________________
(3) અહિં કેટલો કાળ જીવવું છે ? ભાવી અસંખ્ય કાળની અપેક્ષાએ બહુ થોડાને ? એવા અતિથોડા કાળમાં માયા સેવી શા માટે ભાવી અસંખ્યકાળ બગાડવો ?
(૪) માયાથી લોકનો વિશ્વાસ ગુમાવવો પડે છે, હૈયામાં શલ્ય રહે છે, બહુકાળ ચિંતા અને દુર્ગાનમાં જાય છે, અને હલકાં, તિર્યંચ વગેરેના અવતાર અને ત્યાં ઘોર પાપ સેવવાનું નક્કી થાય છે.
(૫) માયા કરવાથી કંઇક દુન્યવી લાભ મળ્યો એમ લાગતા એ માયા પર કર્તવ્યની મહોરછાપ અને સારાપણાનો સિક્કો લગાડી મિથ્યાત્વના ખાડામાં ગબડી પડાય છે.
(૬) માયા તો સંસારની માતા કહી છે.
ઇત્યાદિ અનેક અનર્થો માયાના જાણી તેનો સત્વર સદાને માટે ત્યાગ કરી સરળતા, ભદ્રકતા, હજતાનો જ સ્વભાવ બનાવી દેવો જોઇએ. માયા તજવાથી અને સરળ હૃદયી પણ રહેવાથી, સાચી દેવગુરુની ભક્તિ, ઉપકારીની કૃતજ્ઞતા, શુદ્ધ ધર્મસાધના, પરમાર્થ વૃત્તિ વગેરે ઉમદા ગુણો ખીલે છે. સરળતાથી અનુપમ આત્મશાંતિનો અહીં જ અનુભવ થાય છે.
૪ - મુક્તિ
યતિધર્મમાં ચોથું છે મુક્તિ. મુક્તિ એટલે લોભથી મુક્તિ. તૃષ્ણાથી મુક્તિ, મુક્તિ જે મોક્ષને કહેવાય છે, તે આ (ઇરછા, તૃષ્ણા , મમતાથી) મુક્તિ મળ્યા પછી દૂર નથી અરે ! એટલું જ નહિ પણ એ મોક્ષરૂપી મુક્તિનો સ્વાદ, લોભમુક્તિ કરવાથી જાણે અહિં જ અનુભવાય છે. આજે કેટલાક માણસો એમજ પૂછે છે કે “મોક્ષમાં શું સુખ ?” તે પ્રશ્નનું કારણ એ છે કે એ લોકોને તૃષ્ણા-મમતા-લોભ એટલા બધા વળગેલા છે, કે તેઓ એને જ જીવન માને છે. એમાંથી જ્યાં સુધી મુક્તિ એટલે છૂટકારો ન લે, ત્યાં સુધી મોક્ષસુખની એ કલ્પના નહિ કરી શકે. એવા બહુ તૃષ્ણાવાળાના મનમાં તે નહિ જ ઉતરે કે મોક્ષમાં અનંતસુખ છે. જેમ ખરજવાના દર્દીને નહિ ખણવાના આરોગ્યમાં સુખ છે.' એ સમજાતું નથી, જેમાં તાવવાળી જીભે સારી વસ્તુનો સ્વાદ સમજાતો નથી, તેમ લોભમાં રક્ત માનવીને મોક્ષનું સુખ સમજાતું નથી. માટે જ નિર્લોભતા-નિસ્પૃહતા, કેળવવાની જરૂર છે તૃષ્ણા નાશ, મમતા-ત્યાગ સિદ્ધ કરવાની જરૂર છે. એ કેળવાય, એ સિદ્ધ થાય એટલે તો પછી એવો આંતરસુખનો અનુભવ થશે કે જગત કુછ વિસાતમાં નહિ લાગે, નિસ્પૃહરી તૃvi ના !” એને એમ થશે કે થોડી ઘણી પણ જગતના પદાર્થોની આકાંક્ષા મૂકી તો એ તૃષ્ણાના કાપથી કલેજે અદ્ભુત ઠંડકનો અનુભવ થાય છે, અપૂર્વ શાંતિ ચિત્તભૂમિમાં પથરાઇ જાય છે, અને હૈયું આત્માનંદથી ઉભરાઇ જાય છે, તો પછી જગતનું બધું મુકાઇ જાય તો કેવી અનંત શાતિ, અનંત આનંદ, અને અનંત ઠંડક અનુભવવાં મળે ?
જ્યાં મોક્ષમાં શરીરજ નથી તેથીજ શરીરના ધર્મો ઓછામાં ઓછી રીતે બજાવવા જેટલી પણ ઇચ્છા કે રિનું નામ નિશાન નથી, ત્યાં અનુપમ સુખ હોય એમાં નવાઇ નથી. ઇચ્છામાં, લોભમાં, ને મમતામાં તો પાર વિનાના દુ:ખ છે : કારણ કે,
(૧) એને સંતોષવાની સળગતી ચિંતાઓમાં મહા સંતાપ છે. (૨) એના ઉધમમાં અઢળક વેઠ છે.
(૩) એક ઇચ્છા તૃપ્ત થઇ ન થઇ ત્યાં તો પાછી બીજી ઇચ્છા આવીને ઊભી જ છે. ખાવાની ઇચ્છા થઇ અને મહામજુરી કરી સંતોષી, તો હવે ખાધું એટલે વાની કે આરામ કરવાની ઇચ્છા થઇ; એને પૂરો, ત્યાં
Page 116 of 191