________________
વાત એ છે કે-અસાધ્ય વ્યાધિથી પીડાતા આત્માને, સ્વભાવથી તો સુખ હોતું જ નથી, પણ ઔષધના. યોગેય વાસ્તવિક સુખનો અનુભવ નથી કરી શકતો; કારણ કે-અત્યન્ત દારૂણ રોગના પ્રતાપે, તેને માર્મિક પીડા તો ચાલુ જ હોય છે, એટલે ઔષધથી કદાચ તેને સુખનો લાભ થાય તો તે બાહ્યજ પણ આંતર તો. નહિ; જેમ શરકાલમાં અતિશય પ્રચંડ સૂર્યના કિરણોથી તપી ગયેલા મોટા મોટા હૃદોનું પાણી જેમ બહારથીજ ઉષ્ણ થઇ જાય છે પણ મધ્ય ભાગમાં તો અતિશય શીતલ જ રહે છે તેમ ઉત્તમ પ્રકારની ક્રિયાઓના યોગે મિથ્યાદ્રષ્ટિ આત્માને, ગ્રેવેયિકાદિના બાહ્ય સુખનો યોગ થવા છતાં પણ તેનું ચિત્તા મિથ્યાત્વથી ઉપદ્રવવાળું હોવાથી આંતરિક તો દુ:ખજ હોય છે : કાચકામલાદિ દોષોથી ઉપદ્રવવાળો માણસ વસ્તુને વસ્તુરૂપે નથી જોઇ શકતો તેજ રીતિએ જે જે આત્માનું સમ્યગજ્ઞાન, મિથ્યાત્વના પ્રતાપે ઉપહ્યત થઇ ગયું છે તે આત્મા પ્રાપ્ત થયેલા અતિશય સુખને પણ સુખ તરીકે નથી ભોગવી શકતો. મિથ્યાત્વ એ એવી. કારમી વસ્તુ છે ક-સુમન પણ 1 અમારા
કે-સુખને પણ દુ:ખ બનાવી દે છે અર્થાત આ સંસારમાં પણ સુખનો સાચો અનુભવ સમ્યગૃષ્ટિ આત્માન કરી શકે છે કારણકે એ આત્મા સમ્યગજ્ઞાનના પ્રતાપે વસ્તુ માત્રનો વિવેક કરી શકે છે, એટલે એ દુ:ખની સામગ્રીમાં પણ સુખ અનુભવે છે તો સુખની સામગ્રીમાં સુખ અનુભવે એમાં તો આશ્ચર્યજ શું છે !ખરેખર સમ્યગદ્રષ્ટિ આત્મા એક મોક્ષસુખનોજ પિપાસુ હોઇ એની અપ્રાપ્તિનું દુ:ખ એને સાલ્યાજ કરે છે તે છતાં પણ તે વિવેકી હોવાના કારણે પોતાના આત્માની શાંતિ તે કોઇ પણ સંયોગમાં ગુમાવતો નથી; જ્યારે મિથ્યાદ્રષ્ટિ આત્મા અક પોગલીક સુખનોજ અભિલાષી હોય છે અને પૌગલીક સુખો દુ:ખથી મિશ્રિત હોવા સાથે પરિણામે પણ દુ:ખનેજ આપનારાં હોવાથી તે આત્મા દુ:ખ દેખી અને દુ:ખીજ રહે છે. પૌગલીક સુખોની પિપાસાથી રીબાતા આત્માઓ ગમે તેવા અને ગમે તેટલા સુખમાં સંતોષ નથી માનતા અને અસંતોષ એ કારમું દુ:ખ છે. એ કારમું દુ:ખ મિથ્યાત્વની હયાતિથી ઘટતું નથી પણ વધેજ છે; એજ કારણે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ, સુખ સામગ્રીની હયાતિમાં પણ સુખનો અનુભવ કરવાને બદલે દુ:ખનોજ અનુભવ કરે છે કારણ કે- એનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાનઃ
મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન છે !' એના હેતુઓનું પ્રતિપાદન કરતાં એજ સૂરિપુરંદર, પૂજ્યપાદ શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીના શબ્દોમાંજ માવે છે કે
“सदसदविसेसणाओ, भवहे उजहिच्छिओवलंभाओ ।
પાછાપDભામાવાઝો, મિહિસિ ઉન્નાઇi || 9 ||” મિથ્યાદ્રષ્ટિ આત્માનું જ્ઞાન ચાર હેતુથી અજ્ઞાન છે-એક તો “એનું જ્ઞાન, વિશેષણરહિતપણે સત્ અને અસત્નો સ્વીકાર કરે છે.' એ હેતુથી અજ્ઞાન છે : બીજો હેતુ એ છે કે- “એનું જ્ઞાન સંસારનું કારણ છે.' કારણ કે- ‘મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન કર્મબંધના હેતુઓ જે મિથ્યાત્વાદિ તેનીજ પ્રાયઃ પ્રવૃત્તિ કરાવનાર છે.” ત્રીજો હેતુ એ છે કે, “એના જ્ઞાનથી જે વસ્તુનો બોધ થાય છે તે યદચ્છારૂપ એટલે પોતાના વિકલ્પ માત્રથી થયેલો હોય છે પણ સમ્યગદ્રષ્ટિ આત્માની માફ્ટ શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચનની પરતંત્રતાથી થયેલો નથી. હોતો' એ કારણે પણ એનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને ચોથો હેતુ જ્ઞાનના ક્લનો અભાવ છે.” જ્ઞાનનું ફ્લ જે વિરતિ તેના અભાવથી પણ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે.
ખરેખર મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન ઘણુંજ કારમું જ્ઞાન છે. એનું જ્ઞાન જ્યાં સુધી મિથ્યાત્વની હયાતિ હોય ત્યાં સુધી જ્ઞાનરૂપ થઇ શકતું નથી. મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનથી જો કોઇ વસ્તુનું અસ્તિત્વ
Page 25 of 191