________________
જંગમ એ બન્નેય તીથાનો એક્કી સાથે નાશ કરવા જેવો કારમો પ્રલાપ કરી રહ્યો છે, આજ કારણે ઉપકારી મહર્ષિઓ કષાયોથી બચવાનો જોરશોરથી ઉપદેશ કરી રહ્યા છે. ધન્ય છે તે પુણ્યાત્માઓને, કે જેઓ આવા. અપ્રશસ્ત કષાયોથી પોતાના આત્માને અલિપ્ત રાખી શક્યા છે, અને રાખી શકે છે. આ જાતના અપ્રશસ્ત કષાયોથી બચવા વિના આત્માની મુક્તિ કદી પણ થવાની જ નથી. આવી રીતનો ભયંકર પ્રલાપ કરતા શ્રી રાવણ હવે માન અને ક્રોધને આધીન થઇને શું શું કરે છે, તે હવે પછીક્રોધને લઇને હિંસકભાવ પોષાયા રે
ક્રોધના આવેશની આ જેવી-તેવી વિડમ્બના છે ? તીવ્ર ક્રોધના આવેશથી, માણસ, ભાનભૂલો બની. જાય છે. તીવ્ર ક્રોધના આવેશમાં આવી ગયેલા, કર્તવ્યાકર્તવ્યના વિવેકથી વિમુખ બની જાય છે. એ વખતે, તેઓ પોતાને અને અનુકૂળતા મળી જાય તો પરને પણ કેટલું નુક્સાન કરે અને કેટલું નુક્સાન કરે નહિ, એ કહી શકાય નહિ. આ જીવે તો, બેય વાર ક્રોધાવેશમાં પોતાનો જ જીવ ખોયો. મુનિપણામાં ક્ષુલ્લક મુનિને તાડન કરવાને દોડ્યો અને થાંભલા સાથે પટકાઇ જવાથી એવું લાગ્યું કે-તરત જ મૃત્યુ નીપજ્યું. એ વખતે તો અન્ધકાર જેવું હતું, કારણ કે-આવશ્યકનો સમય હતો; જ્યારે આ ભવમાં ધોળે દહાડે પણ એ જીવને ઝાડનું ઠુંઠું દેખાયું નહિ. ધોળે દહાડ ઝાડનું ઠુંઠું દેખાયું નહિ અને એ મર્યો તે પણ પોતાના જ મારવાને ઉગામેલા કુહાડા દ્વારા મર્યો. આટલું તો, ક્રોધાવેશનું તત્કાળ આવેલું પરિણામ છે, પણ આ ક્રોધાવેશથી ભવાન્તરમાં કેટલું બધું નુક્શાન થયું ? પહેલી વારના ક્રોધાવેશને કારણે એ તાપસને ત્યાં જભ્યો, તાપસોથો તજાઇ ગયો અને અન્ને કમોતે મર્યો. જીન્દગી, કેવળ કષ્ટોને વેઠવામાં અને પાપોને ઉપાર્જવામાં વીતાવી. એટલે ક્રોધ, પહેલું નુક્સાન તો જેનામાં એ ઉત્પન્ન થાય, તેને જ કરે ને ? ક્રોધ જેનામાં ઉત્પન્ન થવા પામે, તે જીવ બીજાને નુક્શાન કરી પણ શકે અને ન પણ કરી શકે, પણ એને પોતાને તો નુક્શાન થયા વિના રહે જ નહિ. ક્રોધને લઇને હિંસક ભાવ પોષાયા કરે અને એથી હિંસાના સંસ્કારો દ્રઢ થાય. આવી રીતિએ જેનો હિંસકભાવ ખૂબ ખૂબ પોષાયો હોય, તે હિંસામાં જ તત્પર બન્યો રહે એનામાં જીવદયાનો પરિણામ પ્રગટવો, એ અતિશય દુર્લભ. એણે તપ આદિથી જે પુણ્ય ઉપાસ્યું હોય, તે પુણ્યના યોગે એને કેટલીક શક્તિઓ પ્રાપ્ત થાય એ બને, પણ એ શક્તિઓ પ્રાયઃ હિંસાદિમાં જ ઉપયોગી નીવડે. એમ એ પુણ્ય સાફ થઇ જાય અને ઘોર હિંસાદિકથી, ખાસ કરીને તો પોતાના ઘોર હિંસકભાવથી, એ જીવ ઘોર પાપકર્મોને ઉપાર્જનારો બને. ક્રોધને જીતવાનો ઉપાય
શ્રી વીતરાગપ્રણીત તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ આજનો ભયંકર અજ્ઞાની પણ ભોળી અને સ્વાર્થી દુનિયામાં તત્ત્વજ્ઞાની તરીકે ખપતો, ક્રોધને જીતવા માટે માથું કૂટવાની સલાહ આપે છે, ત્યારે તત્ત્વજ્ઞાની પુરૂષો કોઇ અનેરી જ સલાહ આપે છે. એ સલાહ શી છે, એ એક સમર્થ તત્ત્વજ્ઞાનિના શબ્દોમાં જોવાથી. સમજી શકાશે કે-અજ્ઞાનીના રાહ તત્ત્વજ્ઞાનિથી કેટલા અને કેવા ન્યારા હોય છે ? બાહ્ય દ્રષ્ટિએ દેખાતા. અપકાર કરનારા ઉપર થઇ જતો કોપ રોકવાનું સત્ત્વ જો ન હોય, તો તેને રોકવાની ભાવના દર્શાવતાં પરમ તત્ત્વજ્ઞાની કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“अड्गीकृत्यात्मन: पापं, यो मां बाधितुमिच्छति । स्वकर्मनिहतायास्मै, क: कुप्येद बालिशोडपि सन् ।।१।।
Page 107 of 191