________________
માટે એને એવી રીતે આકર્ષિત કરવો કે જેથી તારી છોકરી પર અનુરાગી બનીને દરરોજ આપણા ઘરે આવતો રહે. આ પ્રમાણે શીખવાડાયેલી તે નટની સ્ત્રીએ પોતાના ઘરે રોજ આવતા સાધુને પોતાની બે દીકરીઓ દ્વારા એવો લલચાવ્યો કે જેમ કાચો માટીનો ઘડો પાણી વડે ફૂટી જાય તેમ છોકરીઓના હાવભાવવડે પતિત થયેલો તે ગુરુને અવગણી દીક્ષા છોડી દારુ, માંસ ન વાપરીશ એવી પ્રતિજ્ઞા કરી તે છોકરીઓ સાથે લગ્ન કરી તેમનાજ મકાનમાં રહ્યો.
હવે એક વખત નાટક મંડળી લઇ રાજમહેલમાં નાટક કરવા ગયો. ત્યારે રાજા જુગાર અને શિકારમાં વ્યસ્ત હોવાથી તેને પાછું આવવું પડ્યું, તે વખતે તેની બે સ્ત્રીઓ પોતાના પતિને રાજમહેલમાં ઘણો ટાઇમ લાગશે એમ સમજી દારુ પીધો, તે પીવાથી મદોન્મત્ત થયેલી જેવા તેવા શરીરવાળી થયેલી જોઇ, વિષયોથી વિરક્ત થયેલો તે વિચારવા લાગ્યો કે ‘ ધિક્કાર છે, મને કે જે મેં એકાંતે હિતકારી શ્રી ગુરુદેવના ચરણોની આરાધના છોડી આવા (નીચે) સ્વભાવવાળી આ બે સ્ત્રી પર રાગ કરી, મોક્ષના કારણ રૂપ શ્રી સર્વવિરતિની આરાધના રૂપ દીક્ષાને નકામી હું હારી ગયો, માટે હજુ પણ તેનો સ્વીકાર કરવા (દ્વારા) પૂર્વક તેની આરાધના કરવા દ્વારા મારા કર્મરૂપી વનને બાળું-જલાવું.' એમ વિચારી મકાનમાંથી નીકળતો હતો, તે વખતે નટની પ્રેરણાથી તેની બે સ્ત્રીઓ જીવવા માટે આ જીવિકા માંગવા લાગી, ત્યારે પાંચસો રાજકુમારના પાત્રવાળું શ્રી ભરત ચક્રવર્તીનું નાટક રચી, સાત દિવસ સુધી રાજદરબારમાં ભજવતા-ભજવતા આરિસા ભુવનમાં ભરત ચક્રવર્તીનો પ્રવેશ થયો ત્યાં સુધી આવ્યું, આરિસા ભુવનમાં પ્રવેશ કર્યો પછી આંગળીમાંથી રત્નની વીંટી પડી જવાના કારણે ભરત મહારાજાની જેમ શરીરની અસારતા વગેરેને વિચારતા-ભાવના ભાવતા કેવલજ્ઞાન પામ્યા. ત્યાર બાદ સાધુલિંગ સ્વીકારી રાજા વગેરેને પ્રતિબોધી પાંચસો રાજકુમારોને ચારિત્ર આપી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા પૃથ્વી પર વિહરવા લાગ્યા, જેમ આ મહાત્મા એ પહેલા માયાપિંડ લીધો. તેમ બીજા મુનિપુંગવોએ ન લેવો, એ પ્રમાણે માયાપિંડનું સ્વરૂપ કહ્યું.
(૧૦) હવે લોભપિંડનું સ્વરૂપ કહે છે તે આ પ્રમાણે - ‘આજે ઘીથી લચપચતા મીઠાલાડુ વગેરે વહોરીશ' એવા આશયપૂર્વક લાંબા વખત સુધી ફરવું તે લોભપિંડ, આમાં સિંહ કેશરીયા લાડુવાળા સાધુનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે.
ચંપા નગરીમાં એક તપસ્વી સાધુ પારણાના દિવસે સિંહ કેશરીયા લાડુ વહોરવાની ઇચ્છાવાળા કોઇ ક ઉત્સવના દિવસે વહોરવા ગયા. તે ન મળવાથી અને તેની ઇચ્છાનો અત્યંત અતિરેક થવાના કારણે તે લાડુને જ મનમાં ધારી ‘ધર્મલાભની જગ્યાએ સિંહકેસરીયા લાડુ' એમ બોલતા રાત્રીના બે પ્રહર સુધી ભમવા લાગ્યા. અડધી રાતે પણ એ પ્રમાણે જ ફરતા હતા, તે વખતે તેમના મનના ભાવ જાણી ગયેલએક વિજ્ઞશિરોમણિ કોઇક શ્રાવકે સિંહકેશરીયા લાડુનો થાળ ભરી તેમને વહોરાવ્યા. ત્યાર બાદ સ્વસ્થ્ય થયેલ તે સાધુને તે શ્રાવકે પ્રશ્ન કર્યો. ‘હે ભગવંત્ ! પુરિમુકનું પચ્ચકખાણ થયું કે ન થયું ?' તે વખતે સાધુએ ઉપયોગ આપી ઉપર જોતા ખીલેલા ચન્દ્રમાને જોઇ અર્ધરાત્રીનો સમય જાણીને તેમને કહેવા લાગ્યા. ‘હે મહાનુભાવ ! તમે સારું કર્યું કે જે હું અનાચારના રસ્તે હતો, તેને તમે યુક્તિપૂર્વક પ્રતિબોધ કર્યો, જગાડ્યો.’ આ પ્રમાણે તેની આગળ બોલી તે નગરની બહાર નીકળી ગયા. ત્યાં જઇ નિર્દોષ ભૂમિમાં વિધિપૂર્વક તે લાડુઓને પરઠવતા પરઠવતાં કેવલજ્ઞાન પામ્યા. જેમ આ મુનિએ લોભપિંડ વહોર્યો તેમ બીજા સાધુએ ન વહોરવા. આ પ્રમાણે લોભપિંડનું સ્વરૂપ કહ્યું.
આ રીતે કષાયોના સ્વરૂપને જાણીને એનો ત્યાગ કરવા અથવા શક્ય એટલો પરિહરવા માટે પ્રયત્ન કરવો જોઇએ. એ રીતે પરિહરવાનો પ્રયત્ન કરતાં કરતાં જીવો સંપૂર્ણ કષાયથી મુક્ત થાય ત્યારે જ વીતરાગ દશાને પ્રાપ્ત કરી શકે છે અને ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે આથી વીતરાગતાને પામવા માટે કષાયોને ઓળખી શક્ય ત્યાગ કરવાનો પ્રયત્ન કરો એ અભિલાષા.
Page 187 of 191