________________
હિરણ્ય દાન ગોદાન ધરાદાનું મુહુર્મુહુઃ | સ્નાન પાન ચ ધૂમસ્ય પંચાંગ્નિ તપન તથા / ૧ /
તર્પણ ચણ્ડિકાદીનાં તીર્થાન્તર નિપાતનમ્ | યતેરેક ગૃહે પિડો ગીતવાધ મહાદર: || ૨ ||
વાપીકૂપ તડાગાદિ કારણં ચ વિશેષતઃ | યાગે મ– પ્રયોગેણ મારણે પશ સંહતેઃ || ૩ ||
કિયન્તો વા ભણિષ્યન્ત ભૂત મર્દન હેતવઃ રહિતા: શુધ્ધ ભાવેન યે ધર્મા: કેચિદીદ્રશાઃ || 8 ||
સર્વેડપિ બલિનાડનેન મુગ્ધ લોકે પ્રપંચતઃ |
તે મિથ્યા દર્શનાર્વેન ભદ્ર ! જ્ઞયા પ્રવર્તિતાઃ || ૫ || ભાવાર્થ :- કુદેવ, કુગુરૂ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરંભ-પરિગ્રહ અને વિષય કષાયમાં રક્ત બનેલાઓને ગુરૂ તરીકે સ્વીકારી તેઓને પાત્ર બુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું અને પૃથ્વીનું દાન કરવું, વારંવાર સ્નાન કરવું, ધુમાડાનું પાન કરવું, પંચાગ્નિથી તપવું, ચંડિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું, તીર્થાતરોમાં જઇ જઇને ઝુંપાપાત ખાવો યતિએ એક ઘરની ભિક્ષા લેવી ગીત અને વાધમાં મહાન આદર કરવો, શરૂઆતમાં પણ હિંસાથી જ સાધ્ય અને પરિણામે પણ હિંસાના જ સાધન તથા શુધ્ધ ધર્મ દ્રષ્ટિને અપોષક એવી વાવો, કૂવાઓ અને તળાવો આદિને વિશેષ પ્રકારે કરાવવા, મંત્રના પ્રયોગથી યજ્ઞની અંદર પશુઓના સમુદાયને હોમવો આવા આવા પ્રાણીઓના મનમાં હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત એવા ધર્મો અનેક છે એવા પ્રકારના અનેક જે કોઇ ધર્મો છે તે સઘળા જ ધર્મોને મહામોહના મિથ્યાદર્શન નામના આ. બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી પ્રર્વતાવેલા છે એમ જાણવા યોગ્ય છે અને
ક્ષાન્તિ માર્દવ સંતોષ શૌચાર્જવ વિમુક્તયઃ | તપ: સંયમ સત્યાનિ બ્રહ્મચર્ય શમો દમો || ૧ || અહિંસા તેય સધ્યાન વૈરાગ્ય ગુરૂ ભક્તયઃ | અપ્રમાદ સદેકાટ્ય નૈર્ગથ્ય પરતાદયઃ || 8 || યે ચાન્ય ચિત્ત નૈર્મલ્ય કારિણો-ડમૃત સન્નિભાઃ | સદ્ધ: જગદાનન્દ હેતવો ભવ સંતવઃ || 8 ||
તેષામેવ પ્રકૃત્યેવ મહામોહ મહત્તમઃ |
ભવેત્ પ્રચ્છાદનો લોકે મિથ્યાદર્શન નામક: || ૪ || ભાવાર્થ :
(૧) પોતાના પગલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આક્તો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવા રૂપ ક્ષમા.
(૨) પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવા રૂપ મૃદુતા.
(૩) પોગલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવ રૂપ સંતોષ. (૪) મન, વચન અને કાયાને આરંભ આદિ પાપ પ્રવૃત્તિથી મલિન નહિ કરતા નિરારંભ આદિ
Page 16 of 191