SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ચીકાસ યુક્ત શરીરના અવયવો જેમ ધૂળથી ચોંટે છે. ખરડાય છે. તેમ રાગ દ્વેષથી ઘેરાયેલાને કર્મ બંધન થાય છે.' (૧) તથા જીવ જે સમ્યગ્દર્શન પામતો નથી અને તે સમકિત પામ્યા પછી પણ જે સંવેગના રંગે રંગાતો નથી, તથા જે વિષયોનો વૈરાગ્ય પામતો નથી. તેમાં રાગ દ્વેષજ કારણ છે (ઉપદેશ માળામાં કહ્યું છે કે) ‘ જે સમ્યક્ત્વ પામતો નથી. અને વિષય સુખોમાં આસક્ત થાય છે. તે રાગ દ્વેષના દોષના કારણે છે.’ (૧) માટે આ રાગ દ્વેષને આધિન ન થવું. ‘ઘણા ગુણોનો નાશ કરનાર સમ્યક્ ચારિત્ર ગુણનો વિનાશ કરનાર પાપી રાગ દ્વેષને આધિન ના થવું.’(૧૨૫) દુશ્મન પણ જે ન કરે તે રાગ દ્વેષ કરે છે. કહ્યું છે કે સમર્થ દુશ્મન પણ સારી રીતે વિરાધવા-હેરાન કરવા છતાં જે અહિત ન કરી શકે તે અનિગ્રહિત-બેકાબુ રાગદ્વેષ કરે છે (૧૨૬) આ લોકમાં તકલીફ, અપયશ અને ગુણવિનાશ કરે છે. તથા પરલોકમાં શારીરિક અને માનસિક દુઃખો પેદા કરે છે. (૧૨૭) ધિક્કાર હો અહો ! તે અકાર્યને, રાગદ્વેષ વડે અતુલ કટુક રસરૂપ ફ્ળ ભોગવવું પડે છે એમ જાણવા છતાં જીવ તેને જ સેવે છે.(૧૨૮) જો રાગ દ્વેષ ન હોય તો દુઃખ કોણ પામે ? સુખથી કોણ વિસ્મિત-આશ્ચર્ય પામે ? અને કોઇ પણ મોક્ષમાં જોડાય નહિ. (૧૨૯) તથા સાધુપણાનો સાર સમતા જ છે કહ્યું છે કે ‘ મુંડાવા માત્રથી સાધુ નથી થવાતું ૐ કાર બોલવા માત્રથી બ્રાહ્મણ થવાતું નથી, વન-જંગલમાં રહેવા માત્રથી કંઇ મુનિ થવાતું નથી અને ઘાસના કપડા પહેરવાથી તાપસ થવાતું નથી (૧) પણ સમતા વડે જ શ્રમણ થવાય છે, બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ કહેવાય છે. જ્ઞાન વડે મુનિ થાય છે અને તપ વડે તાપસ થાય છે.’ (૨) તથા ચારિત્ર સામાયિક રૂપ છે અને સામાયિક સમતા વડે જ થાય છે. કહ્યું છે કે ‘ જે ત્રસ, અને સ્થાવર રૂપ સર્વ જીવો પર સમભાવવાળો હોય તેને સામાયિક હોય છે. એમ કેવલિ ભગવંતોએ કહ્યું છે (૧)' અને સમતા રાગ દ્વેષના ત્યાગથી જ હોય શકે માટે તે રાગ દ્વેષનો ત્યાગ કરવો. તથા દ્વેષથી ઘેરાયેલ મનોવૃત્તિવાળાનું જ્ઞાન પણ નકામું છે. કહ્યું છે કે ‘તે જ્ઞાન નથી કે જેનો ઉદય થવા છતાં રાગ સમૂહ પ્રકાશિત રહે. સૂર્યનાં કિરણો આગળ અંધકારને ઊભા રહેવાની જગ્યા ક્યાંથી હોય ?' જ્ઞાન અને દર્શન સાથે જ રહેવાથી-જ્ઞાનનો નાશ થવાથી દર્શનનો પણ નાશ થાય છે. તથા રાગ દ્વેષથી પરાજિત થયેલ મનોવૃત્તિવાળાઓનો તપ પણ સાર્થક થતો નથી, કહ્યું છે કે ‘ જો રાગ દ્વેષ હોય તો પછી તપની શી જરૂર છે ? અને તે રાગ દ્વેષ જ નથી તો પછી તપની શી જરૂર છે ? (૧)' આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, રાગ, દ્વેષ રૂપ શત્રુઓથી પકડાયેલાના સાર્થક થતા નથી. માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના કેવળજ્ઞાન રૂપ ફ્ળને ઇચ્છનારાઓએ સર્વથા રાગ દ્વેષ છોડવા જ જોઇએ. ત્રણ ઠંડ અને સિ (૩) ચારિત્રરૂપ ઐશ્વર્યનો જેના વડે અપહરણ કરવા રૂપ દંડવડે જે જીવ દંડાય તે દંડ કહેવાય. એટલે જીવને ચારિત્રરૂપ ઐશ્વર્યનો અપહરણ કરવા રૂપદંડ જેનાવડે થાય તે દંડ કહેવાય. તે દંડ ખરાબરીતે પ્રયોજેલ-ઉપયોગ કરેલ મન, વચન કાયારૂપ છે. તેનો સ્વાધિન સુખના ઇચ્છુકોએ નિયંત્રણ કરવું જોઇએ. શિરચ્છેદ કારક દુશ્મન જે અહિત ન કરી શકે તેવું અહિત આ દુષ્પ્રયોજિત પોતાના દંડોજ આત્માનું અહિત လွှဲ કરે છે. શ્રી ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ‘ ગળુ કાપનાર દુશ્મન જે અર્થ-નુક્શાન કરી શકતો નથી તે નુક્શાન દ્રવ્યમુનિને પોતાની દુષ્ટાચારરૂપી પ્રવૃત્તિરૂપ દુરાત્મા કરે છે. જ્યારે તે મૃત્યુમુખને પામશે. ત્યારે તેને ખ્યાલ આવશે કે દયા રહિત એટલે સંયમ રહિત તે પશ્ચાતાપ કરનારો થશે.' કાપી-છેદી નાખનારો શત્રુ જે અહિત નથી કરતો ત પોતાનો દુષ્પ્રયોજિત-દુષ્ટ દંડવાળો આત્માજ અહિત કરે છે. તે દયા વગરના Page 138 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy