SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુદ્ધ ભાવનાથી કોઇ પણ જાતિની આશંસા વિના શુદ્ધ દાનના દેનારા આત્માઓનો સંસારસાગરથી ઉદ્ધાર કરનારા છે. એટલે કે-એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિત્ય વસ્તુઓના ઝહાજ તુલ્ય હોઇ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મલ ચિત્તને ધરનારા મહાપુરૂષોના પારને વિષે એ મહામોહનો મહત્તમ જડાત્માઓના અંતરમાં અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે.” સાચા મહાદેવોને છૂપાવી કુદેવોને મહાદેવો તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રાપક સદ્ધર્મને છૂપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરૂષોને અપાત્ર તરીકે જાહેર કરી દેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુદ્ધ અને અનકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે ___ "कौतुकं कुहकं मन्त्र-मिन्द्रजालं रसक्रियाम् । निर्विषीकरणं तन्त्र-मन्तर्धानं सविस्मयम् ।। १ ।। औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्ग स्वरं तथा । लक्षणं व्यइझनं भौम, निमित्तं च शुभाशुभम् ।। २ ।। उच्चाटनं सविद्वेष-मायुर्वेदं सजातकम । ज्योतिषं गणितं चूर्ण-योगलेपास्तथाविधा: ।। ३ ।। ये चान्ये विस्मयकरा, विशेषा पापशास्त्रजा: । अन्ये भूतोपमर्दस्य, हेतव: शाठ्यकेतव: ।। ४ ।। તામેવ યે વિનાન્તિ, નિ:શSWાવ પ્રયુનતે .. Tધર્મવાઘાં મન્ય, શતા: પાપપરાયા : || 9 || त एव गुणिनो धीरा-स्ते पूज्यास्ते मनस्विनः । त एव वीरास्ते लाभ-भाजिनस्ते मुनीश्वरा: ।। ६ ।। इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेडमना । મિથ્યાદ્રર્શનસંગેન, મદ્ર ! પાપા: પ્રશતી || 6 ||” “કૌતુક એટલે સોભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિધા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિય, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતિએ અંજનદ્વારા અદ્રશ્ય થવાની ક્રિયા, ત્યાત એટલે તારા વિગેરેના ખરવાથી સારા-ખોટા ફ્લન કથન કરવું તે, આન્તરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારા-નરસા ફ્લનું પ્રતિપાદન કરવું તે, દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝંપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી. તે, આંગ એટલે પુરૂષો અને સ્ત્રીઓનાં જમણાં અને ડાબા અંગો કવાથી શુભાશુભ ફળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ળનું કથન કરવું તે, લક્ષણ એટલે હાથ અને પગની રેખા. ઉપરથી સારા નરસા ળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફ્લનું કહેવું Page 74 of 191.
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy