________________
કે-કયી સદીની ભાષા છે, એ વગેરે ? અરે ભાષા તો આજે પણ અનેક સદીની લખી શકાય છે. અનન્તજ્ઞાની, સઘળી ભાષાના જાણ, સઘળા અક્ષરોના સઘળા સંયોગોને જાણનાર-એવાઓએ જે ભાષામાં કહેલું, તેની સામે ભાષાનો પ્રશ્ન ઉભો કરવો, એનો અર્થ જ નથી. તત્ત્વજ્ઞાન તરફ અને તે પણ આત્મમુક્તિના હેતુથી લક્ષ્ય રહે તો જ કલ્યાણ થાય. તત્વજ્ઞ કોણ ?
વાત એ છે કે-આત્માની દ્રષ્ટિ આવવી જોઇએ. જેને પાપથી બચવાનું મન નથી, તેને ગમે તેટલા જ્ઞાને પણ મોક્ષ મેળવવાનું મન થાય નહિ; અને જે જ્ઞાનથી મોક્ષ મેળવવાનું મન થાય નહિ, તે ગમે તેટલું વિશાળ પણ જ્ઞાન હોય તોય તે જ્ઞાન અજ્ઞાન કોટિનું છે. એટલા જ માટે પરમ ઉપકારી શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ “નિવuિ૫મણેb' એમ કહીને હૈયાનો ભાવ ઠાલવ્યો છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ પોતાના જીવનમાં જ્ઞાન સંપાદન કરવાને માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. જ્ઞાનના વિકાસ માટે એ મહાત્મા કાશીએ ગયા હતા. ત્યાંય ઘણી મહેનત કરી અને ત્યાંથી આ તરફ આવ્યા પછીય એ મહાપુરુષે ઘણી મહેનત કરી. કઠિનમાં કઠિન ગણાતા જે શાસ્ત્રગ્રન્થો, તેનો પણ એમણે અભ્યાસ કર્યો. એ પછી એમણે પોતે ઘણું લખ્યું પણ ખરું. શ્રી ઉપાધ્યાયજી મહારાજના રચેલા ગ્રન્થોમાંના અમુક ગ્રન્થો તો આજે મળતા પણ નથી; અને જે ગ્રન્થો મળે છે તે ગ્રન્થોને ભણી શકે અને સમજી શકે એવા પણ આજે ઓછા છે. એ બધા મહાપુરુષોએ ઠામ ઠામ મોક્ષની ને મોક્ષના ઉપાયની વાત લખી છે, પણ એ વાત બેસે કોના હૈયામાં? સંસાર ભૂંડો લાગે તો એ વાત હૈયે બેસે ! ગમે તેટલું ભણે અને ગમે તેટલું જાણે, પણ સંસાર ભૂંડો લાગે નહિ તો કહેવું પડે કે-એનું ભણતર એ સાચું ભણતર નથી. એ વાત ડાહ્યો થાય, પણ તત્ત્વજ્ઞ થાય નહિ. તત્ત્વજ્ઞ તે જ કહેવાય, કે જેને એક માત્ર મોક્ષ સિવાય કશું જ સાધવા જેવું લાગે નહિ. તત્ત્વજ્ઞાનીની ફરજ
હવે એ ધર્મની ચિંતા પેદા થાય એ માટે, જરૂર આપણને ધર્મની ચિંતા પેદા કરાવનારાઓની પૂરતી જરૂર છે. એટલાજ માટે તત્ત્વજ્ઞાનીઓને આપણે સ્થાન આપ્યું છે. તત્ત્વજ્ઞાનીઓની ફ્રજ એ છે કે-પોતાનું કલ્યાણ સાધવા સાથે ધર્મની ચિંતા ન જાગી હોય ત્યાં જાગૃત કરવી. “દુનિયાનાં પ્રાણીઓમાં ધર્મની ચિંતા કરવાની ભાવના જાગૃત કરી દેવી.' અ વિના તત્ત્વજ્ઞાનીઓની બીજી કાંઇ વિશિષ્ટ જ નથી. તત્ત્વનું નિરૂપણ હોય કે કથાનું નિરૂપણ હોય પણ ઉદ્દેશ એ આત્માઓનો સંસાર છૂટે
સુવિહિતશિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર, આચાર્ય-ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, સંવેગરસને પેદા કરનારી એવી આ શ્રી સમરાઇશ્ચકહાની આદિમાં શિષ્ટાચરિત મંગલની આચરણા કરી રહ્યા છે. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરાવ્યા બાદ, કથાકાર પરમર્ષિ ચોવીસમા તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામિજીને નમસ્કાર કરાવે છે. ભગવાન શ્રી વર્ધમાનસ્વામિજીને નમસ્કાર કરાવતાં, તેઓશ્રી માવે છે કે
“परमसिरिवद्धमाणं, पणढमाणं विसुद्धवरनाणं । गयजोअंजोइसं, सयंभुवं वद्धमाणं च ////
Page 96 of 191