________________
એ સમજે છે કે-મારો વધ એ મારા કર્મથી સાધ્ય છે અને એથી સમજદાર વિસ્મિત થયો થકો એવો વિચાર કરે ક- “મારા કર્મથી સાધ્ય એવા વધને માટે આ મૂર્ખ વૃથા નૃત્ય કરે છે !'
(૭) એ જ રીતિએ મારી નાખવાને માટે ઉધત થયેલાને જોઇને સમજદાર આત્મા એ જ વિચારે કેમારા આયુષ્યનો આ ક્ષયકાલ છે, તે કારણથી નિર્ભય બનેલો એવો આ મરેલાને જ મારવાનું આચરી. રહ્યો છે.'
(૮) આ બધા વિચારોની સાથે એવો પણ વિચાર કરે કે-હે આત્મન્ ! સર્વ પુરૂષાર્થો માટે ચોર સમાં. કોપ ઉપર તને કોપ નથી આવતો અને અતિ અલ્પ કોપ કરનારા અન્ય ઉપર કોપ કરવાને તું સજ્જ થાય છે ! આવી દશાવાળો તું ધિક્કારને જ પાત્ર છે ! અર્થાત-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે ય પુરૂષાર્થોને ક્રોધ ચોરનારો છે, એટલે કે તે ચારેયને હરનારો છે : આથી અહિત કરનાર તરફ જો કોપ કરવો હોય, તો કોપ ઉપર જ કોપ કરવો જોઇએ.
(૯) અથવા તો ક્રોધથી અબ્ધ બનેલા મુનિમાં અને ચંડાલમાં જરાય અંતર નથી.
-આવા આવા વિચારોથી પણ ક્રોધને મારીને ક્ષમાશીલ બની શકાય છે અને ક્ષમાશીલ બનવું, એ પણ સુસાધુધર્મના પાલનને માટે તો ઘણુંજ જરૂરી છે. ચાર ક્યાયોના દંશની પીડા
ધર્મદેશના આગળ ચલાવતાં ગુરુ મહારાજ રાજાને કહે છે કે- “આ સંસારમાં ક્રોધ, માન, માયા અને લોભ, એ નામના ચાર સર્પ છે. દુષ્ટ એવા આ ચાર સર્પથી જગત ડસાયેલું છે અને એના દંશની વેદનાથી પીડાતું જગત કકળાટ કર્યા કરે છે. કોઇ પ્રાણી ક્રોધની પીડાથી દુ:ખનો પોકાર કરે છે; કોઇ પ્રાણી માનની પીડાથી દુ:ખનો પોકાર કરે છે; કોઇ પ્રાણી માયાની પીડાથી દુ:ખનો પોકાર કરે છે; અને કોઇ પ્રાણી લોભની પીડાથી દુખનો પોકાર કરે છે. કોઇને ક્રોધની સળતા નથી થતી તો એનું દુ:ખ હોય છે; કોઇને માનની સળતા નથી તો એનું દુ:ખ હોય છે; કોઇને માયાની સળતા નથી થતી તો એનું દુ:ખ હોય છે, અને કોઇને લોભની સળતા નથી થતી તો એનું દુ:ખ હોય છે; કોઇને ક્રોધનું ભૂંડું ળ મળ્યું હોય, એનું દુ:ખ છે; કોઇને માનનું ભૂંડું ફ્લ મળ્યું હોય, એનું દુ:ખ છે; કોઇને માયાનું ભૂંડું ળ મળ્યું હોય, એનું દુ:ખ છે; અને કોઇને લોભનું ભૂંડું ળ મળ્યું હોય એનું દુઃખ છે, વળી ગુરુ મહારાજ કહે છે કે- ‘ક્રોધ પ્રીતિનો પ્રણાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મેસિઓનો નાશ કરે છે અને લોભ તો સર્વનો નાશ કરે છે.” ચાર ક્યાય રૂપ દર્ભેધ ભીંતો
અહીં સૂરિમહારાજાએ, સંસાર એ કેવું નિઃસાર કારાગૃહ છે, એની ઓળખ પણ આપી છે. કહે છે કે-સંસાર કારાગૃહને ચાર કષાય રૂપી ચાર ભીંતો છે અને એ ચાર ભીંતોના કારણે સંસાર કારાગૃહ દુર્ભધા છે. કેદખાનાની ભીંતો દુર્ભેદ્ય જ હોય છે ને ? ગમે તેવો મજબૂત માણસ પણ લાત મારીને એને તોડી શકે એવી એ ન હોય કષાય રૂપી ભીંતો દુર્ભધ ખરી, પણ અભેધ નહિ ! ગમે તેવા કેદખાનાની ભીંતો પણ સર્વથા અભેધ હોતી નથી ને ? છતાં દુર્ભધ ભીંતને તોડવાને માટે બળ પણ ઘણું વાપરવું પડે અને કળે કળે જ એને ભેદી શકાય. ક્રોધ, માન, માયા અને લોભ રૂપ ચાર કષાય ભેદાયા વિના મોક્ષ મળે જ નહિ, પણ એ ચાર કષાયને ભેદવા એ ઘણું અઘરું કામ છે. આથી કહ્યું કે- કષાય રૂપી ભીંતોથી સંસાર કારાગૃહ દુર્ભેધ છે. પછી
Page 181 of 191