SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવત્રિથી બચતા રહેવું જોઇએ આ ગૌરવત્રિક આત્મામાં અનેકાનેક દોષોને જન્માવનાર છે. આ ગૌરવત્રિકને આધીન બનેલા આત્માઓ, અવસર આવી લાગે તો, ભયંકરમાં ભયંકર કોટિનાં પાપકર્મોને આચરતાં પણ અચકાતા નથી. ઋદ્ધિની, રસની અને સાતાની અભિલાષા તેમજ એની પ્રાપ્તિમાં અભિમાન, એ ચારિત્રશીલોને પણ કારમી રીતિએ પાડનાર છે. ચારિત્રના અર્થી આત્માઓએ તો વન્દનને પણ વિઘ્ન રૂપ માનીને સદા સાવધ રહેવું જોઇએ. કોઇના વન્દનથી મલકાવું, એ સાધુ માટે ઉચિત નથી. એ જ રીતિએ સાધુએ પોતાની રસના ઉપર ખૂબ જ કાબુવાળા બન્યા રહેવું જોઇએ. સંયમનિર્વાહ, એ જ એક ધ્યેયને સફ્સ બનાવવાને માટે જરૂર પૂરતો નિર્દોષ આહાર લેવાને બદલે, જેઓ મધુર આદિ રસોમાં લમ્પટ બની જાય છે, તેઓ બહુલતયા દુર્ધ્યાનમાં જ રમનારા બની જાય છે. સાધુએ પૌદ્ગલિક અનુકૂળતાઓના અર્થો બનવું એનો અર્થ જ એ છે કે-પોતે ગ્રહણ કરેલા વ્રતને છેહ દેવો. સાતાનો અભિલાષી બનેલો સાધુ વેષવિડમ્બક બનીને દુર્ગતિએ જનારો બને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ છે જ નહિ. આ કારણે, પરમ ઉપકારી મહાપુરુષો માવે છે કે-સંયમને સુરક્ષિત રાખવાની અભિલાષાવાળા સાધુઓએ સદાને માટે ગૌરવત્રિકથી પણ બચતા રહેવું જોઇએ. ગૌરવ એટલે તેવા પ્રકારનો આત્માનો અશુભ પરિણામ અહીં સુધી તો બધું ઠીક ઠીક ચાલ્યું, પણ બન્યું એવું કે-ગચ્છના નાયકપદે આવ્યા બાદ તેઓ ઋદ્ધિ-ગૌરવ, રસગૌરવ અને સાતાૌરવ-એ ગૌરવત્રિકને પરવશ બન્યા. સ એ ગૌરવત્રિક શું ? નરેન્દ્રો આદિથી પૂજાવાની અભિલાષા જાગવી, હું એવા પદને ક્યારે પામું કે જેથી નરેન્દ્રો આદિ મને પૂજે એવી અભિલાષા જાગવી, એવા પ્રકારની પૂજા પ્રાપ્ત થઇ જાય તો અભિમાની બનવું અને એવા પ્રકારની પૂજા પ્રાપ્ત ન થાય તો એને મેળવવાની ગડમથલો કર્યા કરવી, એ ૠદ્વિગૌરવ. એ જ રીતિએ મધુર આદિ જે ઇષ્ટ રસો-તેની પ્રાપ્તિની અભિલાષા અને તે પ્રાપ્ત થયે અભિમાન આદિ, એ રસૌરવ તેમ જ પૌદ્ગલિક સુખોની અગર અનુકૂળતાઓની પ્રાપ્તિની અભિલાષા અને તે પ્રાપ્ત થયે અભિમાન આદિ, એ સાતાૌરવ. આ ત્રણેય પ્રકારનો ગૌરવ, એ આત્મામાં અભિમાન અને લોભના યોગે જન્મેલ અશુભ પરિણામ રૂપ છે. આ અશુભ પરિણામ કર્મબન્ધનું કારણ હોઇને, સંસારપરિભ્રમણનો હેતુ છે. આ ગૌરવને આધીન બનેલ આચાર્ય હોય, આગમવેદી હોય કે અન્ય કોઇ હોય, પણ તે દુર્ગતિને પામે છે. ગૌરવમગ્ન બનેલા આચાર્યદિને પણ, સૂત્ર દુર્ગતિમાં શરણ રૂપ થતું નથી. (૩૮) માયા શલ્ય (૩૯) નિયાણ શલ્ય (૪૦) મિથ્યાત્વ શલ્ય ત્રણ શલ્ય - ત્રણ શલ્યોને દૂરથીજ છોડવા જોઇએ. તેમાં પહેલું માયા શલ્ય છે. જે ગુરુની આગળ અતિચારો સારી રીતે આલોચના ન કરવા રૂપ છે. આનો ત્યાગ કરવોજ જોઇએ. કારણ કે જેઓ લજ્જા, ગૌરવ, બહુશ્રુત, અભિમાન વગેરે કારણોએ સારી રીતે પોતાના પાપોની આલોચના શ્રી ગુરુની આગળ Page 156 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy