SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારો ! પુયયોગે આર્ય દેશ, આર્ય જાતિ અને આર્ય કુળ આદિ બધી જ સામગ્રી મળી છે, એથી મહાન પુણ્યશાળી છો-પરમ ભાગ્યશાળી છો, પણ તેના મદમાં ચઢીને ભાગ્ય અને પુણ્યનું છચોક લીલામ કરવાની તૈયારી ન કરો ! નહિ તો લાખના બાર હજાર થશે : અરે, એ પણ નહિ-લાખની રાખ થશે અને મૂર્ખામાં ખપશો તો દુર્ગતિએ જશો, એ જુદું ! શ્રાવકો તો આ સંસારમાં સાકરની માખી જેવા હોય, પણ ગ્લેખની માખી જેવા ન હોય. સંસારમાં રહેવું જ પડે તો શ્રાવક સાકરની માખીની જેમ જ રહે. મરજી આવે ત્યાં સુધી સાકરની માખી રસ લે છે, પણ કોઇનો હાથ પડવા પહેલાં તે ઉડી જાય : પણ એના રસમાં એ એવી ન લેવાય કે ન ચોટી જાય, કે જેથી પ્રાણો ગુમાવે ! અને શ્લેખની માખી તો જ્યાં બે પગ કાઢે ત્યાં ચાર ઘુસે, અને ચાર કાઢવા જાય ત્યાં છ ઘુસે : માટે કહેવાય છે કે-શ્રાવકે કદાચ સંસારમાં રહેવું પડે, તો પણ શ્લેખની માખી જેવા તો ન જ બનવું ! એ કહેવાનો ઇરાદો એ કે-તમે ી ન જાઓ અને આત્મગુણોનો નાશ ન કરો ! પાંચ-પચાસ વરસના આયુષ્યમાં દુનિયાના ક્ષણિક અને પરિણામે ભયંકર એવા સુખ માટે, ભવિષ્યના અનંત સુખનો નાશ ન કરો ! આ લોક તો નાનો છે, પણ પરલોક તો ઘણો જ લાંબો છે. આ લોક પછીના ભવો તે બધો જ પરલોક કહેવાય : માટે કાર્યવાહી એવી કરો કે-આગલના ભવો આનંદમાં જાય અને પરિણામે આત્માની સાચી ઉત્ક્રાન્તિ થાય. ઉન્નતિના નામે અધ:પાત ન થાય તેની કાળજી ખાસ રાખો. ઉન્નતિ તે આત્માની કરવી છે કે આ ક્ષણભંગુર ખોખાની ? આ ખોખું પણ, જો સદાચારી હોવા સાથે નાના નાના જંતુની પણ રક્ષા કરતું હોય, તો જ એ ઉપકારી : પણ જો આ ખોખાનો દુરૂપયોગ કરો, તો તે જંગલી અને શીકારી જાનવર કરતાંએ બુરું ! તારક ને નાશક ચમ-પ્રથમ સમ્યગ્દર્શનનો આ મહિમા સાચા મુમુક્ષુઓને મુગ્ધ બનાવે એવો છે : કારણ કે-સાચા મુમુક્ષુઓ. યમ, પ્રશમ, જ્ઞાન અને ચારિત્રના અજોડ અર્થિઓ હોય છે. જીવનમાં પ્રાપ્ત થયેલ યમ અને પ્રશમને જીવંત રાખવા માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય આવશ્યક્તા છે. સમ્યગ્દર્શન વિના યમ કે પ્રથમ વાસ્તવિક નથી. હોતા અને જે યમ અને પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણભૂત બને એવા નથી હોતા, તે તો એક જાતિના દુશ્મનની જ ગરજ સારનારા હોય છે. ઘોર મિથ્યાદ્રષ્ટિઓના યમ અને પ્રશમ, એ પણ એક જાતિના મોહના જ પ્રતિનિધિઓ હોય છે. ઇંદ્રિયો ઉપર નિયંત્રણ કરનારો યમ અને કષાયો ઉપર અટકાવ ધરનારો પ્રશમ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિવાળા અથવા તો સમ્યગ્દર્શનની સન્મુખ દશાવાળા આત્માઓમાં જ સાચા સ્વરૂપે હોય છે : એથી ભિન્ન જાતિના આત્માઓ તો એ યમ અને પ્રશમના નામે પણ મોહની જ ઉપાસના કરનારા હોય છે. યમ અને પ્રશમના નામે પણ મોહાધીન દશા ભોગવનારા પામરોનું જ્ઞાન પણ અજ્ઞાન રૂપ જ હોય છે. એવાઓનું ઘાર પણ ચારિત્ર કર્મક્ષયમાં હેતુરૂપ નથી હોતું. વળી એવાઓ મિથ્યા-શ્રુતમાં જ મહાલનારા. હોઇ, એવાઓનું ઉગ્ર પણ તપ કાયકષ્ટ રૂપ જ હોય છે : પણ આત્માના સ્વરૂપને આચ્છાદિત કરનારા કર્મસમૂહને, કે જે આત્મા ઉપર લાગેલ છે, તેને સહજ પણ તપાવનાર નથી હોતું. આ રીતે સુધર્મ આદરવાનો કહેલો છે જો આ રીતે સુધર્મ આદરતા આવડે તો જ આત્મા કુદેવ, કુગુરૂ, કુધર્મથી છૂટીને (પોતાનું) આત્માનું કલ્યાણ કરતો કરતો મોક્ષે પહોંચી શકે છે આથી કુદેવ, કુગુરૂ, કુધર્મને પરિહરવાનું કહેલું છે. અગ્યારમો બોલ – ફુદેવ-પરિહરૂ નું વર્ણન Page 65 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy