________________
આછો આછો પણ ખ્યાલ આવ્યા વિના, તત્ત્વચિન્તન થાય શી રીતિએ ? માટે ઉંચામાં ઉંચી કોટિના તત્ત્વજ્ઞાનિઓએ એજ માવ્યું છે કે- “આ મહત્ત્વના મનુષ્યજન્મને સાર્થક કરવાને માટે સર્વજ્ઞ વીતરાગ એવા પરમાત્માની આજ્ઞા મુજબ વર્તવાનો પ્રયત્ન કરો અને એ માટે શ્રી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાઓનો અભ્યાસ કરવામાં પ્રમાદી ન બનો !' તત્ત્વજ્ઞાનીની સેવા સ્વીકરો
ભાગ્યશાલિઓ ! વિચારો કે સાચા તત્ત્વજ્ઞાનીઓ શિવાય આવી સાચી, અનુપમ અને એકાંત હિતકર શિખામણ બીજું કોણ આપી શકે તેમ છે ? આથીજ કહું છું કે-જો કોઇની સેવાજ સ્વીકારવી છે, તો તેની જ સેવા સ્વીકારવો કે જેની સલાહ મુજબ ચાલવામાં એકાંત સ્વપરનું એકાંતે હિતજ થાય. તત્ત્વજ્ઞાનીઓ અપકારીઓ ઉપર કોપ કરવાની જરૂર સલાહ આપે છે, પણ તે બીજા અપકારી ઉપર નહિ, પણ “કોપ’ રૂપ અપકારી ઉપરજ, અને એ અપકારી ઉપર કોપ કરવાની ઉપાલંભ ભરેલી સલાહ આપતાં એજ ઉપકારી મહર્ષિ એવી ભાવના કરવાનું માને છે કે
“सर्वपुरुषार्थ चौरे, कोपे कोपो न चेत् तव ।
चिक् त्वां स्वल्पापरोधेडपि, परे कोपपरायणम् ।। १ ।।" “હે આત્મન્ ! સર્વ પુરૂષાર્થોમાં ચોર સમા કોપ ઉપર જો તને કોપ ન આવતો હોય, તો અતિશય અલ્પ અપરાધી એવા બીજાની ઉપર કોપ કરવામાં તત્પર એવા તને ધિક્કાર હો !”
આથી સમજી શકાશે કે-ક્તત્ત્વજ્ઞાનીની સ્થિતિ જ કોઇ અનેરી હોય છે. એટલે એ સ્પષ્ટ છે કે-સંયોગને અનુસરીને સ્વરૂપથીજ પલટો ખાનારાઓ વાસ્તવિક રીતિએ તત્ત્વજ્ઞાની જ નથી. સાચા તત્ત્વજ્ઞાની પુરૂષો માત્ર વાણીથી જ- “દુનિયાને સુખી કરી દઉં” -એમ કહી કહીને અશક્ય પ્રવૃત્તિઓનો આરંભ કદી જ કરતા નથી. તત્ત્વજ્ઞાનીની તો એકજ ભાવના હોય છે કે-જે વસ્તુ જેવી હોય તે વસ્તુ તેવીરીતે હું પ્રકાશિત કરું. તે છતાં પણ જેઓ આંખો મીંચીને જ ચાલે, તેઓ પટકાય એની જોખમદારી તેઓના પર નથી રહેતી. સમગ્ર આલમની સમક્ષ સત્ય વસ્તુનો પ્રકાશ કરી દેવો, એના જેવો સુખનો માર્ગ જગતમાં શોધ્યો પણ જડે તેવો નથી. આ પ્રકાશ જેના જેના પર પડ્યો તે રાગી હોય તોય સુખી, દરીદ્ર હોય. તોયે સુખી અને દુ:ખી તોયે સુખી. નહિ તો શ્રી તીર્થંકરદેવો આખા જગતને તારવાની ભાવનાવાળા, ધર્મતીર્થની સ્થાપના અને પ્રચારણા ઉપરાંત બીજું કાંઇ પણ કર્યા સિવાય કેમજ ચાલ્યા જાય ?
એથી સ્પષ્ટ છે કે-ખરો સુખનો ઉપાયજ એ છે. એજ કારણે શ્રી તીર્થંકરદેવો ઉપકારની ભાવનાથી, મોટા થયા પછી, એકદમ ઉદાસીન થયા અને એથી સત્યનો પ્રકાશ કરવા સિવાય બીજી પ્રવૃત્તિમાં શક્તિનો ઉપયોગ કર્યોજ નહિ, કેમકે-અનંતી શક્તિનો પણ ઉપયોગ અયોગ્ય આત્મા ઉપર થઇ શકતો જ નથી. લાકડાં ચીરનાર પણ કહે છે કે અમારો તીણો પણ કુહાડો ગાંઠો પર નથી ચાલી શકતો ! સર્વપ્રકાશક સૂર્ય પણ કહે છે કે-ઉલૂની જમાતને દેખતી કરવાની શક્તિ મારામાં નથી ! સાકર પણ કહે છે કે-ગધેડા માટે હું નકામી છે. એટલું જ નહિ પણ જો એ મને ખાય તો મરે ! દ્રાક્ષા પણ કહે છે કે-ઉંટ માટે હું નકામી છે, પછી જગત માટે મીઠી ભલે હોઉં ! ઠંડુ પણ પાણી દાહ સ્વરવાળાને બાળનારૂં છે ! સારૂં પણ અનાજ મંદ હોજરીવાળાને પુષ્ટિ નથી કરતું અને સારો તથા હુંશિયાર શિક્ષક પણ અયોગ્ય વિધાર્થી માટે નકામો નીવડ છે તથા પુઠ્ઠરાવર્ત મેઘ પણ કહે છે કે-મગશેળીઆ પાષાણને ભીંજવવાની શક્તિ મારામાં નથી. તેવીજ રીતિએ નાવી કહે છે કે-જગતને તારું પણ મારામાં કાણું પાડે અગર મારામાંથી ઉછળી પડવાનાજ
Page 89 of 191