________________
કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વેધક ક્રિયા કરવી. અને સંતતિનાં શુભાશુભ બતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવા અને યોગના પાદલેખો તૈયાર કરવા. તથા તેવાજ પ્રકારના બીજા પણ છે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારી અને બીજા પ્રાણીઓના ઉપમર્થનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો માવે તેવા જે જે વ્યાપારો તેનેજ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાણે છે એટલું જ નહિ પણ નિ:શંક બનેલા જેઓ કોઇ પણ જાતિની શંકા વિના એ વ્યાપારોનો પ્રયોગ કરે છે અને પાપમાં તત્પર બનેલા જે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોચે છે એમ માનતા નથી, તેઓજ આ વિશ્વમાં ગુણી છે, ધીર છે, પુજ્ય છે અને બુદ્ધિશાળીઓ છે, એટલું જ નહિ પણ તેજ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, આ પ્રમાણે મનાવી હે ભદ્ર ! મોહરાજાનો આ ‘મિથ્યાદર્શન' નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.”
અને “ये पुनर्मत्रतन्त्रादि-वेदिनोडप्यतिनि:स्पहा: । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीख: ।। ८ ।।
मूकान्धा: परवृत्तान्ते, स्वगुणाभ्यासने रताः । असक्ता निजदेहेडपि, किं पुनविणादिके ।। ९ ।।
कोपाहरुकारलाभाथै-थूरत: परिवर्जिता: । तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोषना: ।। १० ।।
न दित्यादिकमारुयान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीत्रानुतिष्ठन्ति, निमित्तं न प्रयुज्जते ।। ११ ।।
लोकोपचार निःशेषं, परित्यज्य यथासुखम् । ૨વાધ્યાયધ્યાયોમપુ, સthવત્તા: સાડડરતે || ૨ |
से निर्गुणा अलोकक्षा, विमूडा भोगवझ्चिताः । ઉપમાનહતા તીન-શાનદીનાવ પૂર્વદા: || 3 ||
इत्येवं निजवीर्येण, यहिरडगजनेडमना । ते मिथ्यादर्शनाडवेन, स्थापिता भद्र ! साधवः ।। १४ ।।" “જે મહાપુરૂષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ નિઃસ્પૃહ છે, લોકયાત્રાથી નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે : એ જ રીતિએ જે મહાપુરૂષો પરનાં વૃતાન્તમાં મુંગા અને અંધા હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત- જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરૂષો કોપ, અહંકાર અને લોભ આદિથી દૂરથી જ તજાયેલા છે, અર્થાત-જે મહાપુરૂષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરસ્પો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઇની પણ અપેક્ષાથી રહિત થઇને તથા તપને પોતાનું ધન માનીને રહે છે : જે મહાપુરૂષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિધા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો
Page 21 of 191