________________
શકે છે, તેવી જ રીતે મનને અમુક વસ્તુનો આકાર સ્પષ્ટ કરવા માટે તેના સંન્નિકર્ષમાં આવવું પડતું નથી. આવી રીતે ઘણાજ થોડા વખતમાં વસ્તુની જાતિ જણાય છે. (એનો સમય માત્ર એક સમયનો છે.) ત્યાર પછી વ્યવચ્છેદ રૂપે એની specie વ્યક્તિત્વ સમજાય છે. એની વ્યક્તતા શોધવી એને ‘ઇહા' કહેવામાં આવે છે. એને logic માં conception કહે છે. એની વ્યક્તિતાનો નિર્ણય ‘ આ તે જ છે’ એમ ધારવું તેને ‘ અવાય'
*
કહેવામાં આવે છે અને અન્ય કાંઇ નથી પણ તે જ છે એવો નિર્ણય ધારી રાખવો તેને ‘ધારણા' કહેવામાં આવે છે. લોકજીમાં આ છેવટનો નિર્ણય knowledge કહેવાય છે. જ્યારે વર્તમાન ન્યાયકારો logicians જ્ઞાનપ્રાપ્તિના ત્રણ વિભાગ પાડે છે : conception, perception & knowledge ત્યારે જૈન માનસ શાસ્ત્રીઓએ વિશેષ પ્રથક્કરણ કરીને વ્યંજનાવગ્રહ, અર્થાવિગ્રહ, ઇહા, અવાય અને ધારણા એમ પાંચ વિભાગ પાડ્યા છે. આવી રીતે સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીને ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તેને વિચાર-નિર્ણય કહેવામાં આવે છે. આંતરજ્ઞાન માટે પાંચ ઇંદ્રિયદ્વારો છે અને તે દ્વારા જ્ઞાન થાય છે. મનપર એની છાપ પડે છે. એના અન્યવ્યવચ્છેદો થાય છે અને નિર્ણય થાય છે. મન પૌદ્ગલિક હોઇને વસ્તુના વિચારનો આકાર કરે છે અને તે આકાર દ્વારા જ્ઞાન થાય છે. આ બાહ્ય પદાર્થના જ્ઞાનને અંગે વાત થઇ. આત્માને પૂર્વઅનુભૂત અથવા કર્મવર્ગણાની અસર અનુસાર ‘અધ્યવસાય' થાય છે. Instinctive knowledge સહજ જ્ઞાનનો આમાં સમાવેશ થાય છે. સ્મૃતિ અનુભવ એ સર્વનો સમાવેશ ધારણામાં થાય છે. મનના વિચારો આત્મામાં સ્થિત થાય છે અને ત્યાં રૂપ અને આકાર ધારણ કરે તેને લેશ્યા કહેવામાં આવે છે. પંચેદ્રિય સંજ્ઞી જીવોના મનનો વ્યાપાર અને આત્માના અધ્યવસાયો વચ્ચેનો તફાવત સમજવો ઘણો મુશ્કેલ પડે છે. મન પૌદ્ગલિક છે અને ત્યાં આકાર થાય છે. પૂર્વકાળની સ્મૃતિથી અથવા ઇંદ્રિયોની મદદ વગર ઓધ જ્ઞાન થાય તેને મારા વિચાર પ્રમાણે ‘અધ્યવસાય' આત્મજ્ઞાનમાં મૂકવુ જોઇએ. આત્મા જ્યારે મનયોગમાં વચનયોગમાં અથવા કાયયોગમાં પ્રવર્તે તે વખતે તેના અધ્યવસાયો જે રૂપ લે-જે પરિણામ પામે તેને લેશ્યા કહેવામાં આવે છે. જ્યાં ત્રણમાંથી કોઇ પણ યોગ હોય છે, ત્યાં લેશ્યા હોય છે, જ્યાં યોગ ન હોય ત્યાં લેશ્યા હોતી નથી. હવે અહીં સવાલ એ ઉત્પન્ન થાય છે કે કષાય અને લેશ્યામાં તફાવત કેવા પ્રકારનો રહે છે. કોઇ પણ કર્મનો બંધ પડે તે વખતે તેની ચાર બાબત મુકરર થાય છે ઃ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિબંધ એટલે એ કર્મનો સ્વભાવ કેવો છે, સ્થિતિબંધ એટલે કેટલા વખત સુધી અને ક્યારે ફ્ળ પામનાર છે, રસબંધ એટલે એ કર્મની ગાઢતા કેટલી છે, ચીકાશ કેટલી છે અને પ્રદેશબંધ એટલે એ કર્મ કેટલા-પ્રદેશ પરમાણુઓનું બનેલું છે. એક દાખલો લઇએ : શાતા વેદનીય કર્મ બાંધ્યું તો શાતા આપવી એ પ્રકૃતિ થઇ, કેટલા વખત સુધી શાતા આપવી અને શાતા આપવાનું કામ ક્યારે શરૂ કરવું એ તેની સ્થિતિ, એ શાતામાં વિશેષતા અલ્પતા કેટલી રહેશે તે રસ અને તે કર્મ પોતે કેટલા પરમાણુનું બનેલું છે તે પ્રદેશ. આમાં સ્થિતિ અને રસબંધમાં સહાય ‘ કષાયો’ કરે છે. ક્રોધ માન માયા અને લોભ જેટલા સવિશેષપણે હોય તેટલો બંધ આકરો અને લાંબા કાળ સુધી ફ્ળ આપનારો પડે છે. લેશ્યા પ્રદેશબંધને સહાય કરે છે. કષાયો અને લેશ્મા કોઇવાર અંદર અંદર એક બીજામાં એટલા બધા ચવાઇ જાય છે કે સહાય કરનાર તરીકે લેશ્યા પણ લાગે છે અને તેથી કોઇ આચાર્યે લેશ્યાને રસબંધમાં સહાય કરનાર ગણે છે પણ તે ઉપચાર માત્રથીજ સમજવાનું છે. મુખ્યતાએ રસબંધનો નિર્ણય કષાયપર જ થાય છે.
જેવી રીતે કોઇ માણસ દારૂ પીએ તો તેનું જ્ઞાન અવરાય છે, તે ઘેલો બની જાય છે, પ્રચંડ દવા ખાય તો તેની ઇંદ્રિયો બહેરી થાય છે, ક્લોરોફોર્મ આપવાથી જેમ જ્ઞાનેંદ્રિયો બાહ્ય જ્ઞાનના દ્વારો બંધ કરી દે છે તેવી રીતે લેશ્યા આત્માના સ્ફટિકત્વપર પડદો નાખી નવાં નવાં રૂપો આપ છે. આત્મા જાતે શુદ્ધ સ્ફટિક
Page 146 of 191