________________
હું મો મદદેવા, ભોડબેન પ્રતિષ્ઠતા: II 3 II” “હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનારા, પદારાઓમાં આસક્ત ચિત્તવાળા, લજ્જાથી રહિત, ક્રોધથી સહિત, આયુધને ધરનારા એજ કારણે ભયંકર અને વેરિઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મલથી વ્યાપ્ત આવા પ્રકારના આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવા માટે પણ લાયક નહિ, તેવાઓને આ ‘મિથ્યાદર્શન' નામના મોહરાજાના મહત્તમે લોકની અંદર મહાદેવ તરોકે પ્રતિષ્ઠિત કરેલા છે.”
અને "ये वीतरागा: सर्वज्ञा:, ये शाश्वतसुखेश्वराः । क्लिष्टकर्मकलातीता:, निष्कलाश्च महाधियः ।। १ ।।
શાdatઘા મતદોપા, દરિયસ્ત્રીતિવર્તતા: માછાશનિર્મલા વીરા, મછાવત્ત: સદાશિવ: || ૨ ||
शापप्रसादनिर्मुक्ता स्तथापि शिवहेतवः । त्रिकोटिशुद्धशास्त्रार्थ-देशका: परमेश्वरा: ।। ३ ।। ये पूज्या: सर्वदेवानां, ये ध्येया: सर्वयोगिनाम् । યે પાણIRUIRાધ્યા, નિર્બદ્ધpભદાયિન: || 8 ||
मिथ्यादर्शनास्येन, लोकेडनन स्ववीर्यत:।
તેવા: પ્રછાદિતા મદ્ર ! ૧ શાયત્તે વિશેષતઃ || 8 ||” “હે ભદ્ર ! આ ‘મિથ્યાદર્શન' નામના મહત્તમે પોતાના પરાક્રમથી આ લોકમાં ઘણોજ ભયંકર જુલમાં કર્યો છે, કારણ કે-તેણે જે મહાદેવો વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે. કિલષ્ટકમ્મરૂપ કલાઓથી રહિત છે, સઘળીજ પ્રપંચમય કળાઓથી પણ રહિત છે, મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફ્ટ નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ ઐશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષ છેદ અને તાપરૂપ ત્રણ કોટિથી શુદ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વ દેવોના પૂજ્ય છે, જે મહાદેવો સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવો આજ્ઞારૂપ કારણથીજ આરાધવા યોગ્ય છે તથા નિતૃદ્ધ ફ્લને એટલે મુક્તિ સુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના વીર્યથી એવી રીતિએ પરચ્છાદિત કરી નાખ્યા છે કે-જેથી એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી.” અધર્મને ધર્મ મનાવવાનું અને સદ્ધર્મને આચ્છાદિત કરવાનું સામર્થ્ય
જે રીતિએ ‘મિથ્યાદર્શન' નામના મહામોહના મહત્તમમાં, જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવાનું સામર્થ્ય છે; તેજ રીતિએ તેનામાં, અધર્મને ધર્મ મનાવવાનું અને શુદ્ધધર્મને આચ્છાદિત કરવાનું પ્રબળ સામર્થ્ય છે. એ સામર્થ્યનું પ્રદિપાદન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર ક્રમાવે છે કે
Page 68 of 191