________________
હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતા એ પરમોપકારી પરમર્પિ માવે છે કેશ્યામાક તşલાકાર સ્તથા પંચ ધતુઃ શતઃ । એકો નિત્યસ્તથા વ્યાપી સર્વસ્ય જગતો વિભુઃ || ૧ || ક્ષણ સન્તાન રૂપોવા લલાટસ્થો હદિ સ્થિતઃ । આત્મતિ જ્ઞાનમાત્ર વા શૂન્ય વા સચરાચરમ્ ॥ ૨ ॥
પંચભૂત વિવર્તો વા બ્રહ્મોસમિતિ વડખિલમ્ । દેવોસ મિતિવા જ્ઞેયં મહેશ્વર વિનિર્મિતમ્ || 3 ||
પ્રમાણ બાધિત તત્વ યદેવં વિધ મંજસા । સદ્ગુધ્ધિ કુરૂતે તત્ર મહામોહ મહત્તમઃ || ૪ ||
ભાવાર્થ :- આત્મા છે ખરો પણ તે શ્યામાક એટલે સામો નામનું એક જાતિનું અનાજ આવે છે તેના જેવા આકારવાળો છે અથવા તો તઙ્ગલ એટલે ચોખા તેના જેવા આકારવાળો છે અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે. વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો એજ કારણે વિભુ છે. આત્મા છે પણ ક્ષણ સંતાન રૂપ છે અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ તેની અંદર રહેનારો છે અથવા તો હ્રદયમાં રહેનારો છે અથવા તો જ્ઞાનમાત્ર છે. એ સિવાય આત્મા કોઇ વસ્તુ જ નથી અને આ-ચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત્ દેખાય છે તે કેવલ શૂન્ય જ છે અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે અથવા તો આ સઘળું બ્રહ્મા એ બનાવેલું છે. (વાવેલું છે.) અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે અમ જાણવું. અથવા તો આ સઘળું ય મહેશ્વરે નિર્માણ કરેલું
છે આવા પ્રકારે જે તત્વ એકદમ પ્રમાણથી બાધિત છે તેની અંદર મહામોહનો મિથ્યાદર્શન નામનો મહત્તમ સદ્ગુદ્ધિ કરે છે અને
જીવા જીવૌ તથા પુણ્ય પાપ સંવર નિર્જરા । આસ્રવો બન્ધ માક્ષૌ ચ તત્વ મેતન્નવાત્મકમ્ ॥ ૫ ॥ સત્ય પ્રતીતિતઃ સિધ્ધ પ્રમાણેન પ્રતિષ્ઠિતમ્ । તથાપિ નિદ્ભુતે ભદ્ર તદેષ જનદારૂણઃ || ૬ |
ભાવાર્થ :- જીવ અને અજીવ તથા પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ આ નવ સંખ્યાવાળા જે તત્વો છે તે સત્ય છે. પ્રતીતિ થી પણ સિધ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ હે ભદ્ર ! લોકો માટે ભયકર એવો આ મિથ્યાદર્શન નામનો મહત્તમ એ તત્વોનો અપલાપ કરે છે.
આ વિશ્વમાં સત્ય પ્રતીતિથી સિધ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવા પણ તત્વોનો અપલાપ કરીને અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવા તત્વોનો પ્રવર્તાવનાર કોઇ હોય તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખું ય જગત્ આત્મા આદિની માન્યતાઓમાં ભૂલુ જ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિધ્ધ તત્વોથી મોઢું મરડે છે અને અસત્ય તથા પ્રમાણ બાધિત તત્વોને જ સત્ય અને પ્રમાણ સિધ્ધ કરવામાં જ રક્ત રહે છે.
અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી
કાઢીને એમ કરવા માટે આકાશ પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કુદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતિએ સજ્જ છે. એ મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગે પોતાનો નાશ કરવા સાથે
Page 18 of 191