________________
તારો પતિ તારા વાસભુવનમાં આવે ત્યારે તારે કોઇ પણ અપરાધ ઉભો કરીને પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કરવો, એટલે કે-લાત મારવી અને તે પછી તે જે કાંઇ કરે તે તારે મને જણાવવું.'
એ મોટી પુત્રીએ પોતાની માતાના કહેવા પ્રમાણે વાસભવનમાં આવેલા પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો : પોતાની પત્નીના પાદપ્રહારથી રોષાયમાન થવાને બદલે તેણીના અતિશય સ્નેહથી ભરેલા તે પતિએ તો
“હે પ્રિયે ! તારા સુકોમલ ચરણને ઘણી જ પીડા થઇ હશે ?' આ પ્રમાણે કહીને તેણે તો પોતાના પત્નીના ચરણની સેવા કરવા માંડી.
આ બનાવ મોટી પુત્રીએ પોતાની માતાને જણાવ્યો. આથી જમાઇની સ્થિતિ માતાએ જાણી લીધી અને એથી તેણીએ પોતાની તે મોટી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તું તારે ઘેર તારી ઇચ્છા મુજબ વર્તજે, કારણ કે-તારો પતિ તારા વચનથી જરા પણ વિરૂદ્ધ વર્તાવ નહિ કરે, એટલે કે-ક્તને આધીન થઇને જ વર્તશે માટે તારે જરાય ડરવાનું કારણ નથી.”
આ પછી પોતાની બીજી પુત્રીને પણ તેણીએ તેજ પ્રમાણેની શીખામણ આપી અને તે બીજી પુત્રીએ પણ પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો. આથી એ બીજી પુત્રીના પતિએ પોતાની તે પાપ્રહાર કરનારી પત્નીને કહ્યું કે
એ પ્રમાણે કરવું એ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે યોગ્ય નથી.' ઇત્યાદિ કહીને એક ક્ષણવાર સહજ રોષ કરીને પછી તે શાંત થઇ ગયો.
આ હકીકત એ બીજી પુત્રીએ પોતાની માતાને કહી અને એ સાંભલીને માતાએ તે બીજી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તું પણ તારા પતિના ઘરમાં તને જેમ ઠીક લાગે તેમ આનંદ કર, કારણ કે-તારો પતિ પ્રસંગ પડયે એક ક્ષણવાર ગુસ્સે થઇને પછી આપોઆપ શાંત થઇ જશે.'
તે પછી તે માતાએ પોતાની ત્રીજી પુત્રીને પણ એવા જ પ્રકારની શિખામણ આપી. : તેથી તેણીએ પણ પોતાના પતિ પ્રત્યે તેવો જ વર્તાવ કર્યો : આથી એ ત્રીજી પુત્રીનો પતિ તો અતિશય કોપાયમાન થઇ ગયો. અને કોપાયમાન થઇને તેણે
‘નક્કી તું અકુલીન છો, એથીજ આવી રીતિએ વિશિષ્ટ લોકોમાં અનુચિત એવી ચેષ્ટાને કરે છે.” આ પ્રમાણે કહીને અને ખૂબ કુટીને ઘરથી બહાર કાઢી મૂકી.
આ હકીકત ત્રીજી પુત્રીએ પોતાની માતાને કહી, એથી તેણીએ પોતાના જમાઇ પાસે જઇને કહ્યું કેવહુએ પ્રથમ સમાગમ સમયે વરને આ પ્રમાણે કરવું' –એવી અમારી કુલસ્થિતિ છે. આ પ્રમાણે સ જમાઇને મુશીબતે શાંત કર્યો અને પોતાની પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તારો પતિ દુઃખે કરીને આરાધવા યોગ્ય છે, માટે તારે તારા પતિની અપ્રમત્તપણે પરમદેવતાની માફ્ટ આરાધના કરવી.'
આ દ્રષ્ટાંત ઉપરથી સમજી શકાય તેમ છે કે-સંસારમાં પણ સાચો પુરૂષ તે છે કે-જે વિષયને આધીન થઇને વિષયની સામગ્રીનો ગુલામ ન બની જાય. વિષયની સામગ્રીના ગુલામો કોઇ પણ કાળે સ્વપરનું હિતા સાધી નથી શકતા. ત્રણેને લાભ સરખો ક્યારે ?
કરે, કરાવે અને અનુમોદે એનું ફ્લ સરખું બધે નહિ પણ કવચિત. જે રીતે કરનાર કરે, તે રીતે કરાવનાર કરાવે અને એજ રીતિએ અનુમોદનાર અનુમોદે, તો તો સમાન. જેમ બલભદ્રમુનિ, હરણીયું
Page 53 of 191