________________
અને કાં તો સંસારને તજવાની ઇચ્છાવાળો હોવો જોઇએ. આથી એ સ્પષ્ટ છે કે-સંસારને તન્યા પછી પણ જે સંસારની પુષ્ટિ કરે છે, તે તો વળી મહાઅજ્ઞાની છે. અસ્તુ : તત્ત્વજ્ઞાનની તાલાવેલી
એટલી મોટી ઉંમરે ધર્મ પામ્યા પછીથી, શ્રી કુમારપાલે તત્ત્વજ્ઞાનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. તેમનામાં સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ્યો, એટલે એટલી ઉંમરે પણ તેમનામાં તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની તાલાવેલી જાગી અને એથી જ તે તત્ત્વોનો સુંદર અભ્યાસ કરી શક્યા. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે અને સામગ્રી મુજબ તત્ત્વજિજ્ઞાસા પ્રગટે નહિ, એ બને નહિ. તમે ય શ્રદ્ધાળુ છો ને ? તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની તમને તો ઘણી ઘણી ઇરછા હશે ને ? માત્ર સંયોગની પ્રતિકૂળતા, સામગ્રીની ખામી, એ કારણે જ તમે તત્ત્વજ્ઞાનથી વંચિત રહ્યા છો અને વંચિત રહો છો. એમ માનું ને ?
સ0 એમ તો નહિ. - આજે તો તત્ત્વના નિર્ણયની વાત આવે, તો કહેનારા કહી દે છે કે- “આપણે એ વાતમાંપડીએ. કરીએ નહિ. એ ઝઘડામાં આપણું કામ નહિ. આ સાચું અને આ ખોટું -એવી ભાંજગડ આપણને પસંદ નહિ. સાધુ તો નવરા, તે એવી વાતો કર્યા કરે !' આવી આવી રીતિએ તત્ત્વનિર્ણયની વાતમાં બોલનારાઓ, એ સમ્યગદર્શન ગુણને પામેલા તો નથી, પણ સમ્યગ્દર્શન ગુણની ય ઠેકડી કરનારા છે. તેવાઓ જ્ઞાન અને જ્ઞાની-ઉભયની આશાતનાના પાપમાં પડે છે. પોતાની હીનતત્ત્વતા અને દુન્યવી અનુકૂળતાઓની લાલસા આદિના યોગે, “સાચું શું અને ખોટું શું?' –એની જાહેરાત ન થઇ શકતી હોય, તો પણ તેવા આત્માઓએ સાચું શું અને ખોટું શું ?' –એને જાણી લેવાનો શક્ય પ્રયત્ન કરવો જોઇએ અને ઉન્માર્ગનું ઉન્મેલન તથા સન્માર્ગનું સ્થાપન કરવામાં પોતાની શક્તિઓનો સદુપયોગ કરી રહેલાઓની મુંગે મુંગે પણ અનુમોદના કરવી જોઇએ. “સાચું શું અને ખોટું શું ?” -તેનો નિર્ણય કરવાજોગી પોતાનામાં શક્તિ-સામગ્રી ન હોય અને એથી સાચા-ખોટાનો નિર્ણય પોતાનાથી કરી શકાય તેમ ન હોય, તે છતાં પણ એને ભાંજગડ ને કજીયો વિગેરે કહી નાખવાના ભયંકર પાપથી તો પાપભીરુ આત્માઓએ અવશ્ય બચી જવું જોઇએ. જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો હોય, તેને તો પ્રસંગ પડ્યું તત્ત્વશું છે તે જાણવાની ખાસ ઇચ્છા થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે ક્રમાવ્યું છે તે જ સાચું અને શંકા વિનાનું છે. એવું માનનારને, ભગવાન શ્રી. જિનેશ્વરદેવોએ શું માવ્યું છે એ જાણવાની શક્તિ-સામગ્રી મુજબ ઇચ્છા ન જ થાય, એ બને કેમ ? તત્ત્વને જાણવાનો પ્રયત્ન કરવા છતાં પણ ન સમજાય તો એને, એ પોતાના જ્ઞાનાવરણીયનો ઉદય માને અને “ભગવાન શ્રી જિનેશ્વરદેવના દર્શનાદિથી મારું એ પાપ પણ ટળો.” –એવી એને ઉર્મિ પ્રગટે. તત્વજ્ઞતાની પણ જરૂર
સુસાધુધર્મના પાલનને માટે જેમ પાપમય વ્યાપારોના પરિત્યાગમાં ઉધુક્તતા આદિ આવશ્યક છે, તેમ એ ગુણમય દશાને પ્રાપ્ત કરવાને માટે, અવગતતત્ત્વતા પણ ખૂબ જ જરૂરી છે. આત્મા સાચા સ્વરૂપમાં તત્ત્વજ્ઞ બને, તો આપણે વર્ણવી આવ્યા એ ગુણો ઘણી જ સહેલાઇથી મેળવી શકે છે. તત્ત્વજ્ઞતાનો અભાવ, એ પણ જરૂરી ગુણોને પામવામાં ખૂબ જ અંતરાય રૂપ છે. તત્ત્વજ્ઞાનનો અભાવ હોય, તે છતાં પણ જો તત્ત્વજ્ઞની નિશ્રા સ્વીકારાય, તો તો આત્મા સુસાધુધર્મના સુંદર પાલન માટેની યોગ્યતાઓને પામી પણ જાય : પણ જો એવી નિશ્રાય ન પમાય અગર તો ન મેળવાય, તો વર્ણવાએલી લાયકાતોમાંની એક પણ લાયકાત.
Page 92 of 191