SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન એ અભિનવ અમૃત છે, એ અમૃત વિના આત્માના ભાવપ્રાણોને હણનાર રાગાદિ ઝેરી વિષ વિનાશ થતું નથી. ઉચિતવૃત્તિનાં પાંચ લિંગો શ્રી જિનધર્મથી વિરુદ્ધ ન હોય એવી અને લોકધર્મથી વિરૂદ્ધ વૃત્તિનો ત્યાગી અને કુલપરંપરાગત શુદ્ધ વૃત્તિવાળો આત્મા ઉચિત વૃત્તિવાળો કહેવાય છે : એક આત્મામાં એવી ઉચિત વૃત્તિ આવી છે કે નહિ, તે જાણવાને માટે તેના પાંચ લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. (૧) સર્વજનવલ્લભપણું :- જે માણસ ધર્મ વિરૂદ્ધ વર્તતો ન હોય, જે માણસ લૌકિક ધર્મથી વિરુદ્ધ વૃત્તિનો પણ ત્યાગી હોય અને જે માણસ કુલપરંપરાગત શુદ્ધ વૃત્તિને ધરનારો હોય, તે માણસ સ્વાભાવિક રીતે જ સર્વજનવલ્લભપણું પ્રાપ્ત કરે છે. જે માણસ પોતાની સ્થિતિ મુજબ વર્તે, છાકટાપણું કરે નહિ, કોઇનું પણ ઉંધું-છતું કરતો ન હોય, બની શકે તો કોઇનું ભલું કરી છૂટતો હોય, પરનારિસહોદરની ભાવનાથી વર્તતો હોય, વ્યાપારાદિમાં પણ અનીતિ કરતો ન હોય, અસત્ય વચન બોલતો ન હોય અને ગુણનો રાગી તથા ગુણહીનતા ઉપર કરૂણાવૃત્તિવાળો હોય, તે માણસ સ્હેજે સર્વજનવલ્લભ હોય છે. એવા દુર્જનોની વાત જૂદી છે કે-જેઓ આવી ઉચિત વૃત્તિવાળા પણ પુણ્યશાલિ આત્માઓની ઠેકડી કરે છે. તેમનું વલ્લભપણું સજ્જનો મેળવી શકતા નથી. શ્રી તીર્થંકરદેવો નાથ ખરા, પણ ભવ્ય જીવોના : તેમ દુર્જન આત્માઓને વલ્લભ ન થાય તો પણ તે સર્વજનવલ્લભ કહેવાય. આવા આત્માઓ પણ પોતાના ધર્મ વિષે આગ્રહી જરૂર હોય છે, તેઓ સર્વજનવલ્લભ બનવા માટે ધર્મથી હઠનારા કે ધર્મનિન્દાને સાંભળી લેનારા હોતા નથી. પરન્તુ એવા આત્માઓમાં એવી વિવેકશીલતા અને વ્યવહારકુશલતા હોય છે કે-ઇતર ધર્મીઓ પણ તેઓના એ ગુણની પ્રશંસા કર્યા વિના રહે નહિ. આ સર્વજનવલ્લભપણું કહેવાય અને તેને દરેકે પ્રાપ્ત કરવા માટે યોગ્ય બનવું જોઇએ. (૨) અગહિત કર્મ :- જીવિકા માટે જે વ્યાપારાદિ ક્રિયા કરવી પડે તે ક્રિયા પણ એવી હોવી જોઇએ કે-જે અનિર્દિત હોય. અર્થાત્-આજીવિકામાં એવી સંતોષવૃત્તિ હોવી જોઇએ કે જેથી લોકો એની પ્રવૃત્તિથી એની અને એના ધર્મની નિન્દા ન કરે પણ વખાણ કરે. (૩) વ્યસનમાં વીરતા ઃ- વ્યસન એટલે વિપત્તિ, આફ્ત આવ્યે છતે પણ વીરતા એટલે અઘેનતા હોવી જોઇએ. જેઓ આફ્તમાં અદીન નથી હોતા, તેઓ ધર્મની આરાધના રીતસર કરી શકતા નથી. ઉત્તમ આત્માઓ આરંભેલી । શુભ ક્રિયાને કષ્ટો વચ્ચે પણ દીન બન્યા વિના પૂર્ણ કરનારા હોય છે. આદરેલી ક્રિયા નુક્શાનકારક જણાય, એમ લાગે કે-ઉંધી ક્રિયા પકડાઇ ગઇ, તો છોડી દેવાય, પરન્તુ લોકનિન્દાથી ડરીને કે બીજા વિઘ્નોથી દીન બનીને શુદ્ધ ક્રિયા છોડવી જોઇએ નહિ. એ વાત યાદ રાખવી જોઇએ કે-સજ્જનોમાં નિન્દા થાય તેવું કાર્ય કરવું નહિ અને દુર્જનોની નિન્દાથી ડરીને સારૂં કાર્ય મૂકી દેવું નહિ. બાકી ખરાબ કાર્યમાં તો સજ્જનો દીન જ બને : પોતાથી ખરાબ થઇ ગયું હોય તે માટે તેઓને પશ્ચાત્તાપ હોય એથી તેઓ તે માટે તો દીન જ બને. (૪) યથાશક્તિ ત્યાગ અને તપ :- ઉચિત વૃત્તિવાળો આત્મા, પોતાની શક્તિ મુજબ ત્યાગ અને તપનો આદર કરનારો હોય. (૫) ધર્મમાં સુલબ્ધ લક્ષ્યત્વ :- ધર્મમાં પરમાર્થ લક્ષિપણું. આ વિના ધર્મની આરાધના યથાસ્થિત થઇ શકતી નથી. કુલાચારથી ધર્મ કરી રહેલાઓએ પણ આ ગુણ ખાસ કેળવવા જેવો છે અને એ ગુણ Page 109 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy