________________
જ એવું કહી શકાય તેવું નથી. આથી નિશ્ચિંત એ થાય છેકે કામરાગ અને સ્નેહરાગમાં સાયેલા જીવોને આંખ સામે એ જ સર્વસ્વ સુખ જણાતું હોય તો તે સુખ પણ ક્ષણિક થોડા કાળ પુરતું જ હોય છે અને દુઃખ ઘણાં કાળ સુધીનું હોય છે છતાંય એ દુઃખના કાળને પણ સુખની આશામાંને આશામાં સુખ મલશે એવી વિચારણાઓમાં એ દુઃખ દુઃખરૂપે લાગતું નથી અને પરંપરાએ જીવો દુ:ખીને દુ:ખી જ થયા કરે છે માટે જ્ઞાની ભગવંતોએ કામરાગ અને સ્નેહરાગ પરિહરૂં કહેલ છે. જે જીવોને એ પરિહરવા જેવું છે એમ અંતરમાં લાગતું હોય છે તે જીવો એ કામરાગ સ્નેહરાગની સામગ્રીથી સાવધ રહીને જીવન જીવતા હોય છે.
જગતમાં મોહની સત્તાના મૂળિયાં મજબૂત કરનારા હોય તો તે રાગ જ છે. રાગની અંદર દ્વેષનો સમાવેશ સમજી લેવો. જેમ કે, ‘ વીતરાગ’ પણામાં વીતદ્વેષપણાનો સમાવેશ થઇ જાય છે. વળી, દ્વેષની યોનિ પણ રાગ જ છે. જેના ઉપર રાગ હોય છે તેના પર દ્વેષ થતાં વાર પણ લાગતી નથી. લોભક-મોહક-સોહક પર્યાયો વડે રાગ જીવમાં એવી રીતના પ્રવેશ કરે છે અને પછી પોતાના પગ પહોળા કરી પોતાની એકહથ્થુ સત્તા જીવ ઉપર ચલાવે છે. રાગને પરવશ બનેલા જીવની શી શી હાલત થાય છે તે સૌના અનુભવમાં સારી રીતના છે. છતાં પણ તેની માલીકીપણામાં જ મજા માનનાર તે ન સમજી શકે તેમાં નવાઇ નથી. પોતાની વસ્તુ અન્યને ત્યાં ગીરે મૂકનારની હાલત જેવી હોય તેવી જીવની થઇ જાય છે અને અનંતશક્તિનો સ્વામી એવો જીવ પણ રાગના કારણે કેવી દયામણી, દીનતાભરી લાચારી અવસ્થામાં મૂકાય છે તે વર્ણન થાય તેમ નથી. કોની કોની કેવી કેવી આજીજી-પ્રાર્થના કરે છે તે જોતાં દુઃખ અને આશ્ચર્ય ઉપજે છે.
‘ સંખ્યતે નીવ નેન કૃતિ રાજ્ય જેના વડે જીવ રંજિત થાય તે રાગ છે.‘ રબ્બ’ ધાતુ રંગવામાં પણ આવે છે. તેથી રાગ જીવને એવો રંગી નાખે છે કે પોતાની મૂલ અવસ્થાને ભૂલી વિરૂપાવસ્થાને જ સ્વસ્થતા માને છે. આજે ઇમીટેશનના જમાનામાં અસલી કરતાં નકલીના ચળકાટમાં લોકો રંજાય છે, મોહાય છે આકર્ષાય છે તેવી જ હાલત જીવની પણ થાય છે. રાગી બનેલો જીવ એવી એવી ચેષ્ટાઓ કરે છે કે વિચારતાંય આત્માને કમકમા થઇ જાય. માટે દુનિયામાં કહેતી છે કે “ભુખ ન જૂએ એંઠો ભાત, રાગ ન જૂએ જાત-કજાત.”
‘ પવિશ્વ: તે વિનાશમ્' આ લોકોકિત આ અર્થમાં ખરેખર સત્ય બની છે કે પરમાં જ સ્વપણાની બુદ્ધિથી આત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એટલું જ નહિ કોઇ હિતૈષી કદાચ યાદ પણ કરાવે તો તેના ઉપર જ શત્રુભાવ રાખે છે. રાગાદિની પરવશતાને કારણે જીવની હાલત કેવી થાય છે તે અંગે શ્રી ઉપદેશમાલામાં, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ પરમાત્માના સ્વહસ્તે દીક્ષિત શ્રી ધર્મદાસગણિ મહારાજા ફરમાવે છે કે
“નંન વહફ સન્માં, લહુદ્ધિ નં ન ડ્ સંવેમં | विसयसुहेसु य रज्जइ, सो दोसो रागदोषाणं || १२४ ||
तो बहुगुणनासाणं, सम्मत्तचरितगुणविणासाणं । न हु वसमागंतव्वं, रागदोसाण पावाणं ।। १२५ ।। नवि तं कुणइ अमित्तो, सुछुवि सुविराहिओ समत्थोडवि |
जं दोडवि अणिग्गहिया, करंति रागो अ दोसो अ || १२६ ||
इहलोए आया सं अजसं च करंति गुणविणासं च । पसवंति अ परलोए, सारीरमणोगए दुक्खे || १२७ || धिद्धी अहो अकज्जं जं जाणं तोडवि रागदोसेहिं ।
Page 36 of 191