SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકામાંથી જાણવું. અહીં ગ્રંથવૃદ્ધિ થવાના ભયથી તેનો વિસ્તાર કરતા નથી. આ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી મનુષ્યો દેવોમાં જ ઉત્પન્ન થાય છે. જો એમને પોતાના આયુષ્યના છેલ્લા સમય સુધી સમ્યગદર્શનના પરિણામ તૂટ્યા ન હોય અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પહેલા જો નરક તિર્યંચનું આયુષ્ય બાંધ્યું ન હોય, એ પ્રમાણે તિર્યંચોની ગતિ પણ જાણવી, દેવ જો અપતિત સમ્યક્ત્વના પરિણામવાળા અને પહેલા તિર્યંચ આયુષ્ય બાંધ્યું ન હોય તો સમ્યકત્વ પામીને મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય. છે. એ પ્રમાણે નારકોની ગતિ પણ જાણવી. કહ્યું છે કે “સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવ જો સમ્યકત્વ રહિતા થયો ન હોય અથવા પૂર્વમાં આયુ બાંધ્યું ન હોય તોમાનિક દેવ સિવાયનું આયુષ્ય બાંધતો નથી.” (૧) સમ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જીવો નરક તિર્યંચોના દ્વાર છોડીને દિવ્ય દેવતાઇ, મનુષ્યના સુખ તથા મોક્ષ સુખને પામે છે. (૨) આ મિથ્યાત્વરૂપ મહાઝેરના આવેશનો નાશ કરવામાં મહામંત્ર સમાન સમ્યગદર્શન જેના મનમાં સારું સ્થિર થયું હોય તેના મનમાં સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર પણ સારી રીતે સ્થિર છે. pt૨ [ મહjશ્લોકમાં કહ્યું છે, માટે મનોવાંછિત આપવા માટે દેવમણિ એટલે ચિંતામણિ સમાન સમ્યક શ્રદ્ધામાં જ હંમેશા મનને સ્થિર કરવા યોગ્ય છે. સમ્યગદર્શનનું સ્વરૂપ સમાપ્ત ત્રીજી લહેરનો બીજો તરંગ સમાપ્ત આ રીતે ચારિત્રના આચારથી વિરુધ્ધ આચરણ કરવાથી ચારિત્ર વિરાધના લાગે છે. આ ચારિત્ર વિરાધનાથી બચીને આચારનું પાલન કરતા આત્મકલ્યાણ કરી સંપૂર્ણ શાશ્વત સુખને પામીએ (૨૦) મનગુતિ, (૨૧) વચનગુતિ, (૨૨) કાયમુર્તિ આદરૂં. ત્રણ ગુણનું સ્વરૂપ (મનોમુક્ષ) હવે ત્રણ ગુતિનું સ્વરૂપ કંઇક કહે છે. મન, વચન, કાય રૂપ ત્રણ પ્રકારની ગુતિઓ હોય છે. એમાં (૧) સત્ય, (૨) અસત્ય, (૩) સત્યમૃષા (મિશ્રા), (૪) અસત્ય અમૃષાભેદે ચાર પ્રકારની મનોગુતિ છે. એમાં “જીવ એ જીવ છે” વગેરે વિચાર કરનાર સત્યમનયોગ છે અને તે વિષયની ગુપ્તિ પણ સત્ય મનોગુપ્તિ અજીવ એ જીવ છે' વગેરે વિચાર તે અસત્ય મનોયોગ છે. તે વિષયની ગુપ્તિ તે પણ અસત્યમનો ગુતિ છે. એ પ્રમાણે સત્યમૃષા (મિશ્ર) અને અસત્ય અમૃષા મનોયોગમાં પણ સત્યમૃષા અને અસત્યમૃષામનોયોગ કગુપ્તિ જાણી લેવી, સત્ય અસત્યનું સ્વરૂપ તો પહેલા જણાવી દીધું છે. આ ચારે પ્રકારનો મનોયોગ મનદ્રવ્યના વિષયવાળો છે. તે મનોદ્રવ્યને સરંભ સમારંભ અને આરંભમાં પ્રવર્તતા રોકવું. અટકાવવું તે મનોગુપ્તિ કહેવાય. (૧) તેમાં સંરંભ એટલ સંકલ્પ, જે સંકલ્પ આ પ્રમાણે છે કે..... “હું એવું ધ્યાઇશ-વિચારીશ કે જેથી આ મરી જશે.” (૨) સમારંભ એટલે બીજા જીવોને પીડારૂપ ઉચ્ચાટન વગેરે રૂપ દુર્બાન અને (૩) આરંભ એટલે બીજાનાં પ્રાણોનો નાશ કરવારૂપ-મારી નાંખવા રૂપ અશુભ ધ્યાન, આ ત્રણેમાં પોતાનાં મનને જરા પણ ન જવા દેવું. આથી અકુશળ (અશુભ) મનનો નિરોધ અને કુશળ (શુભ) મનની ઉદીરણા તથા મનનું જે એકત્વપણું તે મનોગુપ્તિ કહેવાય છે. શ્રી પુષ્પમાળા (ઉપદેશમાળા) માં કહ્યું છે કે “અકુશળમનનો નિરોધ અને કુશલ મનની ઉદીરણા તથા એકત્વપણું નિર્વિકલ્પમનનો પ્રસાર અને મહર્ષિઓ મનગુપ્તિ કહી છે. (૧)” ત્રણે ગુતિઓમાં “#GU[ ' (૧) ગાથા વડે મનોગતિને જ દુષ્કર Page 131 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy