________________
વસ્તુ
છે.
અર્થરાગ અને કામરાગ, એ બન્ને પ્રકારના રાગો અપ્રશસ્ત છે, જ્યારે મોક્ષરાગ તથા મોક્ષના સાધનભૂત ધર્મનો રાગ એ પ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગ આત્માને વિવેકાન્ધ બનાવે છે અને પ્રશસ્ત રાગ આત્માને સુવિવેકી બનાવે છે. રાગ અને દ્વેષ-એ કષાયના ઘરની વસ્તુઓ છે, પણ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ આત્માને કષાયથી સર્વથા મુક્ત બનાવવામાં સહાયક થાય છે. આપણું ધ્યેય વીતરાગ બનવાનું છે, કષાયરહિત દશાને પ્રાપ્ત કરવી એ આપણી નેમ છે, પણ એ સ્થિતિએ પહોંચવાનો ઉપય અપ્રશસ્ત રાગ-દ્વેષને કાઢવા અને જે રાગ-દ્વેષ હોય તેને પ્રશસ્ત બનાવવા એ છે. જ્યાં સુધી આત્માના રાગ-દ્વેષ પ્રશસ્તપણાને ન પામે, ત્યાં સુધી સુવિવેકમય મુક્તિસાધક વર્તન થવું, એ શક્ય જ નથી. પ્રશસ્ત રાગ-દ્વેષનો વિરોધ, એ તો વસ્તુતઃ મુક્તિના સાધનનો જ વિરોધ છે. આજે અર્થરાગ અને કામરાગથી ઘેરાએલાઓ પ્રશસ્ત રાગની નિન્દા કરે છે : કારણ કે અર્થરાગે અને કામરાગે તેમને ઉન્મત્ત બનાવ્યા છે. કલ્યાણના અર્થિઓએ તો સમજવું જોઇએ કે-અર્થરાગ અને કામરાગથી પરાઙમુખ બનવું અને મોક્ષના તથા મોક્ષસાધક ધર્મના રાગી બનવું, એ જ ક્લ્યાણનો માર્ગ છે.
કામરાગે જ લલિતા રાણીને શ્રીધરના રૂપને જોતાં કામવિવશ બનાવી દીધી. એ કામવિવશતાને અંગે તે પોતાના શીલધર્મને ચૂકી ગઇ અને કામભોગના હેતુથી જ તેણીએ શ્રીધરને પોતાના મહેલમાં બોલાવ્યો. વિચાર કરો કે-એક કામરાગના જ પ્રતાપે તે પોતાના સ્વામી પ્રત્યેની વાદારીને પણ ચૂકી ગઇ. જે સ્વામિના યોગે પોતે મહારાણીપદને ભોગવી રહી છે, અનેક પ્રકારની સુખસાહ્યબીને ભોગવી રહી છે, તે સ્વામી પ્રત્યેની વફાદારી ઉપર છીણી ફેરવતાં પણ તેને આંચકો આવતો નથી. આ કયી દશા ? ખરેખર, આવી જ રીતિએ દુનિયાદારીના રાગમાં ફ્લેલા સાધુવેષધારિઓ પોતાના સ્વામી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રતિ બીનવાદાર બને છે. દુન્યવી લાલસાના યોગે માનપાનાદિની ખાતર આજે કેટલાકો સ્વામી પ્રત્યે બેવાદાર બન્યા છે. સ્વામી પ્રત્યે વફાદાર તે જ રહી શકે છે, કે જે પોતાના સ્થાનને પ્રતિકૂળ એવી ઇચ્છાથી પણ પર રહે છે. સતી સ્ત્રી માટે પરપુરૂષ પ્રતિ કામરાગની દ્રષ્ટિ, એ પણ ભયંકર વસ્તુ છે. એ જ રીતિએ સાધુઓને માટે માનપાનાદિને પ્રાપ્ત કરવાની અભિલાષા એ પણ કારમા અનર્થનું મૂળ છે. પછી સાધુવેષ રહી જાય અને સાધુતા ભાગી જાય, તો એમાં જરા પણ નવાઇ પામવા જેવું નથી. કામરાગ અને સ્નેહરાગનું પરિણામ ઃ
આ રીતિએ આ અનંત ઉપકારીઅ આપેલું તલવરનું દ્રષ્ટાંત અને એ દ્રષ્ટાંતનો કરેલો ઉપનય કલ્યાણના કામી આત્માઓએ ખુબ ખુબ વિચારવા જેવો છે. તલવરનું દ્રષ્ટાંત કામરાગ અને સ્નેહરાગને વશ પડેલાની દયાજનક દુર્દશાનો ચિતાર આબાદ રજુ કરે છે. કામવશ અને સ્નેહવિવશ પુરૂષ, કેવો અને કેટલો પરવશ બની જાય છે એ આપણે તલવરના દ્રષ્ટાંતમાં સારી રીતિએ જોયું. તાજું છાણ માત્ર મસાલો નાખીને ગરમ કરેલું એ પણ પોતાની પ્રિય પત્નીના નામે આવ્યું એટલાજ કારણે એને સુંદર અને સ્વાદિષ્ટ લાગ્યું ! જ્યારે પોતાની જ પત્ની ‘પ્રથમશ્રી’ એ બનાવેલું સુંદરમાં સુંદર ભોજન પણ તેને સુંદર પણ ન લાગ્યું અને સ્વાદિષ્ટ પણ ન લાગ્યું ! આના જેવી કામપરવશતા અને સ્નેહવિવશતા બીજી લાવવી ક્યાંથી ? પણ આતો એક સામાન્ય માત્ર નહિ જેવુંજ દ્રષ્ટાંત છે, બાકી કામરાગ અને સ્નેહરાગને શરણે થયેલા પામરોની આવી આવી કરૂણાજનક દુર્દશાઓના બનાવોની આ વિશ્વમાં કોઇ પણ કાળે કમીના નથી હોતી. આ ઉભય નાશક રાગની પરવશતાથી થઇ રહેલી દુર્દશાનો ઇકરાર કરતાં પ્રભુની સ્તવનામાં પણ શ્રી જિનવિજયજી
Page 33 of 191