SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદ્રષ્ટિ દેવે તેના પગને કાપી નાંખ્યો. તે જ વખતે બીજી કોઇક નજીકમાં રહેલી સમ્યગદ્રષ્ટિ દેવીએ તે પગને સાંધી આપ્યો, અને પ્રગટ થઇ તે શાસન દેવી કહેવા લાગી કે “હે સાધુ ! આ પ્રમાણે કૂદીને જવું નહિ. કારણ કે છેલ-છીદ્ર જોનારા મિથ્યાદ્રષ્ટિ દેવો છળી જાય છે. તમારો પગ મિથ્યાત્વી દેવે કાપી નાંખ્યો હતો. અને મેં તેને સાંધી આપ્યો. આથી ફ્રી આવું કરશો નહિ.” આ પ્રમાણે કહી તે અદ્રશ્ય થઇ ગઇ. ત્યાર બાદ તે સાધુ શ્રી ગુરૂપાસે તે પ્રમાદ પદની આલોચના કરવાપૂર્વક કાયગુપ્તિમાં ઉપયોગવાળા થયા જેમ સાધુએ પહેલા કાયગતિને વિરાધી તેમ બીજાઓએ વિરાધવી નહિ. જેમ આ સાધુ પાછળથી કાયમુતિને આરાધી. તેમ બીજાઓએ પણ આરાધવી જોઇએ. આ પ્રમાણે કાયમુર્તિનું કંઇક સ્વરૂપ કહ્યું. આ આઠ પ્રવચન માતામાં પાંચ સમિતિઓ ચારિત્રની ક્રિયાઓની પ્રવત્તિ રૂપે જાણવી અને ગુક્તિઓ બધાયે અશુભ મનોયોગ વગેરે યોગોથી પાછા વા રૂપે અટકવારૂપે, અને શુભયોગોના પ્રવર્તનમાં જાણવી. શેલેષી અવસ્થા વખતે તો શુભયોગોથી પણ પાછા વારૂપે હોય છે. આજ સમિતિ અને ગુપ્તિ વચ્ચે ભેદ છે. સમિતિ પ્રવૃત્તિ રૂપ છે જ્યારે ગુપ્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપે છે. કહ્યું છે કે “જે સમિતિ છે-સમિતિવાળો છે તે નિયમા ગુપ્ત છે, ગુતિવાળો છે. જે ગુપ્ત છે તે સમિતિ હોવામાં ભજના છે એટલે તે સમિત હોય પણ ખરો અને ન પણ હોય. જે કુશલ વચન બોલતો હોય તે ગુપ્ત પણ છે અને સમિત પણ છે. (૧)’ આ આઠે પ્રવચન માતાઓને સાધુએ સાધુપણ લીધા પછી જીવનનાં છેલ્લા સમય સુધી અખંડપણે પાળવી જોઇએ. શ્રાવકોએ પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યા પછી હંમેશા તેના પાલનમાં યથાશક્તિ પ્રયત્ન કરવો. જોઇએ. કારણ કે સાધુઓને પ્રાણાતિપાત વિરમણ વગેરે જે મહાવ્રતો છે તેજ વ્રતો શ્રાવકોને અમહાવ્રત એટલે અણવ્રતરૂપે છે એટલે દેશથી પ્રાણાતિપાત વિરમણ વગેરે રૂપ છે. માટે શ્રાવકોએ પણ સર્વ શક્તિ પૂર્વક દેશથી આઠ પ્રવચન માતાના આરાધનમાં પ્રયત્ન કરેલ દેખાય છે. સામાયિક પોષધવ્રત કરેલ શ્રાવકે તો સાધુની જેમ આઠે પ્રવચન માતાને સારી રીતે આરાધવી જોઇએ કારણ કે સામાયિક કરેલ શ્રાવક પણ સાધુ જેવો કહેવાય છે. કહ્યું છે કે સામાયિક કરેલ શ્રાવક સાધુજેવો થાય છે. માટે આ કારણે ઘણા સમાયિક કરવા જોઇએ (૧) જે શ્રાવકે અથવા સાધુએ આ આઠ પ્રવચન માતાને સારી રીતે આરાધી તેને શ્રી જિનેશ્વરે કહેલા સંપૂર્ણ આરાધ્યું છે. કારણ આ અષ્ટ પ્રવચન માતાઓ જ સમસ્ત પ્રવચન એટલે શાસન છે, તે આ પ્રમાણે ઇર્યાસમિતિમાં પહેલા વ્રતનો સમાવેશ થાય છે. અને તેનામાં રહેનારા કે તેના સમાન બીજા વ્રતો પણ તેમાં જ સમાવેશ થાય છે. જગતમાં એવી કોઇ વસ્તુ નથી કે જેનો એમાં સમાવેશ ન થતો હોય કહ્યું છે કે પહેલા. વ્રતમાં સર્વજીવો બીજા અને પાંચમાં વ્રતમાં સર્વ દ્રવ્યનો સમાવેશ થાય છે. બાકીના મહાવ્રતા તેના એકદેશરૂપ જાણવા (૧)' આ પ્રમાણે અર્થથી સંપૂર્ણ પ્રવચન એટલે જિનશાસન ઇર્યાસમિતિમાં સમાય જાય છે. એ પ્રમાણે ભાષાસમિતિ વગેરેમાં શાસ્ત્રાનુસાર વિચારણા કરી લેવી-ભાવના કરવી. આ અષ્ટ પ્રવચન માતારૂપ ચારિત્રાચાર સ્વરૂપ ચારિત્ર સમ્યગ જ્ઞાન, દર્શન વગર હોતું નથી. આ ત્રણ થી અધિક કઇ પણ દ્વાશાંગીમાં નથી. આથીજ આ આઠેને પ્રવચન માતા કહેવાય છે. આથી એમાં સંપૂર્ણ શાસન પ્રવચન છે, માટે આ કારણથી સાધુઓ અને શ્રાવકોએ હંમેશા હિતકારી સામાયિક પોષધવ્રત વડે એના આરાધવામાં સંપૂર્ણ શક્તિ પૂર્વક પ્રયત્ન કરવો જોઇએ. કારણ કે એના પાલન વગર કઠિન તપ કષ્ટ વગેરે અનુષ્ઠાનો ક્રિયાઓ પણ નિરર્થક-નકામાં છે. આથી આ પ્રવચન માતાજ ચારિત્ર છે ચારિત્ર વગર તપ કષ્ટ ક્રિયાપણ નિરર્થક કહેવાય છે. કહ્યું છે કે ચારિત્ર વગરનું જ્ઞાન, દર્શન વગરનું લિંગ Page 136 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy