________________
સેન્યમાં હાથી, ઘોડા અને રથોની સંખ્યા અસંખ્ય હતી. : એ સેન્યનો સેનાપતિ, યુવાન હોઇ સર્વ પાપોમાં પરાયણ હતો : એ યુવાન સેનાપતિ, સીતાદેવીના દર્શનની સાથે જ કામને પરવશ બની ગયો : સ્વચ્છન્દવૃત્તિને ધરનારા તે સનાપતિએ, કામની પરવશતાના પ્રતાપે કોઇપણ જાતનો વિચાર કર્યા વિના પોતાના મ્લેચ્છોને ઉચ્ચસ્વરે હુકમ કર્યો કે- “આ બે મુસાફ્રોને નસાડી મૂકીને અથવા મારી નાખીને મારા માટે આ સુંદર સ્ત્રીને હરી લાવો.'
વિચારો કે- “કામની પરવશતા, આત્મા ઉપર કેવું વિચિત્ર પરિણામ આણે છે ?' કામની પરવશતાએ, “સામેથી આવનારા તેજસ્વી પુરૂષો અને સ્ત્રી કોણ છે ?' એનો પણ વિચાર કરવાની શક્તિ સેનાપતિમાં રહેવા દીધી નહિ. કામની પરવશતાથી વિચારવિકલ બનેલા સેનાપતિએ, પોતાના પ્લેચ્છો ઉપર છેલ્લામાં છેલ્લી આજ્ઞા માવી દીધી. કામની પરવશતા, પરૂષની પરૂષાર્થશક્તિનો પણ કારમી રીતિએ નાશ કરે છે. જે આત્માઓ, કામને પરવશ બને છે : તે આત્માઓની બદ્ધિ ઠેકાણે નથી રહેતી. મોટા મોટા આત્માઓ પણ, કામની પરવશતાથી પામર બને છે તો આ બિચારા બ્લેરથ્થોના સેનાપતિની શી. ગુંજાશ કે એ આવી દશામાં વિચક્ષણ રહી શકે ? કામની પરવશતાના યોગે વિચક્ષણતાથી રહિત થઇ ગયેલા સેનાપતિએ, પોતાના પ્લેચ્છોને ગમે તેમ કરીને પણ સામે આવતી સુંદર સ્ત્રીને ઉઠાવી લાવવાની આજ્ઞા માવી દીધી. કામક્રીડાનું દ્રશ્ય જોવાથી હદય ઉપર થયેલી કારમી અસરઃ ભયંક્ર નિયાણું :
પ્રથમ અને પશ્ચિમ બન્ને ભાઇ મુનિઓ વ્રત ગ્રહણ કર્યા બાદ શાન્તકષાયી બનીને વિહરી રહ્યા છે. વિહાર કરતાં કરતાં એકવાર તેઓ કોશામ્બીમાં આવી પહોંચ્યા. કૌશામ્બી નગરીમાં તે વખતે વસન્તોત્સવ ચાલી રહ્યો છે.
તમે જાણો છો કે-કામરસિક આત્માઓ વસંતોત્સવમાં વિવિધ પ્રકારની કામક્રીડાઓ કરે છે. કામક્રીડાનું દર્શન, એ એવી વસ્તુ છે કે આત્માને ભાન ભલતાં વાર ન લાગે.
ચકલી-ચકલાના યુગલને કામક્રીડા કરતું જોઇને લક્ષ્મણા સાધ્વીને ક્ષણભર કયો વિચાર આવ્યો ? અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોને વેદોદય નહિ એટલે તેમને શી ખબર પડે ? આ જાતિનો વિચાર આવી. ગયો. પછી ભૂલનો ખ્યાલ આવ્યો, પણ એકવાર તો દુષ્ટ વિચાર આવી ગયો.
અહીં પણ એવું બને છે કે-વસન્તોત્સવમાં નંદિઘોષ નામનો રાજા પોતાની ઇન્દુમુખી નામની રાણીની સાથે ક્રીડા કરી રહ્યો છે અને એ દ્રશ્ય કૌશામ્બીમાં પધારેલા પ્રથમ અને પશ્ચિમ નામના મુનિઓના જોવામાં આવે છે. આ દ્રશ્ય જોવાથી પશ્ચિમ મુનિના હૃદય ઉપર ઘણી જ કારમી અસર થાય છે.
કર્મની ગતિ જ વિચિત્ર છે. આત્મા સંયોગ પામીને ઉંધે રસ્તે ચઢી જતાં વાર લાગતી નથી. આથી જ્ઞાનિઓ માને છે કે-કલ્યાણના અર્થિઓએ સદા દુર્વિચારોને પેદા કરનારા સંયોગોથી જ બચવાને માટે પ્રયત્નશીલ રહેવું.
- વસન્તોત્સવમાં રાજા-રાણીની ક્રીડા જોઇને પશ્ચિમ મુનિએ નિયાણું કર્યું કે- ‘આ તપશ્ચર્યાના યોગે આ રાજા-રાણીનો હું આવો જ ક્રીડા કરવામાં તત્પર પુત્ર થાઉં !'
અત્યારે આત્મા ભાન ભૂલ્યો છે. ક્રીડા કરવાની તીવ્રાભિલાષા પ્રગટી છે. એ વિના આવું નિયાણું કરે ? કેવું ? આજ રાજા-રાણીનો હું પુત્ર થાઉં, એટલું જ નહિ પણ આવો જ ક્રીડાપર હું થાઉં !
Page 31 of 191