________________
હોય છે. એમ શાસ્ત્રકાર પરમર્ષિઓ સ્થળે સ્થળે માવે છે.
ધર્મ જ એક ઉપાદેય છે. એવું કહેનાર જૈન શાસન સિવાય પ્રાય: અન્ય કોઇ નથી. શ્રી જેનશાસને ઇશ્વરને પણ અલાયદો નથી માન્યો, કે જે જગતનો સંચાલક છે. પ્રત્યેક આત્મા ઇશ્વર થવાને લાયક છે અને એવા તો અનંતા થઇ ગયા. જે આત્મા યોગ્ય પુરૂષાર્થ કરે એ ઇશ્વર થાય. પ્રયત્ન કરો. તીર્થંકર નામકર્મ બાંધવાના જેટલા કારણો છે તેટલા આપણે પણ સેવીએ, વીસે સ્થાનકોને અગર તેમાંના એકાદને પણ આરાધીએ અને જગતને શાસન-રસીક બનાવવાની ઉત્કટ ભાવના થાય તો આપણે તે તીર્થંકર નામકર્મ નીકાચીએ અને તીર્થંકર થઇએ. આપણો એવો નિશ્ચય છે કે જેવી યા શ્રો તીર્થકર દેવના આત્મામાં આવે છે તેવી કોઇપણ આત્માને આવતી નથી. અથવા તેજ આત્મા તીર્થંકર થાય કે જેને આવી જાતિની ભાવના એટલે કે સવી જીવ કરૂં શાસન રસી એવી ભાવયા ઉત્પન્ન થાય પણ બીજો તો નહિ જ !
શ્રી તીર્થંકર દેવોના જીવનના મુખ્યતાએ બે વિભાગ પાડી શકાય એક તો આરાધક વિભાગ અને બીજો આરાધ્ય વિભાગ.
સામાન્ય રીતિએ વિચારતા પણ સમજી શકાય તેમ છે કે- શ્રી તીર્થકર દેવોનો અંતિમ ભવ આરાધ્ય. વિભાગમાં ગણાય. જ્યારે તે પૂર્વના ભવો કે જેમાં તે પરમ તારકોના આત્માઓએ શ્રી જિન શાસનની આરાધના કરી છે તે આરાધક વિભાગમાં ગણાય.
યાદ રાખજો કે- એવી પણ દશા હોય છે કે જે દશામાં ભોગ ભોગવતા હોય અને કર્મ છૂટતા જતા. હોય. શ્રી તીર્થંકર દેવોના આત્માઓ છેલ્લા ભવમાં જે પાણી ગ્રહણ કરે છે તે પણ ભોગાવલીનો નાશ કરવાને માટે જ ! ક્રિયા પાણી ગ્રહણાદિની અને પરિણામમાં કર્મ નિર્જરા ! આ ઉપાય નીચ છે પણ તે વિના છૂટકો નહિ ત્યાં શું થાય ? આ ઉપરથી-આપણે પણ ભોગમાં રહી કર્મ ખપાવીશું-આવો નિર્ણય કરવાની મૂર્ખાઇ કરતા નહિ. શ્રી તીર્થંકર દેવોનું જીવન તો જ્ઞાન પ્રધાન છે એ આત્માઓ તો જોઇ શકે છે કે-મારૂં અમુક કર્મ અમુક રીતિએજ ખપે તેમ છે !
- શ્રી તીર્થંકરના આત્માઓ જેમ વયમાં વધતા જાય તેમ ગુણમાં પણ વધતા જાય. બધ્ધિ સિદ્ધિમાં પણ વધતા જાય. બાહ્ય અને અત્યંતર બન્ને બધ્ધિ સિધ્ધિ વધે એ જ એમની ખૂબી છે.
કેવલજ્ઞાન પામ્યા બાદ ઓછામાં ઓછા કરોડ દેવતાઓ નિરંતર એ તારકોની સેવામાં રહે છે. દેવો એ તારકોને જમીન ઉપર પગ પણ મૂકવા દેતા નથી. સુવર્ણ કમળો ગોઠવે જ જાય છે. સમવસરણની પણ અદ્ધિ કેવી ? એ છતાં પણ એ પ્રભુ તો વીતરાગને ? એ સાહ્યબી અને એ દ્ધિ એ આત્માઓને મુંઝવતી નથી. પ્રથમથી ભગવાન વીતરાગ નથી છતાં વિરાગી રહે છે માટે એમનું જીવન એ હાથ જોડવા લાયક.
પ્રશ્ન :- શ્રી તીર્થંકરદેવ શ્રી સંઘને નમસ્કાર કયા હેતુથી કરે છે ?
ઉ :- ભગવાન શ્રી તીર્થંકર દેવો કૃતકૃત્ય હોવા છતાં જેમ ધર્મ કથા કરે છે. તેમ જ્ઞાનાદિ ગુણોના સમુદાય રૂપ શ્રી સંઘને પણ નમસ્કાર કરે છે અને તેમાં ત્રણ હેતુઓ છે -
પહેલો હેતુ એ છે કે- અરિહંતપણું એટલે કે શ્રી તીર્થકરપણું પામવામાં શ્રી સંઘ એટલે કે તીર્થ એ હેતુ છે કારણ કે પ્રવચનવાત્સલ્ય આદિના યોગે જ તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય છે. વીસ સ્થાનકમાના
ઓછામાં ઓછા એક પણ સ્થાનકની આરાધના કર્યા વિના આજ સુધીમાં એકપણ તીર્થંકરદેવ થયેલા. નથી, થતા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ એ સુનિશ્ચિત છે. આથી જ શ્રી તીર્થંકરદેવ ગુણના સમુદાય રૂપ શ્રી સઘને નમસ્કાર કરે છે.
બીજો હેતુ એ છે કે લોકોનો સ્વભાવ એવો છે કે-પોતાના પૂજ્ય જેને પૂજે તેની પૂજા કરવાને તે
Page 43 of 191