________________
મહÍત્ત (મખર્વારિત્રકા)ના પચાસ બોલોનું વર્ણન
મુનિ શ્રી નરવાહનવિજયજી
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માઓએ છેલ્લા ભવમાં રાજકુળમાં જન્મી રાજકુળમાં ઉછરી એટલે ભોગની સામગ્રીમાં જન્મ પામી ભોગરૂપી પાણીથી ઉછરીને બન્નેથી અલગ રહીને એટલે વૈરાગ્ય ભાવમાં મગ્ન રહી-કર્મના ઉદયને ખપાવવા માટે એટલે પૂર્વ ભવે બાંધેલા કર્મોને ખપાવવાને માટે સંસારમાં રહીને ભોગાવલી કર્મો પૂર્ણ થતાં જ સંયમનો સ્વીકાર કરી અપ્રમત્તપણે સંયમનું પાલન કરતાં કરતાં જે કોઇ પરિસહો અને ઉપસર્ગો પ્રાપ્ત થયા એટલે કર્મના ઉદયથી આવ્યા તે કર્મોને સારી રીતે ભોગવીને ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી મોહનીય કર્મના સંપૂર્ણ નાશ કરી વીતરાગ દશાને પામીને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને જગતને વિષે મોક્ષમાર્ગની સ્થાપના કરી એ મોક્ષમાર્ગ જ્યાં સુધી ભગવાનનું શાસન વિધમાન રહેશે ત્યાં સુધી જગતને વિષે હયાત રહેશે એ મોક્ષમાર્ગની આરાધના એટલે આત્માને જ્ઞાન અને ક્રિયાથી યુક્ત બનાવવો કારણકે જ્ઞાની ભગવંતોએ જ્ઞાન-ક્રિયા બન્નેથી મોક્ષ કહેલો છે. એકલા જ્ઞાનથી જીવનો મોક્ષ થતો નથી તેમજ એકલી ક્રિયાથી પણ જીવનો મોક્ષ થતો નથી જ્યારે બન્ને સાથે રહે ત્યારે જ તે મોક્ષરૂપે એટલે મોક્ષમાર્ગ રૂપે બને છે. સામાયિક લેવાની ક્રિયા જ્ઞાન અને ક્રિયા બન્નેથી યુક્ત હોય છે આથી શ્રાવકોને પોતાના જીવનમાં સામાયિકનો નિયમ હોવો ભાર પૂર્વક જણાવવામાં આવ્યું છે. સામાયિક લેતા પહેલા શ્રાવકો ગુરૂ ભગવંત પાસે સામાયિક મુહપત્તિનું પડિલેહન કરવાનો આદેશ માગી મુહપત્તિનું પડિલેહન કરે છે. એ મુહપત્તિના પડિલેહનમાં એકલી કાયાથી ક્રિયા થવા ન પામે અને મન બીજા વિચારોમાં એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાનના પરિણામરૂપ ન બને અને કાંઇક ધર્મધ્યાનનાં સંકલ્પ વિકલ્પ રૂપ વિચારોમાં સ્થિર રહે અને એનાથી આત્મા આર્ન-રૌદ્ર ધ્યાનના પરિણામોના વિચારોથી રહિત થાય એ હેતુથી એ મુહપત્તિ પડિલેહણની ક્રિયાને ઉપયોગપૂર્વકની ક્રિયા બનાવવા માટે જ્ઞાનરૂપે પચાસ બોલની વિચારણા મુકેલી છે આથી જ્ઞાની ભગવંતોએ એ પચાસ બોલમાં જૈન શાસનના માર્ગનો નિચોડ મુકી દીધેલો છે. એ જો પચાસ બોલ બરાબર યાદ રાખીને મુહપત્તિનું પડિલેહન કરવામાં આવે તો પણ આત્મા જૈન શાસનના જ્ઞાનને સારામાં સારી રીતે પ્રાપ્ત કરી સમતો ભાવને પ્રાપ્ત કરી શકે છે આથી જ્ઞાની ભગવંતોએ એ ક્રિયાની મહત્તા સમજાવતાં જણાવ્યું છે કે
અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા. અનંત ઉપકારી શાસનમાં સમ્યફ ક્રિયાઓને કલ્પવલ્લી આદિ તરીકે વર્ણવીને સમ્યક ક્રિયાઓની આવશ્યક્તાનું ખૂબ ખૂબ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને સમ્યફ ક્રિયાઓથી થતા અસીમ લાભોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે પણ પરમ ઉપકારી શ્રી જૈનશાસનમાં કોરો ક્રિયાવાદ ઉપદેશાયેલો જ નથી. ક્રિયાવાદના ઉપદેશમાં પણ મોક્ષના હેતુને અતિ અગત્યનું સ્થાન અપાયું છે કારણ કે-શ્રી જૈન શાસનનો ક્રિયાવાદનો ઉપદેશ પણ એક માત્ર મોક્ષના હેતુથી જ અપાયેલો છે.
જીવન માટે વાસ્તવિક રીતિએ સાધ્ય તો એક માત્ર મોક્ષ જ છે અને એ મોક્ષની સાધના માટે આ સમ્યક્ ક્રિયાઓ એ પણ એક અનુપમ કોટિનું સાધન છે. જે જીવો સમ્યક્ ક્રિયાઓને મોક્ષના હેતુથી આચરે
Page 1 of 191