SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ છે. એમાં પ્રથમ લૌકિક દેવગત મિથ્યાત્વના સડસઠ (૬૭) ભેદો બતાવે છે. તથા સમ્યગ્દર્શનીઓએ નિયમપૂર્વક મિથ્યાત્વીઓએ કહેલ લૌકિક દેવગત મિથ્યાત્વ વિષયક આ વસ્તુઓ પણ છોડવી જોઇએ. તે આ પ્રમાણે છે. (૧) હરિહર બ્રહ્મા વગેરેના (પ્રાસાદોમાં) મંદિરોમાં જવું, પૂજા કરવી, નમસ્કાર કરવા વગેરે રૂપ પ્રથમ દેવગત મિથ્યાત્વ દર્શનનો ભેદ સમ્યગ્દર્શનીઓએ છોડવો જોઇએ અને તેનાં ભેદો આ પ્રમાણે છે. (૧) હટ્ટ-હાટ એટલે દુકાન વગેરેની સ્થાપના વગેરે કામની શરૂઆતમાં શુભ માટે વિનાયક એટલે ગણપતિ વગેરેના નામ લેવા. (૨) ચન્દ્ર અને રોહિણીના ગીતગાન કરવા. (૩) વિવાહના મહોત્સવમાં વિનાયકની સ્થાપના કરવી. (૪) પુત્ર જન્મ વગેરેમાં છઠ્ઠા દિવસે છઠ્ઠી દેવતાનું પૂજન કરવું. (૫) જાતકના જન્મેલાના છઠ્ઠા દિવસે રાત્રિમાં બાળકના માથા ઉપર વિધિવિધાતા અક્ષરો લખે છે, તે પ્રમાણે લોકોમાં લોકવાયકાના પ્રવાહથી પ્રેરાયેલ દિલવાળી બાઇઓ રાત્રે જાગે છે અને ગાય છે. (૬) લગ્ન વગેરે ઉત્સવોમાં માયરાની એટલે માતૃઓની સ્થાપના કરવી. (૭) બીજના ચન્દ્રમા તરફ દશિકાનું દાન કરે. (૮) ચંડિકા વગેરે દેવીઓની માનતા માનવી. (૯) તોત્તુલાદેવી ગ્રહ વગેરેનું પૂજન. (૧૦) ચૈત્ર આસો મહિનાની સુદ સાતમ, આઠમ અને નોમના દિવસોએ ગોત્ર દેવતા વિશેષનું પૂજન કરવું. (૧૧) મહાસુદ છઠ્ઠના દિવસે સૂર્યની રથયાત્રા. (૧૨) ચન્દ્ર, સૂર્યના ગ્રહણમાં વિશેષ પ્રકારે સ્નાન, દાન આપવું. પ્રતિમા પૂજન વગેરે કરવું. (૧૩) ધૂળેટી, રજસ્પર્વ દિને હોળીને પ્રદક્ષિણા આપવી વગેરે (૧૪) પિતૃઓને પિંડ આપવું. (૧૫) અને શનિવારે તેની પૂજા માટે વિશેષ પ્રકારે તલ તેલ વગેરે આપવું. (૧૬) ભાદરવા સુદ દુર્વાઆઠમના દિવસે દુર્વાપૂજન પૂર્વક વિરુહ એટલે અંકુરા ઉગાડવા. વગેરે કરવું તે. (૧૭) સૂર્ય સંક્રાતિના દિવસે વિશેષ પ્રકારે પૂજા, સ્નાન, દાન વગેરે કરવું તે. (૧૮) (મહાવદ) ફાગણવદ ચૌદશ એટલે શિવરાત્રિના દિવસે (રાત્રે) રાત્રિજાગરણ કરવું. (૧૯) રેવંતપંથ દેવતાઓનું પૂજન વગેરે કરવું. (૨૦) ભાદરવા સુદ અને વદ પક્ષમાં વત્સ બારસનું વિધાન કરવું. (૨૧) ક્ષેત્ર કૃષિના પ્રારંભમાં ખેતર ખેડવાના મુતમાં હળ દેવતાનું અને સીતા એટલે ખેડવાની ભૂમિનું પૂજન કરવું. (૨૨) સુદ સાતમના દિવસે વૈધનાથ વગેરે દેવની સાતમનું પૂજન કરવું. ઉપવાસ વગેરે કરવા અને પાડોશના સાત ઘરોમાં રહેલી સ્ત્રીઓ પાસેથી કોરકાન્નના દાણા-કણ માંગીને તેના વડેજ ભોજન કરવું.(૨૩) ફાગણ સુદ પાંચમનું નાગપૂજન કરવું.(૨૪) પુત્ર જન્મ વગેરે વખતે માતૃ શરાવડા અને વૂઢા નામિકોને ભરવા, (૨૫) રવિવાર અને સોમવારના દિવસે એકાસણા વગેરે તપો કરવા. (૨૬) મિથ્યાદ્રષ્ટિ ગોત્ર દેવતાની પૂજા કરવી. (૨૭) આસો ચૈત્ર મહિનાની સુદ પક્ષમાં નવ દિવસોમાં નાગ દેવતા વગેરેની પૂજા ઉપવાસ વગેરે તપો કરવા. (૨૮) બુધ આઠમના દિવસે અગ્નિકારિકા કરવી. (૨૯) સુવર્ણ રૂપું રંગીત-એટલે સોના રૂપાથી રંગેલા વસ્ત્ર પહેરવાના દિવસે સૌગિણિ-રૂપિણિ રંગિણી વગેરે દેવતા વિશેષાશ્રયી વિશેષ પૂજા વિધાન અને લંભન (લંઘન) કરવી.(૩૦) મહા મહિનામાં ઘી, કામળ આપવા. (૩૧) ભાદરવા મહિનાની વદી ત્રીજ જે કજ્જલ કાજળત્રીજ કહેવાય છે. તે દિવસે સીતા એટલે સાકર અને હરિતાલિકા (થ્રો) એક જાતની વનસ્પતિ વડે કજ્જલી દેવીનું પૂજન વગેરે કરવું. (૩૨) મૃતકાર્યમાં જલાંજલિ આપવું તથા તલ અને ડાભનું દાન આપવું. (૩૩) શ્રાવણ મહિનામાં સુદ છઠ્ઠ ને દિવસે ચંદન છઠ્ઠ વિધાન કરવું.(૩૪) ગાયના પુંછડા વગેરેમાં ધાતુ વગેરે વડે હસ્તક કરવું. (૩૫) ભાદરવા મહિને અર્ક છઢ કરવી. (૩૬) મહા સુદ ત્રીજના દિવસે ગૌરી ભક્ત ભોજન કરે એટલે જે સ્ત્રીઓ ગૌરીની આરાધના કરતી હોય તેને તે આરાધના માટે તે દિવસે સોળ વશાનું ભોજન આપે તે ગૌરી ભક્ત કહેવાય. (૩૭) પત્ની સહિત પૂર્વજ પિતૃઓની પ્રતિમા કરાવવી. (૩૮) ઉતરાયણના Page 159 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy