SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઇ જ ન બને તો છેવટ વસ્તુને વસ્તુસ્વરૂપે માનનારા બનો તમે કદિ તીર્થયાત્રાએ પણ જાવ છો ખરા ? સભા જન્મમાં એકાદ વાર થાય તો ! બસ ! એક વારની તીર્થયાત્રા પણ કેમ કરો છો ? નામના માટે કે રિવાજને લઇને ? આત્માની શાન્તિ સાધવાને માટે કોઇવાર તીર્થયાત્રા કરી છે ? તીર્થયાત્રાએ નીકળતા હો તોય સુસાધુઓનો ભેટો થઇ જાય અને ધર્મનો ખ્યાલ આવે. દરેક વર્ષમાં અમૂક દિવસો તો તીર્થયાત્રાએ અથવા તો જ્યાં સુસાધુઓ હોય ત્યાં જવું, એવું નક્કી કરો અને સુસાધુઓની પાસે જઇને ધર્મની ચર્ચા કરો તોય ઘણો લાભ થાય. કરવું કાંઇ નહિ અને વાતો મોટી કરવી, એનો અર્થ કાંઇ નથી. તમે પાપનો સર્વથા ત્યાગ કરીને ધર્મમય સાધુજીવન જીવી શકતા હો, તો પણ નીતિથી જ વર્તવ, બીજાના દુ:ખમાં બને તેટલા ઓછા નિમિત્તરૂપ બનવું, બને તેટલા સદાચારો સેવવા, રોજ શ્રી જિનપૂજન તથા અમૂક પચ્ચખ્ખાણ કરવું, સામાયિક કરવું, સ્વાધ્યાય કરવો, પ્રતિક્રમણાદિ કરવું અને પર્વતિથિ ઉપવાસાદિ તપ પૂર્વક પૌષધ કરવો. એ તો કરી શકોને ? રોજ બધા જિનપૂજા કરે તો શ્રી જિનમન્દિર પણ સ્વચ્છ અને સુન્દર રહે. સંયમની ભાવના કેળવો તો આ બને. સર્વવિરતિધર ન બનાય તો દેશવિરતિધર બનો અને તેય ન બનાય તો છેવટ વસ્તુને વસ્તુસ્વરૂપે માનનારા બનો ! વસ્તુને વસ્તુસ્વરૂપે માનનારા બનશો, તોય આ ભવમાં નહિ તો આગામી ભવોમાં સંયમની આરાધના કરી શકશો. આપણા દેવ વીતરાગ અને ગુરૂ નિગ્રન્થ, એથી સમજો કે-આપણું ધ્યેય વીતરાગ બનવાનું અને વીતરાગ બનવાનો શ્રેષ્ઠ ઉપાય નિગ્રન્થ બનવું તે ! જૈનત્વ પામો તો આ વસ્તુ જચે અને વીતરાગતાને પમાડનારૂં નિગ્રન્થપણું તમે પ્રયત્નપૂર્વક પામી શકો. તમે સાચા જૈન બનો અને તમારી કલ્યાણકામના ફ્ળો, એજ એક શુભાભિલાષા ! હવે ૧૭. જ્ઞાન વિરાધના, ૧૮. દર્શન વિરાધના અને ૧૯ ચારિત્ર વિરાધના. આ ત્રણ બોલનું વર્ણન શરૂ કરાય છે તેમાં ૧૭મું જ્ઞાન વિરાધના. ૧૭. જ્ઞાન વિરાધના આ પ્રમાણે મિથ્યાત્વના ત્યાગપૂર્વક શ્રી સમ્યગ્દર્શનની આરાધના કરનારાઓએ નિઃશંકત્વ વગેરે આઠ આચારો દર્શનાચારના જાણવાયોગ્ય છે, અને કાળ અધ્યયન વગેરે આઠ આચારો જ્ઞાનાચારના પણ જાણવા યોગ્ય છે. તેમાં પ્રથમ શ્રુતજ્ઞાનના આઠ આચારો વિચારાય છે તે આ પ્રમાણે (૧) કાળવેદિ એટલે કાળને જાણનાર અકાળે સ્વાધ્યાય, અનધ્યાય દિવસને છોડી સ્વાધ્યાય કરવો તે કાળાધ્યયન આચાર છે. (૨) જાતિ વગેર મદ તથા નિંદા વગેરેના ત્યાગપૂર્વક ગુરુના વંદન વગેરેનો ઉપચાર કરવાથી વિનયાચાર. (૩) શ્રુતજ્ઞાનમાં ગુરુના વિષયમાં આહારનો પ્રબંધ-વ્યવસ્થા વિશેષ કરવો તે બહુમાન આચાર. (૪) શ્રુતજ્ઞાન ભણવાના વખતે યથાયોગ્ય નિવિ, આંબિલ વગેરે તપો વિધાન કરવું તે ઉપધાન આચાર.(૫) ‘મેં જાતે જ શ્રુતભણ્યું છે’ અથવા અમુક યુગપ્રધાન આચાર્યની પાસે વગેરે ન કહેવા વડે પોતાના ગુરુનો અનિહવ કરવો એટલે છૂપાવવા નહિ તે અનિહવ આચાર છે. (૬) જેનાવડે અર્થ પ્રગટ થાય તે વ્યંજન તે આગમિક સૂત્ર છે, તે આગમિક સૂત્રને માત્રા અક્ષર બિંદુ વગેરેથી વધારે, ઓછો ઉચ્ચાર કરવાથી, પ્રાકૃત અથવા સંસ્કૃત ન કરવાવડે ‘ નો મંગલ મુવિટ્ટુ હિંસા સંનનો તવો” વગેરેની જગ્યાઓ ‘પુન્ન ભાળ સુવોરાં ત્યા સંબન બિન્ગતિ વગેરે પર્યાયવાચી શબ્દો વડે ફેરફાર ન કરે તે વ્યંજનાચાર. Page 126 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy