SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જેવો નિર્મળ અને પારદર્શક છે પણ લેશ્યા તેની સાથે આવે ત્યારે તેને જુદાં જુદાં રૂપ આપે છે, નવા નવા રંગના આકાર ધારણ કરાવે છે, તેના સ્ફટિકત્વને જુદા રૂપમાં બતાવે છે. સ્ફટિક રત્નની પછવાડે જે રંગનું દ્રવ્ય ધરવામાં આવે તેવો રંગ દેખાય છે તે પ્રમાણ આત્માનું વ્યક્તરૂપ નવા નવા રંગ ધારણ કરે છે તે લેશ્યાના સંબંધથી થાય છે. (યાદ રહેવું જોઇએ કે એ બાહ્ય સહાયક લેશ્યા દ્રવ્ય આત્માના સ્ફટિકત્વમાં પ્રવેશ કરતું નથી, આત્માના રંગને બદલતું નથી, પણ બહારની નજરે આત્માને અન્ય સંગે બતાવે છે.) લેશ્યાના છ પ્રકાર છેઃ કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુક્લ. કૃષ્ણ લેશ્યાનો વર્ણ મેઘ કે આંજણ જેવો તદૃન કાળો હોય છે, નીલ લેશ્યાનો વર્ણ પોપટ અથવા બપૈયાના પીંછા જેવો અથવા મોરની ડોક જેવો બલુ (blue) હોય છે, કાપોત લેશ્યાનો વર્ણ રીંગણાના ફૂલ જેવો રાતો (adulterated red) હોય છે, તેજો લેશ્યાના વર્ણ પ્રભાતના સૂર્ય અથવા સંધ્યાના રંગ જેવો લાલ (pure red) હોય છે, પદ્મ લેશ્યાનો વર્ણ કરેણના ફૂલ જેવો અથવા સોનાના રંગ જેવો પીળો હોય છે, શુક્લ લેશ્યાનો વર્ણ ગાયના દૂધ જેવો અથવા સમુદ્રના ફીણ જેવો સફ્ત હોય છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુદ્ધ છે, બાકીની ત્રણ લેશ્યા શુદ્ધ છે, છતાં આત્માના સ્ફટિકપણાને તો આવરણ કરનારી છે પણ ખરાબ આકારમાં બતાવનારી નથી. આવી જ રીતે લેશ્યાના રસ, ગંધ અને સ્પર્શ પણ બતાવવામાં આવ્યા છે. કૃષ્ણ લેશ્યાનો રસ કડવી તુંબડી અથવા લીંબડાના રસ જેવો છે, નીલ લેશ્યાનો રસ પીપર આદુ અથવા મરચાના રસ જેવો છે, કાપોત લેશ્યાનો રસ આમળા અથવા ફ્કસના રસ જેવો છે, તેજો લેશ્યાનો રસ કેરીના રસ જેવો છે, પદ્મ લેશ્યાનો રસ ધરાખ-ખજૂર અથવા મહુડાના આસવ (દારૂ) જેવો છે અને શુક્લ લેશ્યાનો રસ સાકર-ગોળ-ખાંડ કે શેરડીના રસ જેવો મધુર છે. પહેલી ત્રણે લેશ્યાઓ ઘણી દુર્ગંધવાળી અને મલીન છે અન તેનો સ્પર્શ ઠંડો અને લુખો છે, બાકીની ત્રણે લેશ્યાઓ સુગંધવાળી અને નિર્મળ છે અને તેનો સ્પર્શ સ્નિગ્ધ અને ગરમ છે. લેશ્યાને અંગે પ્રાણીના કેવાં પરિણામ થાય છે તે બતાવવા શાસ્રકારે જાંબુ વૃક્ષનું દ્રષ્ટાન્ત આપ્યું છે. છ મિત્રો જંગલમાં ગયા, ભુખ્યા થયા, સામે જાંબુનું ઝાડ જોયું. પ્રથમ માણસે કહ્યું કે આ આખા ઝાડને ઉખેડી નાખો એટલે મહેનત વગર ફ્ળ ખવાય, બીજાએ કહ્યું કે વૃક્ષ પાડવાનું કાંઇ કારણ નથી, ડાળીઓ પાડીએ તો ઠીક છે, ત્રીજાએ નાની નાની ડાળીઓ પાડવા કહ્યું, ચોથાએ જાંબુવાળા ગુચ્છાઓ પાડવા કહ્યું, પાંચમા એ જાંબુને જ પાડવા કહ્યું અન છઠ્ઠાએ જમીનપર પડેલાં જાંબુ છે તે વીણી ખાઇને સંતોષ પામવા કહ્યું. આવી રીતે છ લેશ્યાવાળાના પરિણામો હોય છે. આ સંબંધમાં ધાડ પાડવા ગયેલા છ માણસોનું બીજું દ્રષ્ટાન્ત આપેલ છે તે આ પ્રમાણે-ગામમાં પેસતાં પ્રથમે કહ્યું કે સામે માણસ કે ઢોરો આવે તેને મારવું, બીજાએ કહ્યું કે માત્ર માણસને જ મારવાં, ઢોરને શા માટે મારવા ? ત્રીજાએ કહ્યું સ્ત્રીને ન મારવી, માત્ર પુરૂષને જ મારવા; ચોથાએ કહ્યું હથિયારવાળો પુરૂષ હોય તેને મારવો, પાંચમાએ કહ્યું કે હથિયારવાળામાં પણ સામે થતો હોય તેને જ મારવો, નાસતો હોય તેને શા માટે મારવો ? છઠ્ઠાએ કહ્યું પરદ્રવ્ય હરવું એજ પાપ છે તો પછી વળી ખૂન કરવાનું વધારે પાપ શા માટે કરવું ? માત્ર ધન લેવું, કોઇને મારવા નહિ. આ બન્ને દાખલાઓથી પ્રત્યેક લેશ્યાવાળાની અનુક્રમે પરિણતિ કેવા પ્રકારની હોય છે તે જણાઇ આવશે. એ દરેક દ્રષ્ટાન્તો અનુક્રમે કૃષ્ણથી શુક્લ લેશ્યાના છે. આગલ વધતાં પરિણામ વધારે સુંદર બનતા જાય છે તે એ દાખલાઓથી જણાઇ આવે છે. લેશ્યા સર્વ જીવોને હોય છે, વિશેષ વિકાસ થાય તેમ તે ઉચ્ચ પ્રકારની પ્રાપ્ત થતી જાય છે, મન ન હોય તેવા જીવોને પણ લેશ્યા હોય છે, તેના સંયોગથી આત્માના જે રૂપના અધ્યવસાય વ્યક્ત થાય-જે પરિણતિ થાય તેન તે બતાવે છે, ચિત્રે છે અને સારા અથવા ખરાબ આકારને ધારણ કરાવે છે. એ Page 147 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy