________________
"लढूण माणुसत्तं कहंचि अइदुल्लहं भव समुद्दे । धीरपुरिसाणुचिन्ने परोवयारम्मि जइय व्वं ॥ १ ॥ जम्हा तित्थयरावि हु संसारसमुद्रतीरपत्तावि । अनेसि उवयारं कुणंति उवएसदाणेण || २ ॥ ता तेसिं धीराणं मग्गं सरिउण निययसत्तीए । उवएसदाणओ च्चिय परोवयारेसु उज्जमह ॥ ३ ॥ धम्मत्थकामविसओ सो उवएसो तिहावि संभवइ । किंतु परहियरएहिं धम्मुवएसंमि जइयत्वं ॥ ४ ॥ जं भवदुहवोच्छेओ कायव्वो पाणिणं हियत्थीहिं । पायं च अत्थकामा मूलं चिय दुक्खलक्खाणं ।। ५ ।। अविमण्णिउण य गुरुं सयमेव फुरंति अत्थकामेसु । मूढाणं बुद्धीओ अणाइभव भावणवसाओ ।। ६ ।। रागाइदोसजलणो निच्चं पज्जलइ जंतुहियएसु । कामत्थेसुवएसनहुइऐ सो वढ्ढइ अहियं || ७ || कामत्थेसुवएसं जड़ दिंति गुरुवि तो इमं जायं । उम्माहिया य बाला अण्णं लवियं मउरेण ॥ ८ ॥
तम्हा कामत्थकहं खयंमि खारोवमं न कुव्वंति | महरिसिणो इय मुणिउं सूरी जंतूण हियनिरओ || ९ || " (पहेशभाना-पुष्पमाना)
“આ ભવસમુદ્રને વિષે પુણ્યયોગે દુર્લભ એવા મનુષ્યપણાને પામીને ધીરપુરુષોએ આચરેલા
પરોપકારને વિષે પ્રયત્ન કરવો જોઇએ.
જે કારણથી
આ સંસાર સમુદ્રના પારને પામેલા એવા શ્રી તીર્થંકરપરમાત્માઓ પણ ઉપદેશના દાન વડે બીજાઓ ઉપર ઉપકારને કરે છે.
માટે
તે ધીરપુરુષોના માર્ગને અનુસરીને-સ્મરીને, પોતાની શક્તિ મુજબ ઉપદેશના દાનથી પરોપકારને વિષે ઉદ્યમ કરવો જોઇએ.
અને
તે ઉપદેશ ધર્મ, અર્થ અને કામના વિષયરૂપ ત્રણ પ્રકારનો સંભવે છે તો પણ પરહિતમાં જ રક્ત પુરુષોએ ધર્મના ઉપદેશમાં જ પ્રયત્ન કરવો જોઇએ.
જે કારણથી
હિતૈષી પુરુષો વડે પ્રાણિઓના ભવ-સંસાર રૂપી દુઃખનો જ ઉચ્છેદ-નાશ કરવો જોઇએ અને મોટેભાગે અર્થ-કામ જ લાખો-બધા-દુઃખોનું મૂળ છે.
Page 49 of 191