________________
છે તે જીવ છેવટમાં છેવટ એક પુગલ પરાવર્ત જેટલા કાળમાં તો નિયમાં મોક્ષને પામે છે. આથી એટલું તો ચોક્કસ જ છે કે-મોક્ષના અભિલાષને પામેલો જીવ એક પુદગલ પરાવર્ત કાલથી અધિક કાલ તો સંસારમાં પરિભ્રમણ કરે જ નહિ.
જીવ જ્યાં સુધી ચરમાવર્ત કાલને પામતો નથી ત્યાં સુધી તે કદાચ સાધુપણાની કે શ્રાવકપણાની ક્રિયાને પામે તો પણ મોક્ષના અભિલાષને પામી શકતો જ નથી. કારણ એ છે કે-અચરમાવર્ત કાલમાં વર્તતા. જીવનું મિથ્યાત્વ ખૂબ જ ગાઢ હોય છે.
અનંત ઉપકારી મહાપુરૂષો માવે છે કે-અચરમાવર્ત કાલમાં વર્તતા જીવો ઉપર ભગવાન શ્રી. જિનેશ્વરદેવનાં વચનો પણ ધારી અસર નિપજાવી શકતા નથી.
સંસાર એ આત્માનો રોગ છે. મોક્ષ એ આત્માનું આરોગ્ય છે અને શ્રી જિનવચન એ સંસારરૂપ રોગને નાબૂદ કરીને મોક્ષરૂપ આરોગ્યને પમાડનારૂં અમોધ ઔષધ
આવું અમોધ ઔષધ પણ અચરમાવર્ત કાલમાં વર્તી રહેલા અને સંસારરૂપ રોગથી રીબાઇ રહેલા આત્માઓને માટે તો, તે આત્માઓની ગાઢ મિથ્યાત્વયુક્ત દશાને અંગેજ સદ્ય નિવડી શકતું નથી.
અચરમાવર્ત કાલમાં જીવનું મિથ્યાત્વ કેવું ગાઢ હોય છે તેનો કાંઇક ખ્યાલ આવી શકે એ માટે ઉપકારીઓએ ભાદરવા મહિનાની અમાવાસ્યાની રાત્રિનું ઉદાહરણ આપ્યું છે. ભાદરવો માસ હોય-અમાસનો દિવસ હોય-મધ્યરાત્રિનો સમય હોય અને મહામેઘથી સકલ નક્ષત્રાદિની પ્રભાનો પ્રસાર રોકાઇ ગયેલો હોય. વિચાર કરો કે-તે વખતે અંધકાર કેટલો બધો ગાઢ હોય ? એ વખતે જેમ નિબિડ અંધકાર હોય છે તેમ અચરમાવર્તકાલમાં જીવને એવું નિબિડ મિથ્યાત્વ હોય છે. આ મિથ્યાત્વનો સ્વભાવ તત્વને વિપરીત રૂપે પરિણાવવાનો હોય છે. આથી જીવને સમ્યક ક્રિયાઓ પણ આત્માને માટે લાભદાયી. થતી નથી. કારણ કે આ જીવો મોક્ષના અભિલાષને પ્રાપ્ત કરી શકતા જ નથી. ચરમાવર્તકાલમાં આવેલા જીવો મોક્ષનો અભિલાષ પ્રાપ્ત કરી શકે છે અને એ જીવો જ કલ્પવલ્લી સમાન સમ્યક ક્રિયાઓની આરાધના કરી શકે છે. આથી સામાયિકની ક્રિયા કરતા પહેલા જીવોને સૌ પ્રથમ મોક્ષનો અભિલાષ પેદા કરવો ખૂબજ જરૂરી છે.
શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલા - “પઢમં નાણું તઓ યા.” “પહેલા જ્ઞાન ને પછી ક્રિયા, નહિ કોઇ જ્ઞાન સમાન રે” “જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષ:”
“જ્ઞાની જે કર્મોનો ક્ષય ક્ષણ માસમાં કરે, તે કર્મનો ક્ષય કરવાને અજ્ઞાની પૂર્વક્રોડ વર્ષ લગી મથે તોય ક્ષય ન થાય.”
“સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષ માર્ગ:”
આજે અર્થ-કામની રસિકતાને વધારનારી પ્રવૃત્તિને-એ પ્રવૃત્તિને વેગ આપનારા જ્ઞાનને પણ સમ્યગજ્ઞાનનું ઉપનામ આપવા માગે છે અને એ રીતે ભયંકર ઝેરને અમૃતના ઉપનામે ખપાવવા ચાહે છે. પોદ્ગલિક પદાર્થોના મમત્વને વધારનારા જ્ઞાનને કોઇજ સમ્યગજ્ઞાન કહી શકે નહિ કારણ કે જ્ઞાની પુરૂષોએ જ્ઞાનસ્ય í વિરતિઃ - જ્ઞાનનું ફળ વિરતિ હોઇ શકે તેમજ “સા વિધા યા વિમુક્તયે” -તેજ વિધા
Page 2 of 191