________________
ક્યારેય અસ્તિત્વમાં નહોતું-એવું પણ બન્યું નથી અને આ જગતુ ક્યારેય અસ્તિત્વમાં નહિ હોય-એવું બનવાનું પણ નથી. અનાદિ અને અનન્ત એવા આ જગતમાં “જીવ’ અને ‘જડ” એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે; એથી જગતના એકે એક પદાર્થનો કાં તો જીવમાં અને કાં તો જડમાં સમાવેશ થઇ જાય છે. જડ એવાં કર્મોના જીવની સાથેના યોગથી સંસાર છે અને જીવ જ્યારે જડના એ સંયોગથી સર્વથા મુક્ત બનો. જાય છે, ત્યારે એ જીવ સંસારથી મુક્ત બની ગયો, એમ કહેવાય છે. જીવને સંસારી રાખનારો, જીવને સંસારી બનાવ્યું રાખનારો જે જડનો સંયોગ છે, તે જડ કર્મસ્વરૂપ છે. કર્મ જડ છે, પણ જીવ માત્રને જડ એવા કર્મનો સંયોગ અનાદિકાલથી છે; અને, જડસ્વરૂપ કર્મના એ સંયોગથી જ જીવનો સ્વભાવ આવરાયેલો છે. જીવની સાથેનો કર્મનો સંયોગ અનાદિકાલીન હોવા છતાં પણ, કોઇ જ કર્મ વિશેષનો સંયોગ કોઇ પણ જીવને અનાદિથી હોતો નથી, કારણ કે-ભોગવવા આદિ દ્વારાએ કર્યો આત્માથી વિખુટાં પણ પડતાં જાય છે અને બંધનાં કારણોનું અસ્તિત્વ હોઇને જીવને નવાં નવાં કર્મો બંધાતાં જતાં પણ હોય છે. એટલે, કોઇ કર્મ વિશેષનો સંયોગ જીવને અનાદિકાલથી હોતો નથી, પરન્ત પ્રવાહ રૂપે અથવા પરંપરા રૂપે, જીવની સાથેનો જડ એવા કર્મનો જે સંયોગ છે, તે અનાદિકાલીન છે. આમ હોઇને, જીવને અનાદિકર્મવેષ્ટિત કહેવાને બદલે, જીવને અનાદિકર્મ-સંતાન-વેષ્ટિત અથવા અનાદિકર્મ પરમ્પરાવેષ્ટિત આદિ કહેવો, એ વધુ યોગ્ય છે. કર્મનો બંધ તે જ જીવને થઇ શકે છે, કે જે જીવને કર્મનો સંયોગ હોય છે. પ્રત્યેક સમયે આત્મા કર્મથી છૂટે છે પણ ખરો અને કર્મને બાંધે છે પણ ખરો. વીતરાગ અને સર્વજ્ઞ બનેલો આત્મા, માત્ર ચાર પ્રકારનાં કર્મોએ જ સહિત હોય છે. તેથી તે ચાર પ્રકારનાં કર્મોથી છૂટતો જાય છે અને એ આત્માને માત્ર યોગપ્રત્યયિક અને તે પણ શાતાવેદનીયનો જ બંધ થતો હોય છે. એમ કરતાં કરતાં, એ આત્મા એવી અવસ્થાએ પહોંચે છે કે એને કર્મનો બંધ થાય જ નહિ અને એથી તે સંકલ કર્મોથી રહિતા બની જાય. સખ્યત્ત્વની દુર્લભતા
જીવ માત્ર અનાદિકાલથી કર્મસન્તાનથી વેષ્ટિત છે અને એથી જીવ માત્રને માટે સમ્યક્ત્વ દુર્લભ છે. સમ્યકત્વ દુર્લભ છે એ વાત જેમ સાચી છે, તેમ જીવે સમ્યકત્વને પોતાને માટે સુલભ બનાવ્યા વિના ચાલી શકે તેવું પણ નથી-એ વાતેય એટલી જ સાચી છે; કારણ કે- “સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વિના, કોઇ પણ જીવ, ગૃહિધર્મને કે સાધુધર્મને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતો જ નથી; અને, ધર્મને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના, કોઇ પણ જીવ, પોતાના મોક્ષને સાધી શકતો નથી.” ર્મગ્રન્થિ કોને કહેવાય ?
આ વાત ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે-હવે તમારે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. ગ્રન્થિદેશે આવેલ જીવોમાંથી જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામનારા હોય છે, તે જીવો ગ્રન્થિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગ્રન્થિદેશે. પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગન્ધિદેશે આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વકરણવાળો. બને છે, ત્યારે એ અપૂર્વકરણ દ્વારાએ એ જીવગ્રન્થિને ભેદનારો બને છે. કરણ એટલે શું ? આત્માનો પરિણામ વિશેષ. આત્મા પોતાના પરિણામના બળે ગ્રન્થિને ભેદે છે, માટે પહેલાં “ગ્રન્થિ શું છે ?' એ તમારે સમજી લેવું જોઇએ. અને ‘ગ્રન્થિ શું છે ?' -એ સમજાશે એટલે એવી ગ્રન્થિને ભેદવાને માટે આત્મા કેવા
Page 99 of 191