________________
આ ત્રણે રાગને છોડવાનો ઉધમ કરવો તે જ જરૂરી છે. જેથી મોહના મૂળિયા નબળા પડશે અને વાસ્તવિક તત્ત્વની પ્રાપ્તિ થશે અને સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદહું તે સાચું બોલાશે. તેથી “સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું' “કામરાગ-સ્નેહરાગ-દ્રષ્ટિરાગ પરિહરું' સાચું બોલાશે.
દુનિયામાં રાગી જીવો કેવા હોય છે અને એવા અનિષ્ટ રાગના ઉપાસક બનેલા આત્માની કેવી. દયાજનક દશા થાય છે એ દર્શાવવા માટે તથાહિ - અર્થાત - તે તલવરનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે એમ કહીને એ તલવરનું દ્રષ્ટાંત આચાર્ય મહારાજા પોતે જ ક્રમાવે છે.
મગધ દેશમાં આવેલા કોઇ એક સન્નિવેશ એટલે પાડામાં એક નંદન નામનો તલવર રહેતો હતો. તે તલવરને પ્રથમ શ્રી અને દ્વિતીય શ્રી નામની બે પત્નીઓ હતી. આ બે પત્નીઓ પૈકાની દ્વિતીય શ્રી નામની બીજી પત્ની ઉપર તે તલવર રક્ત બનેલો હોઇ તેણીના ઘરમાં જ તે તલવર રહે છે. કોઇ એક દિવસ તે તલવર પ્રથમ શ્રી નામની પત્નીને ઘેર ગયો અને તેણીએ તેને ઉચિત એવા સ્નાન આદિએ કરીને તે પોતાના પતિની સેવા કરી પોતાને ઘેર ઘણે દિવસે આવેલા પતિની સ્નાન આદિથી સેવા કર્યા પછી તેણીએ નાના પ્રકારના વ્યંજન ગુણે કરીને સહિત એવું ભોજન તૈયાર કર્યું એટલે કે અનેક શાક, દાળ, કઢી વગેરે વસ્તુઓ સહિતનું સુંદર ભોજન બનાવ્યું. એ ભોજન ઘણું જ સુંદર હોવા છતાં પણ તે તલવરના ચિત્તમાં તે ભોજન પૈકીની એકપણ વસ્તુ તરફ બહુમાન પેદા ન થયું. અર્થાત તેણીએ બનાવેલા સુંદરમાં સુંદર ભોજનની એકપણ વસ્તુ તેને રૂચિકર થઇ નહિ અને એથી જ તેણે પોતાની તે સ્ત્રી પ્રત્યે કહ્યું કે- જે દ્વિતીય શ્રીએ નથી રાંધ્યું તે શું ખાઇ શકાય ? અર્થાત્ દ્વિતીય શ્રીએ જે રાંધેલું ન હોય તે ખાવામાં સ્વાદ શી રીતિએ આવે ? મને એણીના રાંધેલા સિવાયનું ખાવામાં આનંદ નથી આવતો તે કારણથી તું તેણીના ઘેરજા અને
ના ઘરના કોઇપણ જાતિના શાકને લઇ આવ. પતિની આ આજ્ઞા થવાથી પ્રથમ શ્રી પોતાની પત્નીના ઘેર ગઇ અને તેણીની પાસે તેણીએ શાકની યાચના કરી. આ માંગણીના ઉત્તરમાં તે દ્વિતીય સ્ત્રીએ કહ્યું કેઆજે મેં રાંધ્યું નથી માટે મારે ત્યાં શાક ક્યાંથી હોય ? અર્થાત મ આજે રાંધ્યું નથી એટલે મારે ત્યાં શાક નથી. આથી પાછી આવીને પ્રથમ શ્રીએ તે વાત પોતાના પતિ તલવરને કીધી. આવો ઉત્તર મલવા છતાં ફ્રીથી પણ તે તલવરે પોતાની પ્રથમ શ્રી નામની પત્નીને કહ્યું કે-જે એમ હોય તો તેને ઘેર કાંઇ વધેલું આદિ હોય તો તે પણ માગી લાવ. આથી પ્રથમ શ્રીએ ફ્રીથી પણ તેણીના ઘેર જઇને તેણીની પાસે તેવા પ્રકારની વસ્તુની પણ માગણી કરી. એ માંગણીના ઉત્તરમાં પણ તે દ્વિતીય શ્રીએ કહ્યું કે- વધેલું પણ ચાકરોને આપી દીધેલું છે. એ કારણથી વધેલું પણ નથી. આ ઉત્તર સાંભળીને પાછી આવેલી તેણીએ પોતાના પતિને તે વાત પણ જણાવી કે-વધેલું કર્મ કરોને આપી દીધેલું તે કારણથી તેણીને ઘેર વધેલું પણ કાંઇ નથી. આ પ્રમાણે બનવા છતાં પણ રાગથી પરવશ બનેલા તેણે કહ્યું કે- જે કાંઇ કાંજી જેવું હોય તે પણ તું તેના ઘેરથી લાવ. આ જાતિની આજ્ઞા સાંભળવાથી પ્રથમ શ્રી પણ કષાય યુક્ત બની કષાય યુક્ત બનેલી. તણોએ બહાર જઇને તરત જ કરેલું તાજું વાછરડાનું છાણ કે જે તુવર અને ચણાથી મિશ્ર હતું તેને ગ્રહણ કર્યું અને ગ્રહણ કરીને ઉપર સંસ્કાર કરીને આ તેના ઘેરથી આણેલું છે. આ પ્રમાણે બોલતી તેણી તે વસ્તુ પોતાના પતિ પાસે લઇ ગઇ અને આપી, પોતાની પ્રિય એવી દ્વિતીય શ્રી નામની પત્નીએ બનાવેલું શાક છે એમ જાણવાથી તુષ્ટમાન થયેલા તે તલવરે આ શું છે એ પણ જોયા વિના અને સમજ્યા વિના ખાતો ખાતો. બોલવા લાગ્યો કે- “અહો મિષ્ટ અહો અહો ! રસ વિશેષ: અહો સુઝી ગુણ” અર્થાત્ અહો ! આ કેવું મીઠું છે અહો અહો આ કેવો રસ વિશેષ છે. અહો ! સુસ્ત્રીનો ગણ કેવો સુંદર હોય છે.
આના ઉપરથી એ વિચારો કે સ્નેહરાગ પણ જો આટલો જોરદાર હોય તો દ્રષ્ટિરાગ કેટલો જોરદાર
Page 41 of 191