________________
થઇ શકે છે ? અને કેવો મજબૂત રૂપે હોઇ શકે છે ? આથી જ્ઞાની ભગવંતો આ ત્રણે પ્રકારના રાગને પરિહરવાનું કહે છે.
દ્રષ્ટિરાગ એને કહેવાય છેકે સંસારમાં જે કુળ-જાતિ આદિમાં જન્મ્યા હોય તે કુલ, જાતિ, પરંપરાથી જે ધર્મો પોતાના કુળમાં ચાલતો હોય તે ધર્મ પ્રત્યેનો અત્યંત રાગ રાખીને પોતાનું જીવન જીવે અને આજ ધર્મ સાચો છે એવી વિચારણા રાખીને એ ધર્મ પ્રત્યેનો જે રાગ હોય છે તે દ્રષ્ટિરાગ કહેવાય છે. એવી જ રીતે કોઇ વ્યક્તિ પ્રત્યે કામરાગ અને સ્નેહરાગ થતાં થતાં અત્યંત રાગ પેદા થઇ જાય છેકે આખો દિવસ અને રાત એજ દેખાયા કરે. એવી જ રીતે અચેતન પદાર્થ પ્રત્યે પણ કામરાગ-સ્નેહરાગ થતાં થતાં અત્યંત રાગ પેદા થતાં દ્રષ્ટિરાગ રૂપે બની જાય છે અને દિવસ રાત એજ દેખાયા કરે ન દેખાય તો પણ મનમાં એનું જ રટણ રમ્યા કરતું હોય છે. આવા રાગને પણ દ્રષ્ટિરાગ રૂપે કહેવાય છે અને આવા રાગના. કારણે એ પદાર્થ જોવા ન મલે તો એના વિરહના વિચારોથી મૃત્યુ એટલે મરણ સુધી જીવો પહોંચી જાય છે આથી ભયંકર રાગ ગણાતો હોય તો તે આ દ્રષ્ટિરાગ ગણાય છે આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું કે જ્યાં સુધી આ ત્રણમાંથી કોઇપણ પ્રકારનો રાગ રહેલો હોય તો જીવો ક્ષાયિક ભાવે ગુણોની પ્રાપ્તિ કરી શકતા નથી. જેમ ચાર જ્ઞાનના ઘણી દ્વાદશાંગીના પ્રણેતા શ્રી ભગવાન મહાવીરના પ્રથમ ગણધર જેને સંયમ આપે એને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય આવી અનેક પ્રકારની લબ્ધિઓના સ્વામી હોવા છતાંય એક માત્ર ભક્તિરૂપે શ્રી ભગવાન મહાવીર પ્રત્યે એટલે પોતાના ગુરૂ પ્રત્યે પૂર્વ ભવોના ઋણાનુબંધની પરંપરાએ સ્નેહરાગના કણીયા ઉદયમાં ચાલતા હતા તેથી શ્રી ભગવાન મહાવીરની હાજરીમાં-પોતાના ગુરૂ ભગવંતની હાજરીમાં કેવલજ્ઞાન પામી ન શક્યા અર્થાત ગુરૂ ભગવંતના નિર્વાણ બાદ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે. આથી એ નિશ્ચિત છે કે જ્યાં સુધી જીવોના અંતરમાં છેલ્લામાં છેલ્લા સ્નેહરાગના પગલો ઉદય રૂપે રહેલા હોય છે
ત્યાં સુધી જીવો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શકતા નથી અને મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી શકતા નથી માટે સાયિકભાવે ગુણોની પ્રાપ્તિ થતી નથી એમ કહેવાય છે. આથી આ ત્રણે પ્રકારના રાગ પરિહરવાના એટલે ત્યાગ કરવાનું કહે છે. જેટલે અંશે એ રાગ ઓછા થતા જાય એટલે અંશે જીવો ક્ષયોપશમ ભાવે ગુણોની પ્રાપ્તિ કરી શકે છે અને એ ગુણોને ખીલવીને તેમાં સ્થિરતા પામી શકે છે. પછી ક્ષાયિક ભાવ પામી શકે છે.
(૮) સુદેવ (૯) સુગુરૂ (૧૦) સુધર્મ આદરૂં. સુદેવ કોને કહેવાય? કેવા હોય? કઇ રીતે થાય?
જે જીવોનાં રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે. એવા શ્રી અરિહંત પરમાત્મા કે જે આ અવસરપિણી કાળમાં ચોવીશ થયા છે. પૂર્વે અનંતા થયા છે. વર્તમાનમાં વીસ વિહરમાન વિચરે છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. તે જ એક દેવ તરીકે પૂજવા યોગ્ય છે અને તે સુદેવ કહેવાય છે.
આવા સુદેવ રૂપે તીર્થંકરપણું એ શી વસ્તુ છે ? શું ચીજ છે ? એ સુવિહિત શિરોમણિ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી તીર્થંકરપણાને સમજાવતાં માને છે કે
અતઃ પ્રકર્ષ સમાપ્તાવિયં ફ્લ મુત્તમમ્ |
તીર્થકૃત્વ સદૌચિત્ય-પ્રવૃત્મા મોક્ષ સાધનમ્ II 1 II. ભાવાર્થ :- શ્રી તીર્થંકરપણું એ પ્રકર્ષપણાને પામેલ પુણ્યાનુબંધી પુણ્યનું પ્રધાનદ્દ છે અને એ શ્રી તીર્થંકરપણું સદાય ઔચિત્યભરી પ્રવૃત્તિ દ્વારા મોક્ષને સાધનારૂં છે.
તીર્થકરના આત્માઓ મિથ્યાદ્રષ્ટિની દશામાં રહેલા હોય તો પણ બીજા આત્માઓ કરતા ઉત્તમ જ
Page 42 of 191