SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિકાળથી રહેલો છે. આના કારણે જીવ આહાર કરે તો જ દોષ લાગે અને આહાર ન કરે તો દોષ ન લાગે એવું બનતું નથી. કારણ કે આહારની સંજ્ઞા અને આહાર કરવાની ઇચ્છા જીવોને સ્વાભાવિક રીતે રહેલી જ હોય છે. આને અવિરતીનો ઉદય કહેવાય છે. આ અવિરતીના ઉદયથી આખા દિવસમાં બે કે ત્રણ વાર કવળાહાર કરતો હોય તો પણ આખા દિવસનું કવળાહારનું પાપ લાગ્યા જ કરે છે. જેના શાસનમાં કવળાહારના ત્યાગનું પચ્ચકખાણ કરાય છે. સામાન્ય રીતે જેને ઉપવાસ કરવો હોય એને આગલા દિવસે બે ટંકના ભોજનમાંથી એક ટંકના ભોજનનો ત્યાગ કરવાનું વિધાન છે. અને પારણાના દિવસે બે ટંકના ભોજનમાંથી એક ટંકના ભોજનના ત્યાગનું વિધાન કહેલું છે. આ રીતે જ્યારે ઉપવાસ કરવામાં આવે ત્યારે ઉપવાસના આગલા દિવસે એક ટંકના કવળાહારનો ત્યાગ ઉપવાસના દિવસે બે ટંકના કવળાહારનો ત્યાગ અને પારણાના દિવસે બે ટંકમાંથી એક ટંકના કવળાહારનો ત્યાગ એમ ૪ ટંકના કવળાહારનો ત્યાગ કરે ત્યારે વાસ્તવિક ઉપવાસ ગણાય છે. આને ચોથભક્ત ઉપવાસ કહેવાય છે. ચોથભક્ત એટલે ચાર પ્રકારના ટંકના આહારનો ત્યાગ. કવળાહારના ત્યાગનું પચ્ચકખાણ જીવની સમાધિ માટે છે. જ્યાં સુધી જીવની સમાધિ ટકે ત્યાં સુધી કવળાહારનો ત્યાગનું પચ્ચખાણ કરવું જોઇએ. બસનાડીમાંથી. બસનાડીમાં જ જનાર જીવ વધુમાં વધુ ૩ સમય અણાહારી હોય. બસનાડીમાંથી ત્રસનાડીની બહાર અથવા બસનાડીની બહારના એક છેડેથી બસનાડીની બહારના બીજા છેડે જનાર જીવો ૪ અથવા ૫ સમય માટે અણાહારી હોય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સઘળાય જીવોને કોઇ કોઇવાર લાભાંતરાય કર્મના દેશઘાતી અધિકરસવાળા પુદગલો પણ ઉદયમાં હોય છે અને કોઇ કોઇ વાર દેશઘાતી અભ્યરસવાળા પૂગલો પણ ઉદયમાં હોય છે. ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમભાવે લાભાંતરાય કર્મનો ઉદય હોય છે. અનાદિ કાળથી જગતને વિશે પરિભ્રમણ કરતાં જીવોને લાભાંતરાય કર્મનો દેશઘાતી અધિકરસ તીવ્રરૂપે ઉદયમાં હોવાથી વિગ્રહગતિમાં એક સમય અણાહારી રૂપે રહેલા જીવોને અથવા બે સમય અણાહારી રૂપે રહેલા જીવોને અથવા ૩ સમય અણાહારી રૂપે રહેલા જીવોને આહારસંજ્ઞા હોવા છતાં આહારના પુદ્ગલોનો લાભ પ્રાપ્ત થતો જ નથી. (સ્વૈચ્છિક નહિ પણ કર્મના ઉદયજન્ય અણાહારી હોય છે.) અનાદિકાળથી જગતને વિશે પરિભ્રમણ કરતાં જીવોને લાભાંતરાયના ક્ષયોપશમભાવથી એટલે કે ઉદયાનુવિધ્ધ લાભાંતરાયના ક્ષયોપશમ ભાવથી ૩ પ્રકારના પગલોનો લાભ પ્રાપ્ત થાય છે. (૧) ઓજાહાર રૂપે પુગલોની પ્રાપ્તિ, (૨) લોમાહાર રૂપે પગલોની પ્રાપ્તિ અને (૩) કવલાહાર રૂપે પુદગલોની પ્રાપ્તિ. (૧) ઓજાહારનું વર્ણન :- જીવ એક સ્થાનેથી મરણ પામીને બીજા સ્થાને ઉત્પન્ન થાય ત્યારે તેજસ શરીર અને કાર્પણ શરીર સાથે લઇને જાય છે અને એ બે શરીર સાથે લઇને જતાં જે સ્થાનમાં ઉત્પન્ના થાય છે, તે સ્થાનમાં રહેલા આહારના પગલોને કામણ શરીર દ્વારા ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલા પુગલોને ખલ અને રસરૂપે પરિણામ પમાડે છે. એમાં ખલવાળા પુગલોનો નાશ કરી રસવાળા પુદ્ગલોનો. સંગ્રહ કરતો કરતો આહારના પુગલોને ગ્રહણ કરતો જાય છે અને જ્યાં સુધી શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય અથવા જેટલી પર્યાદ્ધિઓ પૂર્ણ કરવાની હોય એટલી પૂર્ણ ન કરે ત્યાં સુધી ઓજાહાર કહેવાય છે. આ ઓજાહાર જીવ જ્યાં સુધી અપર્યાપ્ત અવસ્થામાં રહેલો હોય છે ત્યાં સુધી જ હોય છે. પચ્ચખાણ કરી શકાય. સમાધિ રાખ્યા વગર ગમે તેટલા પચ્ચખાણ કરે તો શાસ્ત્ર કહે છે કે કોઇ દિવસ સંજ્ઞા નાશ પામે નહિ. સમાધિના લક્ષ્યપૂર્વકનું પચ્ચખાણ સંજ્ઞાઓ તોડાવે. શરીરને ટકાવવા માટે આહાર કરવાનો છે. સંજ્ઞાને પુષ્ટ કરવા માટે આહાર કરવાનો નથી. Page 150 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy