SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ બરાબર સમજાય છે. ક્ષમાના નાશથી બીજા ગુણોને નાશ પામતા વાર નથી લાગતી. એનું એક કારણ છે કે ક્ષમાના નાશથી અર્થાત્ ક્રોધના ઉદયથી પછીના ભવજ એવા મળે છે કે જેમાં બીજા ય ગુણો રહેવા ન પામે. દા.ત. સાધુના ભવે ક્રોધ કર્યાથી પછી એ ચંડકોશિક તાપસ થયો કે નાગ થયો ત્યાં મૃદુતા, તપ, સંયમ વગેરે ગુણો રહેવા પામ્યા હતા ? ક્ષમા તો ગુણોની માતા છે, ગુણોની સરદાર છે. કર્મના વિપાકને સમજનારને ક્ષમા રાખવી કઠિન નથી. આપણું વાકુ જો આપણા જ કર્મ કરે છે તો પછી બીજા પર શા સારૂં ગુસ્સો કરવો ? ક્ષમા જ રાખવી. વળી ગુસ્સો કરવાથી નવીન કર્મબંધ થાય છે; આત્મસત્ત્વ હણાય છે, વૈર વધે છે, નુક્સાની પાછી વળતી નથી, લોહી તપી ઉઠે છે...એમ ઘણા અનર્થ હોવાથી ક્રોધને ત્યજી ક્ષમા ધરવી. ખમી ખાધેલું લાભ માટે છે, સામનો કરેલો નુક્સાન વાટે નીવડે છે. ૨- મૃદુતા બીજો ગુણ । ગર્વ ત્યાગ. એ માટેની છ વિચારણા - બીજા યતિ ધર્મ ‘મૃદુતા’ માં માનનો ત્યાગ અને વિનય, નમ્રતાનું પાલન કરવાનું હોય છે. આ માટે વિચારવું કે (૧) પૂર્વના પુરુષસિંહોની આગળ જ્ઞાનમાં, તપસ્યામાં, ચારિત્રમાં, વિદ્યામત્રશક્તિમાં આપણે તે કોણ માત્ર છીએ કે ગુમાન કરીએ ? (૨) ત્યારે એવી આપણામાં કઇ મોટી યોગ્યતા આવી ગઇ છે કે કયા મોટા સુકૃત કર્યા છે કે ગર્વ કરીએ ? (૩) આપણી કઇ દોષરહિત યા મૃત્યુરહિત સ્થિતિ બની છે કે જેથી માનનો દાવો રાખીએ ? (૪) તેમ જ ગર્વ કરવાથી કયો આત્મગુણ પોષાય કે વધે છે ? (૫) અભિમાનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પૈકી કોનો પર્યાય વધે છે કે પુષ્ટ થાય છે ? કોઇનો નહિ. (૬) કર્મ ખપાવવા હતા તેથી આપણા પ્યારા પ્રભુએ અનંત બળ છતાં સંગમ ગોવાળિયા આગળ ક્યાં જરાય ગુમાન દાખવ્યું હતું ? ઉલટું મૌનપણે એનો ત્રાસ સહ્યો હતો. ઇત્યાદિ વિચારી ગર્વ અકડાશ ત્યજી બહુ જ નમ્ર અને મૃદુ બનવાની જરૂર છે. મૃદુતામાં હૃદય કોમળ હોવાથી અનેક ગુણો આવે છે, ગુરુઆદિ પાસેથી વિદ્યા વગેરે મળે છે, સૌનો પ્રેમ જીતાય છે “વિનય વૈરીને વશ કરે છે” નવો કર્મબંધ થતો નથી પાછળથી પસ્તાવું પડતું નથી; વગેરે લાભો પણ અનેક મળે છે. માટે મહાજ્ઞાની, મહાપ્રભાવક, મહાતપસ્વી વગેરે પૂર્વમહર્ષિઓને યાદ કરી ગર્વ જરાય નહિ રાખવાનો. 3 - ઋજુતા ત્રીજા યતિધર્મ ‘ૠજુતા'માં માયા-કપટનો ત્યાગ અને હૃદયની સરળતા આવે, આ લાવવા અહિં ધ્યાનમાં લેવાનું છે કે (૧) પ્રપંચ અને દાવપેચથી હૈયું બગડે છે આત્માના સુસંસ્કાર બગડે છે એથી ભવિષ્ય બગડે છે. (૨) પૂર્વ જન્મોમાં સેવેલી માયાનું ફ્ળ ગીરોળી, બીલાડી, વગેરેના જીવનમાં દેખાય છે. એનું આખું જીવન છળ પ્રપંચથી અંધારામાં કે ઓથે છૂપાઇ રહી શિકારને ઝંખ્યા કરે, અને અવસર આવે શિકારને જાનથી મારે, એ જ ને ? લગભગ ચોવિસે કલાક એજ લેશ્યા, વિચારો પાપકર્મના કેવા થોકનાથોક ઉપાર્જાતા હશે. આ માયાથી એનું ભાવિ ભયંકર છે. Page 115 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy