભમાં નમો તિથ્ય-એમાં કહીને કૃતકૃત્ય એવા પણ શ્રી તીર્થકર દેવ હેતપુરસ્સર નમસ્કાર કરે છે.
માતાના ગર્ભમાં રહેલા પણ એ તારકોની ઇન્દ્ર જેવા સમ્યગ્દષ્ટિ દેવતાઓ શ્રી નમુત્થણં સૂત્ર બોલવા દ્વારા સ્તુતિ કરે છે. એ જીવન એવું કે- એમાં કદી વિરાધક દશા આવવાની નહિ.
એ તારકો ગુરૂના ઉપદેશથી સમ્યક્ત્વ પામે તો પણ સમ્યકત્વ પ્રાપ્તિમાં એ તારકોની યોગ્યતાની જ પ્રધાનતા ગણાય. કારણ કે શ્રી તીર્થંકર દેવના આત્માઓના સ્વભાવમાં યોગ્યતા હતી માટે પ્રગટી.
કેવલજ્ઞાન થયા પછી શ્રી તીર્થંકર મહારાજાઓની સદેશનાની પ્રવૃત્તિ અવશ્ય થનારી હોય છે કારણ કે શ્રી તીર્થકર નામકર્મનું વેદન અગ્લાનપણે ધર્મદેશનાથી કરે છે એમ ચૌદપૂર્વધર યુગપ્રધાન શાસન પ્રભાવક આચાર્ય ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામિજી કહે છે.
શ્રી તીર્થંકર દેવોના ભોગનો ભોગવટો તે પણ કર્મક્ષય માટે છે. માંદાને રોગના નાશ માટે જેમ દવાની પડીકી છે તેમ એમને ભોગો તથા સ્ત્રી આદિ પરિવાર વગેરે ભોગ રોગના નાશ માટે દવાની પડીકી જેવા છે. કારણ કે તે તારકા ભોગોને રોગો તરીકે ચિંતવે છે અને એવી વિશિષ્ટવૈરાગ્યવાળી દશામાં રમે છે કે જેનો જગતભરમાં જોટો ન મલે.
ક્યાં છે તે તારક જેવી માબાપ પ્રત્યેની આપણી ભક્તિ ? એ એવા પુણ્યશાળી હોય છે કે-તેમના ગર્ભમાં આવવાથી તેમની માતાનું ઉદર પણ ઉંચું નથી થતું. એમના યોગે માતાન જરાપણ તકલીફ ન થાય. અને તમારા યોગે તો તમારી માતાની કયી દશા થઇ હતી તે પૂછજો ! શ્રી તીર્થંકરદેવને તો દૂધ પાવાની મહેનત પણ એમની માતાને નથી કરવી પડતી. એ તારકોએ તો કદી પણ પોતાના મળ ધોવાની મહેનત માતાને આપી નથી. તમે તો કેટલીય વાર માતાના કપડા બગાડ્યા હશે ? શ્રી તીર્થંકરદેવની માતાને પ્રસૂતિની વેદના જરાપણ ન થાય અને તમારાથી વેદના એવી કે-તે તે જ જાણે. શ્રી તીર્થંકરદેવની માતાને તે ગર્ભમાં આવે કે તરત મનોહર સ્વઝા આવે અને તમારી માતાને ? દુનિયામાં કોઇ વસ્તુ એવી નથી કે જેની ઉપમા શ્રી જિનેશ્વરદેવને આપી શકાય !
એ તારકોન શ્રુતજ્ઞાન તો એવું કે માતાના ગર્ભમાં પણ ઓછામાં ઓછા અગિયાર અંગ તો જાણે જ, અને તે તારકનું મતિ પણ શુધ્ધ અને અવધિપણ શુદ્ધ. તે તારક ગર્ભમાં આવે ત્યારથી જ દેવો અને ઇન્દ્રો દોડાદોડ કરે. અઢળક સાહ્યબી છતાં તે તારક એમાં રાચે નહિ. ઇન્દ્રો સેવા કરે પણ એ સેવાથી ખુશ ન થાય, હર્ષનો એમને ઉત્સુક ન થાય એ તારકનું રૂધિર અને આમિષ પણ દૂધની ધારા જેવું શ્વેત હોય છે. આવા ગુણો જેને આશ્રીને રહેલા છે એવી કાયા પણ એ તારક જ પામે !
એ તારકોના રૂપનું વર્ણન પણ વચનાતીત છે. અનુત્તર વિમાનના દેવોના શરીરનું રૂપ અજબ છે. એ રૂપ શ્રી જિનેશ્વરદેવના રૂપ આગળ બુઝાયા
Page 44 of 191