SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વળી અનાદિકાલથી ભવમાં જ રતિની વાસનાના કારણે મૂઢાત્માઓની બુદ્ધિ, સદ્ગર્વાદિના. ઉપદેશાદિની પણ અવજ્ઞા કરીને, જાતે જ અર્થ અને કામમાં ફ્રાયમાન થાય છે અર્થાત અર્થ-કામમાં જીવો. જાતે જ પ્રવૃત્ત થાય છે તેમાં કોઇના ય ઉપદેશની જરૂર પડતી જ નથી. કેમકે મૂઢ પ્રાણિઓના હૈયામાં હંમેશા રાગાદિ દોષરૂપી અગ્નિ પ્રજ્વલિત હોય છે અને તેમાં વળી જો કામ અને અર્થના ઉપદેશની આહૂતિ અપાય તો તે અગ્નિ અધિક વૃદ્ધિને પામે તે નિઃશંક છે. માટે જ જો ગુરુ-ધર્માચાર્યાદિ-પણ કામ અને અર્થનો જ ઉપદેશ આપે (તે બેને માટે પણ ધર્મ જ કરાય તેમા કહે, તે બેની પુષ્ટિ થાય વધુ ખીલે તેવી વાતો કરે ઇત્યાદિ) તો આ ઉખાણું સિદ્ધ થાય કે, ઉન્માદિત બાલા હોય અને મોરના કેકારવ સાંભળે (તો શું હાલત થાય ? તેવી હાલત અર્થ-કામનો ઉપદેશ આપનારા, તે માટે ધર્મ કરનારા-કરાવનારા કરે છે.) તેથી મહર્ષિઓ આ વાત જાણીને ક્ષત ઉપર ક્ષાર સમાન અર્થ અને કામની કથા કરતા નથી. (પ્રાણીઓના હિતમાં જ રક્ત એવા શ્રી આચાર્ય ભગવંત આ વાત જાણીને ઉપદેશમાલા ગ્રન્થને બનાવવાની ઇરછાવાળા હવે આ પ્રમાણે કહે છે.) પોતાની માન્યતાની પુષ્ટિ માટે પુણ્યનામધેય શાસ્ત્રકાર પરમર્ષિઓના આશયને પણ વિકૃત કરનારાનું દુ:સાહસ તેઓને મુબારક હો ! આપણે તેમાં લપાઇ ન જઇએ તેટલી સાવધગિરિ આપણે રાખવી છે. આપણું કલ્યાણ સુનિશ્ચિત થાય માટે ભગવાનની આજ્ઞા સમજવાનો અને તે પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની તારક આજ્ઞા ઉપર અંતરંગ પ્રીતિ જન્મી હોય તેવા આત્માઓને જ આ વાત ગમે છે, બીજાઓને નહિ. તેવા જીવોને જ “RIDIU mો -આજ્ઞામાં જ ધર્મ, “ મો HIMIL ડિવદ્વો ધર્મ આજ્ઞામાં જ બંધાયેલો છે –આવી વાતો ગમે એટલું નહિ તે પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે. તેથી. તેવા જીવો “સુદેવ-સુગુરુ-સુધર્મ આદરું' તે વાત હૈયાપૂર્વક સાચાભાવે બોલી શકે. મારા આત્માનો આ સંસારથી વહેલામાં વહેલો વિસ્તાર થાય તે માટે ધર્મની આરાધના કરનારા જીવો પોતાના આ લોક કે પરલોકના સુખ સાહ્યબી કે એહિક સ્વાર્થ માટે દેવ-ગુરુ અને ધર્મનો ઉપયોગ ક્યારે પણ કરતા નથી. સુદેવાદિ પાસે માગવું પડે તો દુનિયાના સુખમાં વિરાગભાવ જીવતો રહે અને દુ:ખમાં સમાધિ બની રહે, દુ:ખ વેઠવાનું અને સુખનો ત્યાગ કરવાનું બળ મળો, દુર્વાસનાઓ, ઇષ્ટ ભાવના, કલુષિત ભાવો દૂર થાઓ અને માર્ગસ્થ સદ્ગદ્ધિ પેદા થાઆ તેમ માગે છે પણ મારાં બધાં દુઃખો દૂર થાઓ. અને બધા જ સુખો મલ્યા કરો અને હું મોજ મજા કરું તેવી ઇચ્છા પણ કરતા નથી. કેમકે તે બધા સારી રીતના સમજે છે કે, મારે મારા આત્માને દેવતત્ત્વમાં સ્થાપન કરવો હોય તો મારે મારા આત્માને ગુરુતત્ત્વમાં સ્થાપવો જોઇએ અને તે માટે ધર્મતત્ત્વ પેદા કરવું જોઇએ. ભગવાનની આજ્ઞા ઉપર અવિહડ પ્રેમ થયા વિના આ શક્ય નથી. આજ્ઞા ઉપરથી પ્રીતિ જ હૈયાની અને બુદ્ધિની નિર્મલતાની જનની છે. તેવો જીવ કોઇ પણ ખોટી હવા કે ખોટી વાતમાં તણાતો નથી. કે કોઇનો દોરવ્યો દોરાતો નથી પણ આત્મકલ્યાણના. પ્રયત્નમાં જ ઉજમાળ હોય છે. Page 50 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy