________________
ત્યાગ કરવાને માટે અને સાર વસ્તુનો સ્વીકાર કરવાને માટે તત્ત્વચિન્તન કરવું, એ પણ બહુ આવશ્યક વસ્તુ છે. તત્ત્વોનું ચિન્તન કરતાં આત્માને સાર અને અસાર વસ્તુઓનો ખ્યાલ આવે છે તેમજ અસારનો ત્યાગ અને સારનો સ્વીકાર કરવાની પ્રેરણા જાગે છે : પરન્તુ આજે તત્ત્વચિન્તનમાં રહેનારા માનવી કેટલા ? ઘણા જ વિરલ ! તત્ત્વનું જ્ઞાન સંપાદન કરવાની ઇચ્છા જ આજે બહુ જ ઓછા આદમીઓમાં નજરે પડે છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ અને તત્ત્વચિન્તન કરી અસારનો ત્યાગ તથા સારનો સ્વીકાર કરવો જોઇએ, આટલો ખ્યાલ પણ જ્વલ્લે જ દેખાય છે. આથી નરજન્મ મહત્ત્વનો હોવા છતાં પણ, એની પ્રાપ્તિ દ્વારા મનુષ્યોને જે લાભ થવો જોઇએ તે લાભ થતો નથી અને મોટા ભાગના મનુષ્યોનો જન્મ એળે જાય છ. તત્ત્વબુદ્ધિ એટલે ?
તત્ત્વબુદ્ધિવાળા આત્માઓ જ, નિદ્રા અને વિકથાથી બચીને તત્ત્વોના સ્વરૂપાદિ સમ્બન્ધની વાતોને સાંભળવામાં સાવધાન મનવાળા બની શકે છે. તેઓ શ્રૃંગારકથા અને હાસ્યકથા આદિમાં જ એકાગ્ર મનવાળા બનનારા હોતા નથી, એટલું જ નહિ, પણ તત્ત્વરસિકતાના યોગે તેઓ શ્રૃંગારકથા આદિના શ્રવણથી પણ દૂર રહેવાની વૃત્તિવાળા બને છે.
સ॰ તત્ત્વબુદ્ધિ એટલે ?
જીવાજીવાદિ તત્ત્વોના સાચા સ્વરૂપને જાણવાની બુદ્ધિ. જીવાજીવાદિતત્ત્વોના સ્વરૂપને સાંભળવાની, વિચારવાની, સમજવાની અને હૈયામાં સુસ્થિત કરવાની વૃત્તિથી જો સદ્ગુરૂઓના શ્રીમુખે શ્રી જિનાગમોનું શ્રવણ થાય, તો આત્માને તેથી અનહદ લાભ થાય છે. તમે વ્યાખ્યાન સાંભળવા આવો છો, તે આ વૃત્તિથી જ આવો છો ને ? આ વૃત્તિથી ધર્મદેશના સાંભળવા આવવું જોઇએ અથવા તો એ વૃત્તિને પેદા કરવાનો હેતુ હોવો જોઇએ. એ વિના તત્ત્વોના સ્વરૂપને સાવધાન મનથી સંભળાય, એ મુશ્કેલ છે અને કદાચ સાવધાન મને સંભળાઇ જાય તો પણ, એ વૃત્તિ વિના ધર્મશ્રવણના યોગે આત્માને જે લાભ થવો જોઇએ, તે લાભ થાય એ નહિ. ઉપકારિઓ જેમ જીવાજીવાદિને તત્ત્વ તરીકે વર્ણવે છે, તેમ ક્ષાન્તિ આદિ દશ પ્રકારના ધર્મને પણ તત્ત્વ તરીકે વર્ણવે છે. ક્ષાન્તિ આદિ દશ પ્રકારના ધર્મને તત્ત્વ તરીકે વર્ણવતાં ઉપકારી મહાપુરૂષ માવે છે
કે
"तत्तं दसविहो धम्मो, खंती भव अज्जवं ।
मुत्ती तवो दया सच्चं, सोयं बंभमकिंचणं || १ ||”
ક્ષાન્તિ એટલે ક્રોધનો અભાવ, માર્દવ એટલે માનનું વર્જન, આર્જવ એટલે અભિપ્રાયની સરલતા, મુક્તિ એટલે નિર્લોભતા તથા પરિગ્રહરહિતતા, તપ એટલે ઇચ્છાઓનો નિરોધ, દયા એટલે જીવોનું રક્ષણ, સત્ય એટલે નિરવ નિર્દોષ વચન, શૌચ એટલે ચિત્તનું નિર્મલપણું, બ્રહ્મ એટલે અઢાર પ્રકારે મૈથુનનું વિવર્જન અને આર્કિચન્ય એટલે કોઇ પણ વસ્તુનું મારે કાર્ય નથી, એ પ્રકારની નિઃસ્પૃહતા. અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મના આ દશ પ્રકારો છે. આ દશ પ્રકારના ધર્મને યથાસ્થિતપણે સેવનારા પુણ્યાત્માઓ, પોતાના આત્માને અચિરકાળમાં જ જડ કર્મોના સંયોગથી સર્વથા મુક્ત બનાવી શકે છે. આ દશ પ્રકારના ધર્મોનું યથાસ્થિત પ્રકારનું સેવન, એ જ મોક્ષની સાધનાનો ઉપાય છે. આ દશ પ્રકારનો ધર્મ મુક્તિનું કારણ હોવાથી, આ ધર્મને પણ ઉપકારી મહાપુરૂષોએ તત્ત્વ તરીકે ફરમાવેલ છે. શ્રી જિનાગમોનું શ્રવણ કરવાના યોગે આ દશ પ્રકારના ધર્મોના જ સેવનમાં તત્પર બની જવાની જે બુદ્ધિ, એ પણ તત્ત્વબુદ્ધિ છે. આ ધર્મોના સ્વરૂપને જાણવાને માટે અને આ ધર્મોના સ્વરૂપને
Page 80 of 191