________________
અપેક્ષાથી રહિત થઇને તથા તપને પોતાનું ધન માનીને રહે છે : જે મહાપુરૂષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિધા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો પ્રયોગ કરતા નથી : અર્થા–સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરૂષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે; તેવા સાધુપુરૂષોને હે ભદ્ર ! આ મિથ્યાદર્શન નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણી તરીકે, લોકના સ્વરૂપથી. અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દીન તરીકે અને જ્ઞાનહીન કુકડા તરીકે સ્થાપિત કર્યા છે.” મોક્ષનાં કારણોનો લોપ ક્રી સંસારનાં શરણોને મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય
એજ રીતિએ મહામોહના એ મિથ્યાદર્શન નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઇને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્વર્ષિ ગણિવર ક્રમાવે છે કે
___ "उद्धाहनं च कन्यानां जननं पुत्रसंहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ।। १ ।।
यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् ।
તર્મ તિ સંરથાણ, તું મવતારમ્ || ૨ ||” “કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાશ કરવો અને કુટુમ્બોનું પાલન કરવું, આ આદિ જે જે ઘોર સંસારનાં કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તારવાનાં સાધન તરીકે, લોકના વેરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.”
અને “य: पुननिचारित्र-दर्शनाढ्यो विमुक्तये । मार्ग: सर्वोडपि सोडनेन, लोपिता लोकवैरिणा: || ३ ||" “જ્ઞાન, ચારિત્ર અને દર્શન કરીને સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય. મોક્ષમાર્ગ લોકવરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.”
આ પ્રમાણે આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એજ રીતિએ અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાન આત્માઓના અંત:કરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે.
આ રીતે કુગુરૂઓને ઓળખીને એનાથી સંસારની વૃધ્ધિ ન થાય એટલે જન્મ મરણની પરંપરા ના વધે એ હેતુથી એમને પરિહરવાના એટલે ત્યાગ કરવાના કહેલા છે. અહીં મિથ્યાત્વનો ઉદય જીવને શું કરે છે એ જણાવીને કુગુરૂઓ મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી આવા અનેક પ્રકારના પ્રપંચો કરીને અનેક જીવોને ભરમાવીને દુર્ગતિનું કારણ બનાવે છે અને પોતે પણ બને છે માટે કુગુરૂ પરિહરૂં કહેલ છે.
Page 76 of 191