________________
દ્રષ્ટાંત કહે છે. તે આ પ્રમાણે. હસ્તિકલ્પનગરમાં એક સાધુ મા ખમણના પારણે કોઇ બ્રાહ્મણના ઘરે મૃત્યુનિમિત્તના જમણમાં વહોરવા માટે ગયા. ત્યાં બ્રાહ્મણો ઇચ્છા પ્રમાણે ઘેબર ખાતા હોવા છતાં પણ ઘણો વખત થવા છતાં સાધુને ઘેબર આપ્યા નહિ. આથી ગુસ્સે થયેલા તે “બીજા મરણમાં આપજો' એમ કહી ત્યાંથી (સાધુ) નીકળી ગયા. નસીબ જોગે તેજ ઘરે બીજો માણસ મરી ગયો, સાધુ પણ આગળની જેમ માસિક જમણમાં વહોરવા ગયા. ત્યારે પણ આગળની જેમ બધાને ખાતા જોઇ, લાંબો વખત સુધી ઊભા રહેવા છતાં ઘેબરની ભિક્ષા ન મળી ત્યારે ગુસ્સે થઇ આગળની જેમ કહી પાછા જતા રહુ. ફ્રી ત્રીજીવાર પણ તે ઘરમાં ત્રીજો માણસ મરી ગયો. તેના મહિનાના જમણમાં સાધુ આગળની જેમ ફ્રી બોલીને પાછા જતા હતા ત્યારે તે દ્વારપાળે જોયું. અને તે આખી હકીકત ઘરના માલિકને જણાવી, ત્યારે તે ઘર માલિકે મૃત્યુ ભય ઉત્પન્ન થવાથી પોતાનો અપરાધ ખમાવી તે સાધુને ઇચ્છા પ્રમાણે ઘેબર વહોરાવ્યા. જેમ આ સાધુએ ક્રોધ ફ્લ બતાવી ગોચરી લીધી, તેમ બીજા સાધુએ ન કરવું, ક્રોધપિંડનું સ્વરૂપ કહ્યું.
૮. હવે આઠમા માનપિંડનું સ્વરૂપ કહે છે. લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલ કોઇક સાધુને જ્યારે બીજા સાધુ વગેરે દ્વારા “તું જ આ કામ કરવા સમર્થ છે.” વગેરે વચનો વડે ઉત્સાહિત થયેલો અથવા ‘તારાથી કાંઇ ન થાય' વગેરે વચનો વડે અપમાનિત થયેલો (સાધુ) હોય, અથવા ગૃહસ્થનું અભિમાન વધારતો જે સાધુ આહારને લે છે તે માનપિંડ કહેવાય છે. આમાં સેવ વહોરવાની ઇચ્છાવાળા સાધુનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે.
કોશલ દેશમાં ગિરિપુષ્મિતનગરમાં સેવના પર્વના દિવસે જુવાન સાધુઓ અરસપરસ વાતો કરતા. હતા, ત્યારે તે એક સાધુએ કહ્યું કે..... “આજે તો ઘણી સેવ મળશે. પરંતુ કાલે જે આ સેવ લાવશે તે લબ્ધિમાન છે.” આ પ્રમાણે કહ્યું ત્યારે બીજા સાધુએ કહ્યું, ‘સેવથી શું ?' જે ઘી, ગોળ વગરની હોય થોડી હોય આ પ્રમાણે વાત ચાલતી હતી, ત્યારે એક સાધુ અભિમાન ઉત્પન્ન થવાથી પ્રતિજ્ઞા પૂર્વક કહ્યું કે “હું આજના જેવી જ કાલે પણ સેવ લાવીશ.” બીજે દિવસે તે સાધુ સેવના માટે ક્રતા હતા. કોઇક મોટા શેઠના મકાનમાં તેવા પ્રકારની સેવ જોઇ....તે સ્ત્રી પાસે વિવિધ વચનો વડે તેની યાચના-માંગણી કરી છતાં પણ તે
જ્યારે આપતી નથી, ત્યારે તેને પ્રતિજ્ઞા કરી કે ગમે તેમ કરીને હું આ સેવને વહોરીશ.' ત્યારે તે સ્ત્રીને પણ અભિમાન ઉત્પન્ન થયું હોવાથી તેને પણ કહ્યું કે “જો ત આ લઇ જઇશ તો મારું નાક (ઘસાયું) કપાયું માનીશ' હવે તે સાધુ તે લેવા માટે તેનો પતિ સભામાં બેઠો છે, એમ ક્યાંયથી જાણીને તે સભામાં જઇને પૂછયું, કે તમારામાં દેવદત્ત કોણ છે ? આ પ્રમાણે તેને પૂછયું ત્યારે સભાજનો એ પૂછયું તેનું શું કામ છે? તેને કહ્યું કાંઇક માંગવું છે. ત્યારે તે સભાજનોએ કહ્યું હે
મહાત્મા ! એ તો શૂન્યા ઘરમાં-ખંડિયેરમાં પોતાની કુમારીને માંગવા જેવું છે. આ પ્રમાણે સભાજનો દ્વારા પોતાની મશ્કરી થતી સાંભળીને તે દેવદત્ત ઇર્ષ્યા ઉત્પન્ન થવાથી સાધુને કહેવા લાગ્યો. “અરે તારે જે કંઇ કામ હોય તે કહે હુ જ દેવદત્ત છું.’ આ પ્રમાણે તેને કહ્યું. સાધુએ કહ્યું. “હું કામ કહં પણ જોતું છઠ્ઠા ઉપર સાતમો ન થતો હોય તો આ પ્રમાણે તેને કહ્યું ત્યારે કુતુહલ ઉત્પન્ન થવાથી તે સભાજનો તેને કહેવા લાગ્યા “કયા તે છ જણા ?' તેને કહ્યું ધ્યાન આપી સાંભળો. (૧) શ્વેતાંગુલી, (૨) બકોટ્ટાયો, (૩) તીર્થસ્નાતા, (૪) કિંકર, (૫) હૃદનો, (૬) ગૃધ્રાવરિંખી આ છ જણા સ્ત્રીને આધિન છે, એમની વાત આ પ્રમાણે છે.
(૧) પોતાના પ્રાણ પ્રિયાના આદેશને આધિન થયેલા કોઇક કુલ પુત્રે સવારે તેની સ્ત્રી પાસે ભોજન માંગ્યું, ત્યારે તે પથારીમાં બેઠી બેઠી કહેવા લાગી. “જો તમને ભૂખ લાગી હોય તો ચૂલામાંથી રાખ કાઢો અને પાણી ઇંધન લાવો, જેથી હું જલ્દી તમને જમાડું' આ પ્રમાણે તેને કહ્યું અને તેણે કર્યું. આ પ્રમાણે દરરોજ રાખ દૂર કરવાથી આંગળીઓ સફ્ટ થઇ ગઇ, એથી લોકોમાં શ્વેતાંગુલિક તરીકે પ્રસિદ્ધ થયો, (૨)
Page 185 of 191