________________
લક્ષ્ય રાખીને પ્રયત્નમાં આગળ વધાય અને એ ક્ષાયિક ભાવ પેદા થાય એ માટે જ જેમ સમકીત મોહનીય
પરિહરૂં કહીએ છીએ તેમ મિશ્ર મોહનીય પરિહરૂં જ બોલવાનું છે. આ બેને કાઢવા માટે એમના બાપની જગ્યાએ રહેલા મિથ્યાત્વને પણ કાઢવાનો પ્રયત્ન કરવાનો છે આથી મિથ્યાત્વ મોહનીય પરિહરૂં કહેવાય
છે.
મિથ્યાત્વ મોહનીય બાપના સ્થાને એટલા માટે કહેવાય છે કે મિથ્યાત્વ સત્તામાંથી સંપૂર્ણ ગયા વગર મિશ્ર મોહનીયના પુદ્ગલો જતા નથી અને મિશ્ર મોહનીય ગયા વગર સમકીત મોહનીયના પુદ્ગલા જતા જ નથી માટે તે બાપના સ્થાને કહેવાય છે. મિથ્યાત્વ સત્તામાં રહેલું હોય તો મિથ્યાત્વના ઉદયકાળમાં જીવો અસંખ્યાતકાળ રહે તો સમકીત અને મિશ્ર મોહનીયના પુદ્ગલોને પોતાના સ્વરૂપે મિથ્યાત્વરૂપે પણ કરી શકે છે આથી પણ એ બાપ કહેવાય છે.
મિથ્યાત્વ નામના દોષનું વર્ણન
આત્માના અનાદિ સિધ્ધ શત્રુઓમાં મિથ્યાત્વ એ કારમો અંધકાર છે એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાદેય, નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય તથા નથી જાણી શકતો કરણીય કે અકરણીય. એજ કારણે એ કારમા અંધકાર રૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે
મિથ્યાત્વેનાલીઢા ચિત્તા નિતાન્ત, તત્વાતત્વ જાનતે નૈવ જીવાઃ ।
કિં જાત્યન્ધા: કુન્નચિત્ વસ્તુ જાતે રમ્યા રમ્ય વ્યક્તિમસ્સા દવેયુઃ || ૧ II
ભાવાર્થ :- એકાન્તે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો તત્વને અને અતત્વને જાણતા જ નથી કારણકે જાત્યન્ધ આત્માઓ શું કોઇપણ વસ્તુના સમુદાયમાં આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે એવા વિવેકને પામી શકે છે ? અર્થાત્ નથી જ પામી શકતા એજ રીતિએ મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્વાતત્વનો વિવેક નથી કરી શકતા આજ હેતુથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા મિથ્યાત્વને પરમ રોગ તરીકે પરમ અંધકાર તરીકે પરમ શત્રુ તરીકે અને પરમ વિષ તરીકે ઓળખાવીને એની અચિકિત્સ્ય દશાનું વર્ણન કરતા ફરમાવે છે કે
મિથ્યાત્વ પરમં રોગો મિથ્યાત્વ પરમં તમઃ । મિથ્યાત્વ પરમં શત્રુ ર્ મિથ્યાત્વ પરમ્ વિષમ્ ॥ ૧ ॥ જન્મન્યેકત્ર દુઃખાય રોગો ધ્વાન્ત રિપુર્વિષમ્ ।
અપિ જન્મ સહસ્ત્રેષુ મિથ્યાત્વ મચિકિત્સિતમ્ ॥ ૨ ॥
ભાવાર્થ :- મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે. રોગ-અંધકાર-શત્રુ અને વિષ એ તો માત્ર એક જન્મને વિષે દુઃખને માટે થાય છે પણ મિથ્યાત્વ તો હજારો જન્મને વિષે અચિકિત્સ્ય છે એટલે એનો વિપાક આત્માને હજારો ભવા
સુધી ભોગવવો પડે છે. આ ઉપરથી સમજી શકાશે કે- શરીરમાં ઉત્પન્ન થતો રોગ-દ્રષ્ટિમાં આવતો અંધકાર સામે દેખાતો શત્રુ અને આપણે જોઇ શકીએ છીએ તે વિષ જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ
Page 13 of 191