________________
પરનો નાશ પણ ખુબ જ કરે છે. એવા આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને પણ ઘણું ઘણું સહવું પડે છે એવાઓની અનર્થકારી કલ્પનાઓ અને યુક્તિઓ ભદ્રીક અને અજ્ઞાન જગતને ખુબ જ મુંઝવે છે. એ મુંઝવણના પરિણામે અનેક આત્માઓનું અમૂલ્ય માનવજીવન બરબાદ થાય છે. ખરેખર, મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે-એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. એ અંધકાર આત્મા ઉપરની કારમી શત્રુતા અજમાવે છે.
એ કારમી શત્રુતાથી સજ્જ થયેલો “મિથ્યાદર્શન” નામનો અનાદિસિદ્ધ શત્રુ પોતાનો મહિમા ફ્લાવીને દેવ, ધર્મ અને તત્ત્વની બાબતમાં જેમ વિપરીત પરિણામ આણે છે, તેમ પાત્ર અને અપાત્ર તરીકે કોને કોને જાહેર કરે છે, એનું વર્ણન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ક્રમાવે છે કે
“गृहिणो ललनाडवाच्य-मर्दका भूतघातिन: । असत्यसग्धा: पापिष्ठा: सक्होपग्रहे रताः ।। १ ।। तथाडन्ये पचने नित्य-मासक्ता: पाचनेडपि च । મદ્યપા: પરદારદ્ધિ-સવિનો માતૃષDI: II ૨ || सप्तायोगोलकाकारा-स्तंथापि यतिरुपिणः |
ये तेषु कुरुते भद्रे ! पात्रबुद्धिम्यं जने ।। ३ ।।" હે ભદ્ર ! લોકની અંદર આ “મિથ્યાદર્શન' નામના મોહરાજાનો મહત્તમ, ગૃહસ્થાવાસમાં રહેનારા, સ્ત્રીઓના અવાચ્ય પ્રદેશનું મર્દન કરનારા, અર્થાત-સ્ત્રીઓનું સેવન કરનારાઓ, પ્રાણીઓનો ઘાત કરનારા, અસત્ય પ્રતિજ્ઞાઓને ધરનારા એટલે ખોટી પ્રતિજ્ઞાઓને લેનારા અને તોડનારા, પ્રકારનાં પાપોને આચરનારાઓ અને ધન-ધાન્ય આદિ નવ પ્રકારનો જે પરિગ્રહ તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં રક્ત એવાઓ જે છે, તેઓને વિષે તથા અન્ય જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ હમેશાં પકવવાની ક્રિયામાં અને અન્ય પાસે પકાવવાની ક્રિયામાં આસક્ત છે, મદિરાપાન કરનારા છે, પરસ્ત્રી. આદિનું સેવન કરનારા છે, સન્માર્ગને દૂષિત કરનારા છે, એજ કારણે જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ તપાવેલા લોઢાના ગોળા જેવા આકારને ધરનારા છે, તેવાઓને વિષે પાત્રબુદ્ધિ પેદા કરે છે.”
સUSTધ્યાનવારિત્ર-તપોવીર્યપરાયUTI: I गुणरत्नधना धीरा, जङ्गमा: कल्पपादपा: ।। १ ।।
संसारसागरोत्तार-कारिणो दानदायिनाम् । વિન્યવતુવોદિત્યે તુન્યા યે પારમામિન: II ૨ ||
तेषु निर्मलचित्तेषु, पुरुषेवु जडात्मनाम् ।
एषोडपात्रधियं धत्ते, महामोहमहत्तम: ।। ३ ।।" “સ અને અસદ્ હેય અને ઉપાદેય, ગમ્ય અને અગમ્ય, પેય અને અપેય આદિનો વિવેક કરાવનાર જે સુંદર જ્ઞાન, આત્માને પોતાના કલ્યાણકારી ધ્યેયમાં સ્થિર બનાવનારૂં સુંદર ધ્યાન, કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવું સુંદર ચારિત્ર, કર્મને તપાવવા માટે અસાધારણ તાપ સમાન તપ અને સાધ્યની સિદ્ધિ માટે જરૂરી એવું જે વીર્ય, એ સર્વના સદાને માટે જેઓ ઉત્તમ આશ્રયભૂત છે, અનેક ગુણો રૂપી વિવિધ પ્રકારનાં જે રત્નો તે રૂપ ધનને જેઓ ધરનારા છે, અંગીકાર કરેલ અનુપમ મહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુદ્ધ ભાવનાથી કોઇ પણ જાતિની આશંસા વિના શુદ્ધ દાનના દેનારા આત્માઓનો
Page 19 of 191.