________________
શિવાય તત્ત્વજ્ઞાની માને પણ કોણ ? માટે દરેકે દરેક કલ્યાણકાંક્ષિએ એવી જાહેરાત કરવી જોઇએ કે
અમારા તત્ત્વજ્ઞાની તેજ, કે જે અમે બધા ફ્રીએ તેમ ન , એ તો એક સરખું જ બોલે, એ જગતને પરિવર્તન વાળું જોઇ જરાયે મુંઝાય નહિ : કારણ કે-પરિવર્તન એજ જગતનો સ્વભાવ છે, એમ એ સારી. રીતિએ સમજે છે એટલે એને રંક રાજા બને કે રાજા રંક બને એમાં આનંદ કે શોક ન થાય; કેમકે-એમાં એની દ્રષ્ટિએ નવું કાંઇ નથી.” એ કારણથી એ પુણ્યાત્માઓ એટલા સ્થિરચિત્ત હોય છે કે-દુનિયાના કોઇ પણ બનાવો તેઓને એક ક્ષણ ભર પણ મુંઝવી શકતા નથી. ક્રોધથી આત્મઘાત ક્રવો એને મહાપાપ પરિણામોની રૌદ્રતાને શરણે ગણાય છે
ક્રોધના આવેશમાં આવી જઇને આત્મઘાત કરવો એ મહાપાપ છે, એનું કારણ શું ? એનું સૌથી મોટું કારણ એ છે કે, એવી રીતિએ આત્મઘાત કરવાને તત્પર બનેલો જીવ, મહા રીદ્ર પરિણામવાળો બને છે અને રીવ્ર પરિણામમાં જેનું મૃત્યુ થાય તેની ભયંકર દુર્ગતિ થાય. એવો જીવ એવી દુર્ગતિને પામે કે-ત્યાં એને ભયંકર વેદનાઓ સતત ભોગવવી પડે અને વેદનાઓથી ત્રાસીને એ ત્યાં આત્મઘાત કરવા માંગતો હોય તો પણ આત્મઘાત કરી શકે નહિ. એને ફ્રજિયાત જીવવું પડે અને ફ્રજિયાત વેદના ભોગવવી પડે. એ રીતિએ ફ્રજિયાત જીવવાનું અને જિયાત વેદના ભોગવવાનું પણ થોડાક સમયને માટે નહિ, થોડાંક વર્ષોને માટે પણ નહિ, પણ ગણ્યા ગણાય નહિ એટલાં બધાં વર્ષોને માટે ! એ પછી પણ, એ જીવ ફ્રી પાછો આવો સારો સામગ્રીસંપન્ન મનુષ્યભવ ક્યારે પામે, એ તો કહેવાય નહિ. નરક અને તિર્યંચ ગતિમાં આથડતે આથડતે કોઇ તેવું પૂણ્ય બંધાઇ જાય અને તે પૂણ્ય સહાયક બની જાય ત્યારે એ જીવ મનુષ્યપણાને પામ શકે. એટલે, આત્મઘાત એ મહાપાપ છે એમ જ્ઞાનિઓએ કહ્યું છે. બાકી તો, તેવા કોઇ અવસર માટે એમ પણ કહ્યું છે કે-શીલનું અને વ્રતનું ખંડન કરીને જીવવા કરતાં, શીલપાલન અને વ્રતપાલન કરતે કરતે, શીલપાલન અને વ્રતપાલનના ભાવમાં મરી જવું એ સારું છે ! એવી રીતિએ જે આત્મઘાત કરે, તેના પરિણામ કેવા સારા હોય ? મારે મરતાં પણ મારા શીલને અને મારા વ્રતને ખષ્ઠિત થવા દેવું નથી, એવા એના પરિણામ હોય ને ? અન્તિમ સમયના પરિણામ ઉપર જ જીવની આગામી ગતિનો આધાર રહેલો હોય. છે. જો દુર્ગતિમાં જવું પડે એવું આયુષ્ય બંધાઇ ગયું હોય, તો અન્તિમ સમયમાં આત્માના પરિણામ બગડ્યા. વિના રહે જ નહિ અને જો સુગતિમાં જવાનું આયુષ્ય બંધાઇ ગયેલું હોય, તો ખરાબમાં ખરાબ રીતિએ જીવનાર માણસના પરિણામ પણ છેવટ તેના અન્તિમ સમયે સુધર્યા વિના રહે જ નહિ. આજે કેટલાક વાત-વાતમાં આત્મઘાત કરવાની વાતો કરે છે. જો કે એવી વાત કરનારા મોટે ભાગે આત્મઘાત કરતા નથી. બહુ આવેશ આવી ગયો હોય ને ભૂલ કરી બેસે તે વાત જુદી છે. પણ સોએ સમજવું જોઇએ કે-દુઃખના આવેશમાં આત્મઘાત કરી નાંખ્યો, એટલે બીજે કાંઇ કોઇએ લાડવા દાટી મૂક્યા નથી. કોપથી બચાવનારા વિચારો
અપકારી પ્રત્યે ઉત્પન્ન થતા ક્રોધને અટકાવવાને માટે તથા ક્ષમાને ધારણ કરી રાખવાને માટે, ઘણા ઘણા વિચારો ઉપકારિઓએ માવ્યા છે : જેવા કે
(૧) કલ્યાણના અર્થિએ તરાના સ્વભાવનું અનુકરણ નહિ કરતાં, સિંહના સ્વભાવનું અનુકરણ કરવું જોઇએ. કુતરાના અને સિંહના સ્વભાવમાં એ છે કે-કુતરો પત્થર આદિને મારનારની ઉપેક્ષા
Page 179 of 191