SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ તે પણ આની આરાધનાથીજ ! શ્રી દ્વાદશાંગીમાં બધુંજ છે, પણ જેને જે હિતકર નીવડે તે અનુયોગ કરનાર કહે : બાર અંગના સાર તરીકે આચાર મૂખ્ય છે. આ ચીજ એવી છે કે-દુનિયાના કોઇપણ આત્માને મુંઝાવે નહિ. બધામાં મુખ્યતા આનીજ કેમ ? એથી જ કે-સુંદર પરિણામ એમાંજ છે. જેમ જેમ જ્ઞાન વધે, સમજશક્તિ વધે, તેમ તેમ આચારશુદ્ધિ વધે તથા સ્વમાં અને પરમાં, મિત્રમાં અને શત્રુમાં સમાનતા આવે. એવો પુણ્યશાલી આત્મા તો આત્માને કલ્યાણકારી જેટલી પ્રવૃત્તિ હોય તેમાંજ અતિશય અપ્રમાદી હોય અને હાનિકર પ્રવૃત્તિમાં તો બહેરો, આંધળો અને મૂંગોજ હોય, એટલે કે-તેવી પ્રવૃત્તિને સાંભળે નહિ, જૂએ નહિ અને બોલે પણ નહિ તથા તે હંમેશા એક મોક્ષ પદનાજ ધ્યેયવાળો હોય અને આવા યોગીમાંજ સાચી સમાનતા આવે. જે આત્મિક પ્રવૃત્તિમાં આંધળો, બહેરો અને મૂંગો ન હોય, તે કદીજ ‘ સદાચિદાનંદપદોપયોગી' ન થાય. કહો તમે ક્યાં જાગતા અને ક્યાં ઉંઘતા છો ? કહો કે-આત્મિક પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેવાની અને પર પ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા રહેવાની સ્થિતિ આવે ક્યારે ? શુદ્ધ આચાર પરિણમે ત્યારે ! માટે કહું છું કે રોજ આત્માની પરીક્ષા કરો. તમે મુસાફરી તો રોજ કરો છો, પણ તમારે જવું છે ક્યાં એનો પત્તો નથી. ગામડીયો મુસાફ્ટ હોય, એને પણ મુસાફરીનું સ્થાન નિયત હોય ! તમારી મુસાફરી તો ધમધોકાર ચાલુ છે, પણ નિયત સ્થાનનો પત્તો નથી. ‘જ્યાં જવાયું ત્યાં ખરૂં' -એમને ? એ તે મુસા કહેવાય કે મૂર્ખ ? -કે જેનાં સ્થાનનો પત્તો નથી કે જ્યાં જવું ? તમને વિચાર કરવાની તક પણ મળે છે. તે છતાં પણ તમે તો વિચાર કરતાજ નથી. વેપારીને ત્યાં પણ કાયદો કે-એક ઉધારે તો બીજો પેલાના જમા કરે. બેયના ચાપડે રકમ પડે. આ તો હું બોલું અને તમને તો યાદજ નહિ. તમે વિચારો તો તમારામાં આ ઘુસે, બરાબર ઘુસે અને તેની ખુમારી રહે : દુનિયાની પ્રવૃત્તિ લુખી થાય, લુલી થાય અને પરિણામે ઘટે. ભલે ‘ આ દીક્ષા’ આ ભવમાં હાથમાં ન આવે, પણ ભવાંતરમાં તો આવે ? ભવાંતરમાં હાથ આવે તે માટે પણ આ ભવમાં કાંઇ તો કરવુંજ પડશેને! આ વિચાર કરો તો પોતપોતાના હૃદયનું માપ કાઢી શકો. હૃદયમાં કયો રંગ છે તે પરખાય -સંસારનો રંગ બેઠો હોય તો સમજવું કે-સમ્યગ્દર્શનમાં શ્રી જિનેશ્વરદેવના વચન પ્રતિની શ્રદ્ધામાં હજી ખામી છે. આટલું મનાય તો આ વસ્તુ પરિણામ પામે. તામસીવૃત્તિ હવે તામસી, રાજસી અને સાત્ત્વિકી વૃત્તિવાળા કોને કહેવા -એ ત્રણેના સ્વરૂપને જ્ઞાનીઓએ બહુજ ટુંકામાં સ્હેલાઇથી સમજી શકાય તે રીતિએ સમજાવ્યું છે. જે આત્મા અજ્ઞાનને આધીન થઇને, શોકાદિકને વશ થઇને અનેક દુર્ગુણોને આધીન થયેલો છે, બચવા માટે નાશવંત પદાર્થોથી ઉદ્વાર છે એમ માની બેઠો છે, જે વસ્તુની ઇચ્છા કરૂં છું તે લાભદાયી છે યા નહિ એનો વિચાર કર્યા વિના એક અર્થનીજ આશામાં મગ્ન બન્યો છે, એ મળે તોજ કાર્યસિદ્ધિ માની રહ્યો છે, જ્યારે ને ત્યારે એકજ વાત સાંભળવાની ઇચ્છા થાય છે કે-પૈસો ક્યાંથી મળે-પછી જીવનની ચાહે તે દશા થાઓ-સુધરો યા બગડો-મને તો એક વાત, પૈસો ક્યાંથી, શી રીતે, શું કરવાથી મળે, એવું સાંભળવાની વૃત્તિ-ઇચ્છા કાયમ ચાલુ છે, જ્યાં એવું સાંભળવા મળે ત્યાં દોડી જાય, જ્યારે મળે ત્યારે આનંદ થાય, આવી વૃત્તિવાળા મનુષ્યને તામસી વૃત્તિવાળો કહેલો છે એને એકલી અર્થની કથાજ પ્રિય હોય છે. ગમે તેટલું તત્ત્વજ્ઞાન સંભળાવો, તો એ કહી દે કે- ‘એમાં શું ભર્યું છે ?' અહિંસા, તપ અને સંયમના સિદ્ધાંતોનું વર્ણન કર્યે જાઓ, તો કહે કે- ‘બધું ખરૂં, પણ એનાથી અર્થની પ્રાપ્તિ છે કે કેમ ?' એ મળી શકતું હોય તો બધું સાંભળવા તૈયાર, એનો અભાવ હોય તો ગમે તેવી Page 62 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy