________________
એટલે કે-તત્ત્વથી અજ્ઞાન એવા લોકોના સમૂહના જેવાજ થઇ, તેઓમાં રહેલી તત્ત્વજ્ઞતા પણ નાશ પામી જાય છે.”
આથી
એ વાત ઘણી જ સહેલાઇથી સમજી શકાય તેમ છે કે-તત્ત્વજ્ઞાનીઓ એકાંતે સ્વ અને પરના કલ્યાણના જ રસીયા હોવાથી, તઓના ચિત્તમાં નકામા વિચાર પણ આવતા નથી. નકામા એટલે જેનું કાંઇ પણ સુંદર ફ્ળ ન હોય અને સુંદર અર્થ ન હોય તથા વાસ્તવિક લાભ ન હોય, એવી જાતિના જે વિચારો તે તેઓના હૃદયમાં આવતા જ નથી. તત્ત્વજ્ઞાની આત્માનો આજ મુખ્ય ગુણ છે, તે છતાં પણ કદાચ સદ્ભાવનાઓથી અભાવિત દશામાં તેવા આત્માઓના અંતરમાં પણ તેવા વિચારો આવી જાય, છતાં પણ તે વિચારો તે પુણ્યાત્માઓના હોઠ ઉપર તો ન જ આવે, એટલે કે-તેવા વિચારો તેઓ બોલી ન જાય. અને કદાચ અતત્ત્વજ્ઞજનોના સંસર્ગના યોગે તેવા અયોગ્ય વિચારો તેવાઓના અંતરમાંથી બહાર નીકળી પણ
જાય, પરંતુ તે આત્માઓ હેતુવિનાની અયોગ્ય આચરણા તો ન જ કરે અને કરે તો તે તત્ત્વજ્ઞાની પણ નહિ
જ.
તે કારણથી
“ तत्ववेदिष्वात्मनोऽन्तर्भावमभिलषता सकलकालं सर्वेण स्वविकल्पजल्पाचरणानां
सार्थकत्वं રત્નત परिचिन्तनीयम्, तद्वेदिनां च पूरत: कीर्तनीयम्, તેહિ निरर्थकेष्वप्यात्मविकल्पजल्पव्यापारेषु सार्थकत्वबुद्धिं कुर्वन्तमनुकम्पया वारयेयु!”
“પોતાનો અંતર્ભાવ તત્ત્વવેદિઓમાં કરવામાં ઇચ્છતા સર્વ કોઇ આત્માએ સદાય પોતાના વિકલ્પો, જલ્પો અને આચરણો, એટલે કે-વિચારો, ઉચ્ચારા અને આચારોના સાર્થકપણાનું પરિચિંતન યત્નપૂર્વક કરવું જોઇએ અને વિચારો, ઉચ્ચારો તથા આચારોના સાર્થકપણાને જાણતા પુણ્યપુરૂષોની આગળ તેનું કીર્તન કરવું જોઇએ કે-જેથી તે પરમ ઉપકારી પુણ્યાત્માઓ નિરર્થક એવા પોતાના વિકલ્પોમાં, જલ્પોમાં અને વ્યાપારોમાં સાર્થકબુદ્ધિને કરતા આત્માને અનુકંપાના યોગે રોકે.”
આ રીતિએ
એકે એક વિચારની, એકે એક ઉચ્ચારની અને એકે એક આચારની સાર્થકતાનો નિરંતર વિચાર કરવાથી તથા તે સઘળાય વિચારો, ઉચ્ચારો અને આચારોનું પરીક્ષણ તત્ત્વવેદી તારકો પાસે કરાવી તે તારકોની આજ્ઞા મુજબ વર્તવાથી, આપણે પણ તેવા શુદ્ધ તત્ત્વવેદી બનીને શુદ્ધ ઉન્નત જીવન જીવતા થઇ શકીશું અને પરિણામે અનંત સુખના ધામ રૂપ મુક્તિસ્થાને આપણા આત્માને પહોંચાડી શકીશું. આ સઘળા ઉપરથી
સમજી શકાશે કે-અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ જે પુણ્યાત્માઓ ‘સુખ દુઃખનો કર્તા આત્મા પોતેજ છે.' -એમ માની જેના જેના યોગે દુઃખ થાય છે, એટલે કે-જે જે દુઃખનાં કારણો છે તેને તેને નિવારવાનો પ્રયત્ન કરનારા છે, તે બધા જ આત્માઓ તત્ત્વજ્ઞાની છે. એવી જ રીતિએ પૌદ્ગલિક સુખોમાં નહિ મુંઝાતાં અને તેવાં દુ:ખોથી નહિ અકળાતાં, એ સુખદુઃખનાં સાધનો શોધી એના નાશ માટે ઉચિત પ્રયત્ન કરે, તે વળી મહાતત્ત્વજ્ઞાનીઓ છે.
(પ્રશ્ન - સંસારમાં રહીને પણ તત્ત્વજ્ઞાની થઇ શકાય કે નહિ ?)
સંસારમાં રહેલો આત્મા તત્ત્વજ્ઞાની થઇ શકે છે, પણ સંસારમાં રહેવાની ઇચ્છાવાળો આત્મા તત્ત્વજ્ઞાની થઇ શકતો નથી. તત્ત્વજ્ઞાની થવાની ઇચ્છાવાળા આત્માએ કાં તો સંસારને તજેલો હોવો જોઇઅ
Page 91 of 191