________________
કહે છે કે-સંસાર રૂપી કારાગૃહની ચાર કષાય રૂપી ચાર ભીંતોમાં રાગ અને દ્વેષ રૂપ બે કમાડ જડેલાં છે. આ કારણે નિઃસાર એવું સંસાર કારાગૃહ ગાઢ અન્ધકારથી આવરાયેલું છે. અન્ધકાર તરીકે અહીં અજ્ઞાન સમજવું.
ક્રોધ નિગ્રહના પાંચ પરમ ઉપાયો
(૧) ક્રોધના નિમિત્તનો પોતાના આત્મામાં ભાવાભાવ વિચારવો. (૨) ક્રોધના દોષોનું ચિંતવન કરવું. (3) બાલસ્વભાવનું ચિંતવન કરવું. (૪) સ્વકૃતકર્મના ફળનું અભ્યાગમન વિચારવું. (૫) ક્ષમાના અન· ગુણોનો વિચાર કરવો.
ક્રોધને જીતવાના પાંચ સુર ઉપાયો
કષાયમુક્તિ એજ સાચી મુકિત છે.
સાંવત્સરિક ક્ષમાપના એ જૈનોનું આવશ્યક કર્તવ્ય છે. વર્ષને અંતે પણ ક્રોધાદિક કષાયોને અચૂક અંશે નહિ તજનારો આત્મા શ્રી જેનશાસનનો આરાધક નથી બની શકતો. કષાયાદિકનો ઉપશમ એ શ્રી. જૈનશાસનની આરાધનાનું મૂળ છે. અનન્તાનુબંધી કષાયોના ક્ષયોપશમ વિના સમ્યગદર્શનની પ્રાપ્તિ નથી, અપ્રત્યાખ્યાની કષાયોના ક્ષયોપશમ વિના દેશવિરતિની પ્રાપ્તિ નથી અને પ્રત્યાખ્યાની કષાયોના ક્ષયોપશમ વિના સર્વવિરતિની પ્રાપ્તિ નથી. ઉત્તરોત્તર ધર્મની પ્રાપ્તિનો આધાર આત્મામાં થનારા કપાયાદિકના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ પર આધાર રાખે છે. કષાયોના સર્વથા ક્ષય વિના ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવળી મહાપુરૂષોને પણ કેવળજ્ઞાન મુક્તિ પ્રાપ્ત થતાં નથી. કેવળજ્ઞાન કે મુક્તિની પ્રાપ્તિનો આધાર વીતરાગતા પર છે અને વીતરાગતાનો આધાર મોહના સર્વથા ક્ષય ઉપર રહેલો છે. મોહનો ક્ષય રાગ દ્વેષના અભાવે થાય છે. તથા રાગ દ્વેષનો સર્વથા અભાવ એ જ કષાયોનો આત્યંતિક ક્ષય છે. માયા અને લોભ એ રાગના ઘરના કષાયો છે જ્યારે ક્રોધ અને માન એ દ્વેષના ઘરના કષાયો છે. રાગ દ્વેષનો સર્વથા ક્ષય કરવા માટે ક્રોધાદિક ચારે કષાયોના ક્ષય આવશ્યક છે અને એ ક્રોધાદિક ચારે કષાયોનો ક્ષય સાધવો એ શ્રી જેનશાસનના અનુષ્ઠાનોનું પરમ ધ્યેય છે.
શ્રી વીતરાગ શાસનમાં પર્યુષણ પર્વની યોજના એજ ધ્યેયને અનુલક્ષીને કરવામાં આવી છે. કષાય રહિત બનવું એ જેનમાત્રનું અંતિમ ધ્યેય છે. સમ્યગદ્રષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ તે તે ગુણસ્થાનકને યોગ્ય કષાયના અભાવ ઉપર રહેલી છે. એટલા જ માટે સર્વવિરતિધર અને દેશવિરતિધર આત્માઓ, પોતાના સર્વવિરતિ અને દેશવિરતિ ગુણની પ્રતિપાલના માટે, કોઇપણ પ્રાણી પ્રત્યે થયેલા પોતાના અપરાધની નિત્યની આવશ્યક ક્રિયા વખતે નિરંતર ક્ષમા યાચે છે અને પોતાનો અપરાધ કરનાર સર્વ આત્માઓને ક્ષમા અર્પે છે. સમ્યગદ્રષ્ટિ આત્માઓ પણ એજ રીતિનું અનુકરણ કરે છે. નિરંતર તેમ નહિ કરી શકનારા પંદર દિવસે, ચાર મહિને કે છેવટે વર્ષને અંતે તો અવશ્ય તેમ કરે છે. વર્ષને અંતે પણ પોતાના કષાયોને નહિ ઉપશમાવનાર આત્મા જેનપણાને હારી જાય છે. જેનશાસનની આ સનાતન રીતિ છે. એ રીતિના પાલન માટે પર્યુષણાનો સાંવત્સરિક દિવસ નિર્માણ થયેલો છે. એ દિવસે દરેક જૈન સ્ત્રી, પુરૂષ, બાળક, વૃદ્ધ, યુવાન કે પ્રોઢ પોતાના પવિત્ર ધર્મને યાદ કરે છે. “સામો ક્ષમા આપો કે ન આપો પણ,
Page 182 of 191